
Amreli Accident: રાજકોટથી અમેરલી જતાં ડીઝલ ટેન્કરમાં એકાએક બ્લાસ્ટ થઈ ગયો છે. બાબરા-અમેરલી રોડ પર લુણકી ગામ નજીક ડિઝલ ટેન્કરમાં બ્લાસ્ટ થતાં ડ્રાઈવર સળગી જતાં ઘટનાસ્થળે જ મોત થઈ ગયું છે. બાબરા પાકિકાનો ફાયર વિભાગનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો. હાલ પોલીસ દ્વારા ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે.
જાણકારી અનુસાર આજે સવારે 6: 30 વાગ્યે રાજકોટથી અમરેલી તરફ જતું ડીઝલ ભરેલ ટેન્કર બાબરા-અમરેલી રોડ પર લુણકી ગામ નજીક ડીઝલ ટેન્કર પલટી જતાં તેમાં બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ બાદ ટેન્કરમાં ભીષણ આગ લાગી હતી. આ આગમાં ડ્રાઈવર ભડથું થઈ જતા તેનું કરુણ મોત થઈ ગયું છે.
આ ઘટનાની જાણ થતા બાબરા નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ દોડી ગઈ હતી અને ડીઝલ ટેન્કર પર પાણીનો મારો ચલાવી 3 કલાકે આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે ટેન્કર બળી ગયું છે. ઘટનાની જાણ થતાં બાબરા પોલીસ પણ તુરંત ઘટનાસ્થળે દોડી ગઈ હતી. જોકે ડ્રાઈવરની હજુ સુધી ઓળખ થઈ શખી નથી. જેથી પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ઘટના સમયે લોકોના ટોળેટોળા એકઠાં થઈ ગયા હતા. આ ભંયકર અકસ્માતથી લોકો પણ ભયમાં મૂકાઈ ગયા હતા.
આ પણ વાંચોઃ
નેશનલ ચેનલ 4PM બંધ કરી, બે મહિલાઓનો અવાજ દબાવવાનો પ્રયાસ, મોદી સીધા સેનાને છૂટ આપી શકે?
Ahmedabad: ચંડોળામાં બીજા દિવસે ડિમોલેશન યથાવત, હાઈકોર્ટનો સ્ટે મૂકવા ઇનકાર
China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ
Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?
Power outage: વિકસિત દેશો અંધકારમાં ડૂબ્યા, ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલમાં વીજળી ગુલ, જાણો કારણ