
Astrology: ન્યાયપ્રિય ગ્રહ શનિ મહારાજ અત્યારે વક્રી ભ્રમણ કરી રહ્યા છે. નીતિના કારક ગ્રહ અને અત્યંત મંદ ગતિથી ભ્રમણ કરનારા શનિ મહારાજ 13 જુલાઈથી મીન રાશિમાં વક્રી થયા છે અને 28 નવેમ્બર સુધી વક્રી ભ્રમણ કરશે. શનિ મહારાજનું આ વક્રીભ્રમણ કોને ફળશે, એ વિશે અમદાવાદની એસ્ટ્રોલોજીકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ ફાઉન્ડેશન સંસ્થાના જ્યોતિષાચાર્ય આશિષ રાવલે ‘ધ ગુજરાત રીપોર્ટર’ને માહિતી આપી હતી.
જ્યોતિષાચાર્ય આશિષ રાવલના કહેવા પ્રમાણે શનિ મહારાજ એક રાશિમાં અઢી વર્ષ એટલે કે 913 દિવસ જેટલો વાસ કરે છે અને એમાં 92 જેટલા દિવસ વક્રીભ્રમણના હોય છે પણ આ વખતે 138 દિવસ એટલે કે વક્રીભ્રમણમાં સામાન્ય કરતાં 15 ટકા વધુ દિવસ કરશે. શનિ મહારાજ આટલા લાંબા સમય સુધી વક્રી રહેવાથી શેરમાર્કેટ અનિર્ણાયક બનવાની આશંકા છે. સત્ય, કર્મ-ધર્મ સાથે સંયમ અને સાદગી સાથે ધરેલો સંબંધ શનિ ધરાવે છે. દંડ, ત્યાગ અને બલિદાન સાથે મોક્ષના કારક તરીકે ગણના થાય છે. આ ભ્રમણ દરમિયાન મકર, કુંભ રાશિ નિયમ જાતકોને અનપેક્ષિત ધનલાભ થાય. લગ્નજીવનથી ખંડિત જાતકોને પુન:લગ્નની તક સાંપડે. કર્મચારીઓનાં આંદોલન વકરે પરંતુ સરકાર તરફથી સમાધાન સાથે સમજુતીઓ સ્વીકારાય. લાંબા સમયથી પીડિત ગુપ્ત રોગોમાંથી રાહત મળી શકે. રેલ પ્રવાસની દુર્ઘટના થવાની શક્યતાઓ પણ જોવાઈ રહી છે. ધાર્મિક આંદોલનો, ખોટા-પ્રંપચી ગુરુઓની પોલ ખૂલી શકે. બજારમાં મંદી યથાવત્ રહે.
શનિ મહારાજનું વક્રી ભ્રમણ મકર અને કુંભ રાશિના જાતકોને ફળશે. કારણ કે આ બંને રાશિનો સ્વામિ શનિ ગ્રહ છે. એ સિવાય જે જાતકોની કુંડળીમાં શનિ વક્રી છે એમને પણ આ વક્રી ભ્રમણ ફળશે. મીન રાશિનો શનિ જન્મ લગ્નમાં વક્રી હોય તેમને પણ શનિનું વક્રીભ્રમણ ફળશે.
આ સિવાય જે દર્દીઓ અસાધ્ય રોગ કે ગુપ્ત રોગથી પીડાતા હોય એમને પણ શનિનું વક્રીભ્રમણ ફળશે. એટલે કે એવા દર્દીઓના હઠીલા રોગ હળવા શાથે અથવા દૂર થઈ જશે. કાયદાકીય ઘટનાઓના બીમાર એટલે કે કોર્ટ-કચેરીમાં લાંબા સમયથી કેસ પડતર હોય, નિકાલ ન થતો હોય તો શનિના વક્રી ભ્રમણ દરમિયાન આવા કેસોનો ઉકેલ આવી શકે છે.
શનિ મહારાજને ન્યાય, સત્ય અને નિષ્ઠા પ્રિય છે. નિષ્ઠાવાન કર્મચારી કળિયુગમાં હેરાન થતો દેખાઈ શકે છે પણ શનિ મહારાજની એવા લોકો પર દૃષ્ટિ હોવાથી ન્યાયપ્રિય માણસોને કોઈ કશું કરી શકતું નથી. એટલે શનિ વક્રી છે ત્યારે સત્ય અને નિષ્ઠાથી નોકરી કરનારા કે સેવા પૂરી પાડનારા લોકોને વક્રી ભ્રમણ ફળે છે. આ સિવાય શનિ મહારાજ લગ્નોત્સુકો માટે પણ કૂણું વલણ ધરાવશે. વક્રી ભ્રમણ દરમિયાન વિધવા થઈ ગઈ છું. સાથેસાથે વિધવા કે વિધુર હોય તો પુનર્લગ્નની તક પણ વિકસતી જશે. નોકરિયાત વર્ગના મળવાપાત્ર લાભમાં, સવલતો મેળવવા માટે વક્રી ભ્રમણ ઉપયોગી થશે.
વક્રીભ્રમણ સમય કઈ ઉપાસના, આરાધના કારગત નીવડે?
(૧) શનિ દેવના મંત્ર જાપ દર્શન
(૨) કાલ ભૈરવના મંત્ર જાપ દર્શન તથા કવચ પઠન
(૩) જરૂરિયાતમંદ સિનિયર સીટીઝનને મેડિકલ સહાય
(૪) વિકલાંગ કે દિવ્યાંગ ને જૂની ચાદર કે ધાબલો આપવાથી
(૫) જુના ભંગાર,પસ્તી ના પૈસા લેવા નહીં
(૬) રામ રોટી ના અન્ન क्षेत्र માં યથાશકિત મદદરૂપ કે દાન આપવુ.
આ પણ વાંચોઃ