
Arvalli: હાલ રાજ્યમાં ચોમાસાની શરુઆતરમાં સારો એવો વરસાદ વરસ્યો છે જેના કારણે નદી નાળાઓ છલકાયા છે અને ધોધ પણ જીવંત થયા છે. વરસાદને કારણે કુદરતી સૌદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે જેથી સહેલાણીઓ આ કુદરતી સૌદર્યને નિહાળવા માટે ઉમટી રહ્યા છે ત્યારે આ વખતે ઉત્તર ગુજરાતના અરવલ્લીમાં ભારે વરસાદને પગલે ભિલોડાનો સુનસર ધોધ જીવંત થયો છે. ત્યારે તેને જોવા માટે અને આ ધોધન મજા માણવા માટે આસપાસના જીલ્લાના યુવાનો ઉમટ્યા છે.
ભિલોડાનો સુનસર ધોધ થયો જીવંત
હાલ હવામાન વિભાગની આગાહી મુજબ અરવલ્લી જિલ્લાના અલગ-અલગ તાલુકાઓ વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ભીલોડામાં ભારે વરસાદ ખાબકતા વધુ એક વખત સુનસર ધોધ જીવંત થયો છે. ભિલોડા અને આસપાસના વિસ્તારોમાં થયેલ ભારે વરસાદના કારણે સુનસરનો ધોધ ફરી એક વખત જીવંત થયો છે. અરવલ્લીમાં ભિલોડા માં 6 ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે ત્યારે ભિલોડા પંથકમાં પડેલા ભારે વરસાદને લઈ ધોધ સંપૂર્ણ જીવંત થયો છે. ભિલોડામાં ધરતી માતાના મંદિર પાસે ડુંગર પરથી કુદરતી ધોધ વહે છે ત્યારે ધોધ સંપૂર્ણ જીવંત થતા સાહેલાણીઓની સંખ્યામાં વધારો થશે. ધોધ સોળેકળાએ ખીલી ઉઠતા નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા છે.
Arvalli: ભિલોડાનો સુનસર ધોધ થયો જીવંત, આહલાદક નજારો નિહાળવા સહિલાણીઓ ઉમટ્યાં #arvalli #bhiloda #rain #monsoon #SunsarDhodh #waterfall #monsoon2025 #gujaratrains #gujarat #thegujaratreport pic.twitter.com/9uCb59V6w5
— The Gujarat Report (@TGujarat_Report) July 6, 2025
ધોધનો નજારો માણવા સહેલાણીઓ ઉમટ્યા
ઉત્તર ગુજરાતના મીની કાશ્મીર તરીકે ઓળખાતા સુનસરનો નજારો ખુબજ આલાહદક લાગી રહ્યો છે. દૂર દૂરથી સહેલાણીઓ ધોધનો નજારો માણવા ઉમટ્યા હતા. જેમાં મોડાસા,અમદાવાદ,હિંમતનગરથી પ્રવાસીઓ ધોધનો નજારો માણવા પહોંચ્યા હતા. નોંધનીય છે કે, અરવલ્લીનો આ ધોધ જાણે ઈશ્વરની માણસ જાત પરની કૃપાનો સંદેશો આપી રહ્યો હોય તેવો આ “સુનસર ધોધ”નો આહલાદક નયનરમ્ય નજારો જોવા ચોમાસાની ઋતુમાં મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડે છે. અમદાવાદથી લગભગ 131 કિલોમિટર જેટલા અંતરે એટલે કે માત્ર અઢી કલાક ત્રણ કલાકના અંતરે આવેલો આ ધોધ એક દિવસ માટેનું પીકનીક સ્પોટ બની શકે તેમ છે. અહીંનો કુદરતી નજારો આપને અવશ્ય મંત્રમુગ્ધ કરી દે તેવો છે. હાલમાં અરવલ્લી અને ભિલોડામાં જ્યાં લોકો લાંબા સમયથી ચોમાસાની રાહ જોઈ રહ્યા હતા અને જ્યારે પાણી માટે ઘણાઓને કિલોમીટરો કાપવા પડતા હતા ત્યારે હાલ અહીં ધોધ વહે છે. અહીં આપને ગુજરાતના અન્ય સ્થળોથી સાવ અલગ જ નજારો અને અનુભવ મળે તેમ છે.
અહેવાલ : ઉમંગ રાવલ









