
Asia Cup 2025 IND vs PAK: ભારત માટે હાઇ-વોલ્ટેજ મેચ ગણાતી ભારત-પાકિસ્તાન મેચમાં આ વખતે પહેલા જેવો ઉત્સાહ લોકોમાં જોવા ન મળ્યો દર વખતે આ મેચને લઈને લોકોમાં એટલો ક્રેજ હોય છે કે, મીનીટોમાં ટીકિટો વેચાઈ જતી હોય છે પરંતુ આ વખતે ટિકિટ્સ પણ ઓછી વેચાઈ અને મેચમાં ભારતની શાનદાર જીત બાદ પણ લોકોએ આ જીતની ઉજવણી ન કરી.
ભારતની જીતનો દેશમાં ઉત્સાહ નહીં
ભારત-પાકિસ્તાનની આશિયા કપ 2025ની મેચમાં ભારતની 7 વિકેટથી જીત થઈ, પણ આ જીતનો જશ્ન દેશમાં દેખાઈ રહ્યો નથી. તેનું કારણ છે પહેલગામ હુમલાના તાજા ઘા, જ્યાં 26 નિર્દોષોના જીવ ગયા, અને ઓપરેશન સિંદુરના વીર જવાનોનું બલિદાન. #BoycottIndVsPakનો હેશટેગ વાયરલ થયો, લોકો ટીવી બંધ કરી બેઠા, અને ઉજવણીનો માહોલ નહોતો. આ વખતે ટિકિટ્સ પણ ઓછી વેચાઈ, અને કેટલાક IPL ફ્રેન્ચાઇઝીએ પણ પોતાની રીતે બોયકોટ કર્યો.પણ આ વચ્ચે કેટલાક ભાજપ નેતાઓ અને BCCIના મોટા અધિકારીઓએ મેચને સમર્થન આપ્યું, જે લોકોના ગુસ્સાને વધારી દીધું.
युद्ध रुकवा सकते हैं
क्रिकेट क्यूँ नहीं, pic.twitter.com/nxlIu7f1uV— AftabAhmed (@aftabahmed06) September 14, 2025
જય શાહ પર ફૂટ્યો લોકોનો ગુસ્સો
આ મામલે લોકો અમિત શાહના પુત્ર અને ICC ચેરમેન જય શાહ પર લોકો રોષ ઠાલવી રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે, જય અમિત શાહ ના લાભાર્થે ભારત પાક ક્રિકેટ મેચ યોજાઈ રહી છે. ICC ચેરમેન જય શાહ અને ગૃહમંત્રી અમિત શાહ પર લોકોનો રોષ વધી રહ્યો છે લોકો સવાલ કરી રહ્યા છે કે, શું રાષ્ટ્રવાદ માત્ર ભાષણોમાં સીમિત છે ? કે સત્તાના જોરે લોકોની ભાવના સામે વેપાર? જ્યારે દેશ દુખમાં છે, ત્યારે ક્રિકેટના ‘બિઝનેસ’ને પ્રાધાન્ય? જય શાહ, તમે ICCમાં બેઠા ક્રિકેટને વિસ્તારો છો, પણ શહીદોના પરિવારોને શું કહેશો? શું તમારી દલીલોથી પહલગામના આંસુ સુકાઈ જશે? અન્ય ભાજપ નેતાઓ પણ આમાંથી અલગ નથી. કેટલાકોએ મેચને સમર્થન આપીને કહ્યું કે ‘ક્રિકેટ અને રાજકારણ અલગ છે.’ પણ લોકો કહે છે – ‘ ક્રિકેટના પૈસાના લોભમાં દેશભક્તિ વેચાઈ ગઈ!’
પહેલગામમાં સ્વજનનોને ગુમાવનાર પરિવારનું દર્દ છલકાયું
આશિયા કપ 2025માં ભારત-પાકિસ્તાન મેચને લઈને પહલગામ આતંકી હુમલાના પીડિતોના પરિવારોએ તીવ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો. 22 એપ્રિલ 2025ના પહલગામ હુમલામાં 26 નિર્દોષોના જીવ ગયા હતા, અને તેના માત્ર 146 દિવસ પછી આ મેચ રમવાનો નિર્ણય તેમના માટે અપમાનજનક છે. પરિવારોનું કહેવું છે કે આ મેચ શહીદોના બલિદાનને ભૂલાવે છે અને પાકિસ્તાન સાથેના સંબંધોને પ્રોત્સાહન આપે છે.
मोदी जी के लिए सिंदूर कितना कीमती है,
ये पहलगाम में आतंकी हमले में शहीद हुए कानपुर के व्यापारी शुभम द्विवेदी की पत्नी को ऐशान्या को सुनकर तय कीजिए। #INDvsPAK #BoycottINDvPAK pic.twitter.com/xIThNNuCEX— Saurabh K Shukla (@saurabhkshukla_) September 14, 2025
કાનપુરના વેપારી શુભમ દ્વિવેદીની પત્ની આઈશન્યા દ્વિવેદીએ તીખી ટીકા કરી
શુભમ દ્વિવેદીની પત્નીએ કહ્યું કે,”BCCIએ આ મેચ સ્વીકારીને 26 પરિવારો અને ઓપરેશન સિંદુરના શહીદોની લાગણીઓને અવગણી છે. ક્રિકેટરો શું કરી રહ્યા છે? આ મેચ બોયકોટ કરો, ટીવી ન ચલાવો, કારણ કે આ રેવન્યુથી આતંકવાદને મદદ મળશે.” તેમણે કહ્યું કે પાકિસ્તાન આતંકી દેશ છે, અને આ મેચ રમવી દેશના વિરુદ્ધ છે.
શુભમના પિતા સંજય દ્વિવેદી અને કાકા મનોજ દ્વિવેદીએ કહ્યું કે આતંકીઓએ ધર્મ પૂછીને માર્યા, અને હવે તેમના દેશ સાથે ક્રિકેટ? “આ શરમનાક છે, બોયકોટ કરો અને શહીદો સાથે ઊભા રહો.”
ભાવનગરના યતીશ પરમાર અને તેમના પુત્ર સ્મિત પરમારના પરિવારે પણ કર્યો વિરોધ
પહેલગામ હુમલામાં પતિ અને પુત્ર ગુમાવનાર કિરણબેન પરમારે કહ્યું, “આંસુ સુક્યા નથી, અને પાકિસ્તાન સાથે મેચ? ઓપરેશન સિંદુર અધૂરું છે, તો આ મેચ કેમ? દેશે એકજૂટ થઈને વિરોધ કરવો જોઈએ.” તેમના પુત્ર સાવન પરમારે કહ્યું કે આ મેચ અપમાનજનક છે અને શહીદોના ઘા રુઝાવતી નથી.
પુણાના સંતોષ જગડલેની પુત્રી અસાવરી જગડલેએ કહ્યું: “આ મેચ રમવી શહીદોનું અપમાન છે. લોકો ટીવી ન ચલાવો, કારણ કે આથી આતંકને મદદ મળશે. ક્રિકેટરો અને આયોજકોને શરમ આવવી જોઈએ.” તેમણે કહ્યું કે વેપાર અને વોટર ટ્રીટી બંધ કરી, તો ક્રિકેટ પણ બંધ કરો.
પરિવારોનું કહેવું છે કે BCCI અને સરકારે લાગણીઓ અવગણી છે, અને આ મેચ રમવી દેશભક્તિનું અપમાન છે. #BoycottIndVsPak ટ્રેન્ડ વાયરલ થયો, અને લોકોનો ગુસ્સો વધ્યો.
લોકોએ વિશ્વહિન્દુ પરિષદની કરી ટીકા
હાલમાં વિશ્વહિન્દુ પરિષદનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમા VHP ના કાર્યકરો મેચમાં પાકિસ્તાન સામે ભારતની જીત માટે હવન કરી રહયા છે ત્યારે લોકો કહી રહ્યા છે કે, આ લોકોની નોટંકી જુઓ તેમના ઘરનું કોઈ પહેલગામમાં માર્યું ગયુ હોત તો પણ આવી નોટંકી કરતા એમ કહીને તેને શરમજનક ગણાવ્યું હતું.
विश्व हिंदू रक्षा परिषद की नौटंकी देख लो
अभी इनके घर का पहलगाम में कोई मारा गया होता तो भी क्या ये ऐसे ही नौटंकी करते
शर्मनाक pic.twitter.com/IFQ5sE9FAD
— Surya Samajwadi (@surya_samajwadi) September 14, 2025
પહેલગામના ઘા ક્રિકેટની ચમકથી રુઝાયા નહીં
આમ ભારતની જીતનો ઉત્સાહ દેશભરમાં ઝાંખો રહ્યો. કોઈ એકાદી જગ્યાએ લોકોએ થોડી ઘણી ઉજવણી કરી પરંતું દર વખતે ભારત-પાકિસ્તાન મેચ પછી શેરીઓમાં ફટાકડા, ઢોલ-નગારાં અને સોશિયલ મીડિયા પર મીમ્સનું તોફાન હોય, પણ આ વખતે સન્નાટો છવાયેલો હતો. લોકોનું કહેવું હતું કે આવા સમયે ક્રિકેટ રમવું શહીદોનું અપમાન છે. ભારતની જીત થઈ, પણ શેરીઓ શાંત રહી, અને લોકોનું મૌન દર્શાવે છે કે પહલગામના ઘા ક્રિકેટની ચમકથી રુઝાયા નહીં. ઉત્સાહની જગ્યાએ ગુસ્સો અને દુખનો માહોલ વધુ હાવી રહ્યો.
આ પણ વાંચો:
PM MODI DREAM: હીરાબાએ સપનામાં મોદીને કહ્યું “બિહારમાં મારા નામે નૌટંકી કરી રહ્યો છે”
Ahmedabad: અમદાવાદ મહિલાઓ માટે નહીં ગુનેગારો માટે “સેફ ઝોન”, પોલીસે ફરિયાદ ન લેતા મહિલાઓ વિફરી






