Assam Assembly: આસામમાં જે બીજા લગ્ન કરશે તે સીધો જેલમાં જશે,સરકારી નોકરી પણ જોખમમાં મુકાશે!

  • India
  • November 28, 2025
  • 0 Comments

Assam Assembly:આસામમાં બહુપત્નીત્વ પર પ્રતિબંધ મૂકતો નવો કાયદો ભારે ચર્ચામાં રહ્યો છે,આ કાયદો હિન્દૂ-મુસ્લિમ સહિત બધાને સમાન લાગુ પડશે આજે ગુરુવારે, રાજ્ય સરકારે આસામ બહુપત્નીત્વ પ્રતિબંધ બિલ, 2025 પસાર કર્યું. આ પગલું અચાનક આવ્યું ન હતું, પરંતુ જે ઝડપથી કાયદો પસાર થયો તેનાથી રાજકીય માહોલ ગરમાયો છે.

●બીજા લગ્ન સજાપાત્ર છે

આ બિલ મુજબ,જે કોઈ પણ વ્યક્તિ પરણિત હોય અને જો બીજા લગ્ન કરશેતો તો તે ગૂનો ગણાશે. જો અગાઉના લગ્નના કાયદેસરના છુટા છેડા ન થયા હોય અને જો તે વ્યક્તિ બીજા લગ્ન કરશે તો તેને ગૂનો ગણવામાં આવશે અને તે ગુનામાં 7 વર્ષ સુધીની જેલ, દંડ અને પીડિતાને ₹1.40 લાખનું વળતર ચૂકવવુ પડશે.

●દસ્તાવેજો ગુમ થવાથી વધુ મુશ્કેલી થશે

આ ગૂનામાં બીજી વાત એ પણ સમાવિષ્ટ કરવામાં આવી છે કે જો કોઈ વ્યક્તિ પોતાના લગ્ન છુપાવીને બીજી વાર લગ્ન કરે છે, તો તેની સજા 10 વર્ષની જેલ થઈ શકે છે અને જો ગુનો પુનરાવર્તિત થાય તો દરેક વખતે સજા બમણી કરવામાં આવશે.

●કોણ લાગુ પડશે નહીં?

આ કાયદો છઠ્ઠા અનુસૂચિ વિસ્તારો અને અનુસૂચિત જનજાતિ સમુદાયોને લાગુ પડશે નહીં.સરકાર કહે છે કે આ મુક્તિ તેમની સ્થાનિક પરંપરાઓને કારણે જરૂરી છે.

●સરકારી નોકરીઓ અને ચૂંટણીઓ પર પણ અસર પડશે.

નવી શરતો ભારપૂર્વક સૂચવે છે કે બહુપત્નીત્વના દોષિતોને સરકારી નોકરી માટે લાયક ગણવામાં આવશે નહીં તેમને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી લડવાથી પણ પ્રતિબંધિત કરવામાં આવશે. રાજ્ય સરકાર આને સામાજિક સુધારા તરફનું એક મોટું પગલું ગણાવી રહી છે.

●મહિલા સુરક્ષા અંગે સરકારનો દલીલ

સરકાર જણાવે છે કે આવા કિસ્સાઓમાં મહિલાઓને સૌથી વધુ ભોગવવું પડતું હોય છે. તેમને ઘણીવાર ન્યાય કે આર્થિક સુરક્ષાનો અભાવ હોય છે. આ બિલ મહિલાઓના ગૌરવ અને અધિકારોને મજબૂત કરવા માટે રજૂ કરવામાં આવ્યું હતું. વિરોધ પક્ષોએ કેટલાક સુધારા પ્રસ્તાવિત કર્યા હતા, પરંતુ વિધાનસભાએ તેમને ધ્વનિ મત દ્વારા નકારી કાઢ્યા હતા. મુખ્યમંત્રીએ તમામ પક્ષોને આને સામાજિક સુધારા તરીકે જોવાની અપીલ કરી હતી.

●સીએમ હિમંતા બિસ્વા શર્માનું મોટું નિવેદન

ખરડો પસાર થાય તે પહેલાં, સીએમ શર્માએ જણાવ્યું હતું કે આ કાયદો કોઈપણ ધર્મની વિરુદ્ધ નથી. તેમણે તુર્કી જેવા મુસ્લિમ દેશોનો ઉલ્લેખ કર્યો છે, જ્યાં બહુપત્નીત્વ પહેલાથી જ પ્રતિબંધિત છે.

●જો હું ફરીથી મુખ્યમંત્રી બનીશ, તો હું યુસીસી રજૂ કરીશ

તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે જો તેઓ ફરીથી મુખ્યમંત્રી બનશે, તો તેઓ પહેલા જ સત્રમાં સમાન નાગરિક સંહિતા (યુસીસી) રજૂ કરશે. તેમણે એમ પણ કહ્યું હતું કે સરકાર ટૂંક સમયમાં લવ જેહાદ અને છેતરપીંડી કરી થતાં લગ્નો પર એક બિલ રજૂ કરશે.

●બહુપત્નીત્વના ધાર્મિક સંદર્ભો

મુસ્લિમ પર્સનલ લો મુજબ, મુસ્લિમ પુરુષો ચોક્કસ શરતોને આધીન ચાર પત્નીઓ રાખી શકે છે. જો કે, ભારતમાં બહુપત્નીત્વ ફક્ત મુસ્લિમ સમુદાય સુધી મર્યાદિત નથી, તે કેટલાક અન્ય સમુદાયોમાં પણ પ્રચલિત છે.

તેમણે કહ્યું કે, ‘હિન્દુ પણ બહુપત્નીત્વથી મુક્ત નથી.આ અમારી પણ જવાબદારી છે. આ બિલના દાયરામાં હિન્દુ, મુસ્લિમ, ઈસાઈ અને તમામ સમાજોના લોકો આવશે.’ મુખ્યમંત્રી તરફથી તમામ વિપક્ષી સભ્યોને પોતપોતાના સંશોધન પરત લેવાની અપીલ કરવામાં આવી, જેથી ગૃહમાં આ સંદેશ જાય કે મહિલાઓને સશક્ત બનાવવા વિધેયક સર્વસંમતિથી પસાર થઈ ગયો છે.

મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ બિલ પસાર કરતી વખતે કહ્યું કે આ કાયદો ઇસ્લામ વિરુદ્ધ નથી અને સાચા મુસ્લિમો તેને સ્વીકારશે.
ઉદાહરણો આપતા તેમણે કહ્યું કે તુર્કી અને પાકિસ્તાન જેવા ઘણા દેશો પણ બહુપત્નીત્વ પર પ્રતિબંધ મૂકયોજ છે.

આ પણ વાંચો: 

Rohtak Basketball Player Death: ભંગાર થઈ ગયેલા બે હેવી બાસ્કેટ પોલ તૂટતા બે આશાસ્પદ ખેલાડીઓના મોત!

Imran Khan Killed in Jail:શુ ઈમરાન ખાનની જેલમાં હત્યા થઈ ગઈ છે?રહસ્ય ઘેરું બન્યું!વાંચો,શુ છે હકીકત!

Rally in support of Jignesh Mevani: હવે,મેવાણીના સમર્થનમાં રસ્તા ઉપર ઉતર્યા લોકો,ભાજપની ‘હાય હાય’બોલાવી!ગુજરાતને નશામુક્ત કરવા ઉઠી માંગ

Comedian Kunal Kamra: કોમેડિયન કુણાલ કામરાની ટી-શર્ટ પર કૂતરો અને ‘RSS’ની છબીએ જગાવ્યો વિવાદ! કોમેડિયન શુ કહેવા માંગે છે?

Prohibition will not be implemented in Gujarat: કૉંગ્રેસનો હર્ષ સંઘવીને ટોણો,’અદાણી પોર્ટ ઉપર ડ્રગ્સ ઉતરે છે તેનું કઈક કરો!’અમારી સામે સિસ્ટમનો ઉપયોગ ન કરો!

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

The Epstein File: “જેક્રી એપસ્ટેઇન ફાઇલ્સ”માં નરેન્દ્ર મોદીનું નામ ઉછળતા ખળભળાટ! એપસ્ટેઇનના ઇમેઇલમાં મોદીનો ઉલ્લેખ શુ સૂચવે છે?કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ
  • February 1, 2026

●અમેરિકામાં સગીરાઓનું શારીરિક શોષણ કરવું અને કરાવવાના પ્રકરણમાં દોષિત રેપીસ્ટ જેક્રી એપસ્ટેઇનની ફાઇલ્સમાં નરેન્દ્ર મોદીના નામનો ઉલ્લેખ હોવાનો કોંગ્રેસે આરોપ મૂકી તેનો જવાબ આપવા જણાવ્યું છે. કોંગ્રેસ નેતા પવન ખેડાએ…

Continue reading
Maharashtra News: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે સુનેત્રા પવારે લીધા શપથ ! શરદ પવારની સૂચક ગેરહાજરી!
  • January 31, 2026

Maharashtra News: સ્વર્ગસ્થ NCP નેતા અજિત પવારના પત્ની સુનેત્રા પવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા આ સાથેજ તેઓ રાજ્યના પ્રથમ નાયબ મુખ્યમંત્રી બન્યા છે,ધારાસભ્ય પક્ષના નેતા તરીકે ચૂંટાયા બાદ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

BJP: નરેન્દ્ર મોદીએ પોતાના ‘ગુરુ’ને PM બનાવવાના સપના બતાવ્યા પણ આખરે શિષ્યજ PM બની ગયા! જાણો, આવું કેમ થયું?

  • February 1, 2026
  • 3 views
BJP: નરેન્દ્ર મોદીએ પોતાના ‘ગુરુ’ને PM બનાવવાના સપના બતાવ્યા પણ આખરે શિષ્યજ PM બની ગયા! જાણો, આવું કેમ થયું?

The Epstein File: “જેક્રી એપસ્ટેઇન ફાઇલ્સ”માં નરેન્દ્ર મોદીનું નામ ઉછળતા ખળભળાટ! એપસ્ટેઇનના ઇમેઇલમાં મોદીનો ઉલ્લેખ શુ સૂચવે છે?કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ

  • February 1, 2026
  • 10 views
The Epstein File: “જેક્રી એપસ્ટેઇન ફાઇલ્સ”માં  નરેન્દ્ર મોદીનું નામ ઉછળતા ખળભળાટ!  એપસ્ટેઇનના ઇમેઇલમાં મોદીનો ઉલ્લેખ શુ સૂચવે છે?કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ

Maharashtra News: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે સુનેત્રા પવારે લીધા શપથ ! શરદ પવારની સૂચક ગેરહાજરી!

  • January 31, 2026
  • 3 views
Maharashtra News: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે સુનેત્રા પવારે લીધા શપથ ! શરદ પવારની સૂચક ગેરહાજરી!

Surat News: મહુવામાં 765 KV પાવર ગ્રીડની હાઈટેન્શન વીજ લાઈન મુદ્દે ખેડૂતો અને પોલીસ વચ્ચે બબાલ,જુઓ વિડીયો

  • January 31, 2026
  • 7 views
Surat News: મહુવામાં 765 KV પાવર ગ્રીડની હાઈટેન્શન વીજ લાઈન મુદ્દે ખેડૂતો અને પોલીસ વચ્ચે બબાલ,જુઓ વિડીયો

GOI-IES: યુરોપના આ દેશે ભારતીય સ્ટુડન્ટ્સ માટે ‘ફ્રી સ્ટડી વિથ લાખ્ખોના સ્ટાઇપેન્ડ’ની કરી ઓફર! જાણો,શુ હોય છે પ્રોસેસ!

  • January 31, 2026
  • 11 views
GOI-IES: યુરોપના આ દેશે ભારતીય સ્ટુડન્ટ્સ માટે ‘ફ્રી સ્ટડી વિથ લાખ્ખોના સ્ટાઇપેન્ડ’ની કરી ઓફર! જાણો,શુ હોય છે પ્રોસેસ!

Narendramodi: ગંગા નદી પાપીઓના પાપ ધોતા ધોતા મેલી થઈ ગઈ! ₹ 25000 કરોડ કોણ ખાઈ ગયું? જુઓ વિશેષ અહેવાલ

  • January 31, 2026
  • 4 views
Narendramodi: ગંગા નદી પાપીઓના પાપ ધોતા ધોતા મેલી થઈ ગઈ! ₹ 25000 કરોડ કોણ ખાઈ ગયું? જુઓ વિશેષ અહેવાલ