Babri Masjid: બંગાળમાં ‘બાબરી મસ્જિદ’નો રાજકીય મુદ્દો ‘મમતા સરકાર’નું પતન કરશે?

Babri Masjid: બંગાળમાં હવે બાબરી મસ્જિદનો મુદ્દો રાજકીય બની રહ્યો છે,જે ગુજરાતમાં અયોધ્યામાં શ્રી રામ મંદિર નિર્માણના મુદ્દાની યાદ તાજી કરાવી દીધી છે.હવે બંગાળમાં મુસલમાનોમાં ધર્મની ભાવના હેઠળ બાબરી મસ્જિદનો મુદ્દો ઉભો કરી તેનો રાજકીય લાભ મેળવવો તે વાત અહીં મમતાના ગઢના કાંગરા ખેરવી નાખવા પૂરતા છે.

મમતાએ બાબરી વિવાદ વચ્ચે પોતાની પાર્ટીના તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય હુમાયુ કબીરને પાર્ટીમાંથી આ મુદ્દે હાંકી કઢયા બાદ તેઓએ મુર્શિદાબાદ જિલ્લાના રેજીનગરમાં અયોધ્યામાં 6 ડિસેમ્બર 1992માં બાબરી મસ્જિદ ધ્વંસ થઈ તેની વરસી ઉપર તેજ દિવસે શનિવારે અયોધ્યામાં હતી તેવી બાબરી મસ્જિદનો શિલાન્યાસ કરી વિવાદ ઉભો કરી દીધો છે.

આ દરમિયાન સમગ્ર વિસ્તારમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. ‘બાબરી મસ્જિદ’નો શિલાન્યાસ કર્યા પછી, હુમાયુ કબીરે કહ્યું કે બંગાળની 37 ટકા મુસ્લિમ વસ્તી કોઈપણ કિંમતે બાબરી મસ્જિદ બનાવીને જ રહેશે જેની ‘કોઈ એક ઈંટ પણ ખસેડી નહીં શકે’ મસ્જિદની સાથે, 300 કરોડ રૂપિયાના બજેટ સાથે એક હોસ્પિટલ, એક ગેસ્ટ હાઉસ અને એક મીટિંગ હોલ પણ બનાવવામાં આવશે.

હુમાયુ કબીરે 6 ડિસેમ્બર, 1992 ના રોજ બાબરી મસ્જિદના ધ્વંસની વર્ષગાંઠ પર ઇરાદાપૂર્વક આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. તે કડક સુરક્ષા વચ્ચે યોજાયો હતો. રાજ્ય પોલીસ, ભારતીય રિઝર્વ બેંક અને કેન્દ્રીય દળોએ રેજીનગર અને નજીકના બેલડાંગા વિસ્તારોને નિયંત્રિત ક્ષેત્રો તરીકે જાહેર કર્યા હતા. પ્રસ્તાવિત મસ્જિદ સ્થળથી લગભગ એક કિલોમીટર દૂર એક મોટા મંચ પરથી બોલતા, કબીરે મુલાકાતી મૌલવીઓ સાથે ઔપચારિક રિબન કાપી ત્યારે હજારો સમર્થકોથી ભરેલા મેદાનમાં “નારા-એ-તકબીર, અલ્લાહુ અકબર” ના નારા ગુંજી ઉઠ્યા હતા કબીરે આ અગાઉ પત્રકારોને કહ્યું હતું હવે મમતાના દિવસો પુરા થાય છે અને આગામી વિધાનસભા ચૂંટણીમાં મમતા બેનર્જીને સત્તામાંથી ઉખેડી ફેંકી દઈશું.

આમ,હવે બાબરીનો મુદ્દો રાજકીય મુદ્દો બન્યો છે જે ખાસ કરીને બંગાળના રાજકારણમાં મોટો બદલાવ લાવી શકે છે તેવી વાતો રાજકીય પંડિતોમાં વહેતી થઈ છે ત્યારે આ મુદ્દા ઉપર વરિષ્ઠ પત્રકાર દિલીપભાઈ પટેલે વિસ્તૃત છણાવટ કરી છે જે અહી પ્રસ્તુત છે,જુઓ વિડીયો

આ પણ વાંચો:

The employee drank poison due to the SIR’s workload:મેરઠમાં સિંચાઈ વિભાગના BLO કર્મચારીએ SIR કામગીરીથી ત્રસ્ત થઈ ઝેર પી લીધુ!

Cylinder blast in Goa: ગોવાની નાઈટ ક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતાં 25 લોકોના મોત!

Babri Masjid: હુમાયુએ બંગાળમાં ‘બાબરી મસ્જિદ’નો પાયો નાખ્યો! ચેલેન્જ કરતા કહ્યું”કોઈ અહીંથી એક ઈંટ પણ ખસેડી નહીં શકે!”

Related Posts

Gujarat Liquor Prohibition: આપણે એટલા આત્મનિર્ભર તો થઈ ગયા કે હિન્દુસ્તાનને હરખાવા સિવાય અને ગુજરાતને ગૌરવ લેવા સિવાય છુટકો નથી!
  • August 29, 2026

Gujarat Liquor Prohibition: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગેરકાયદેસર દારૂના વેચાણ અને ઝેરી દારૂની ઘટનાઓ સતત સામે આવતી રહે છે. આ મુદ્દે ‘ધ ગુજરાત રિપોર્ટ’ના કાર્યક્રમમાં પત્રકાર મયુર જાની અને પૂર્વ…

Continue reading
Jamnagar Vavdi Farmers Protest: વાવડીમાં વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે ખેડૂતોનું આરપારનું યુદ્ધ!
  • August 21, 2026

Jamnagar Vavdi Farmers Protest: વાવડી વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે નવું યુદ્ધ વાવડી આંદોલન એ ગુજરાતના જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના વાવડી ગામે વીજ કંપનીની જોહુકમી અને ખેતરોમાંથી પસાર થતી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

R Veeramani, POCSO Case: ફરિયાદ અને વીડિયો હોવા છતાં કાર્યવાહી કેમ ન થઈ? વીરમણિ POCSO કેસમાં પોલીસની કામગીરી પર સવાલ

  • October 2, 2026
  • 2 views
R Veeramani, POCSO Case: ફરિયાદ અને વીડિયો હોવા છતાં કાર્યવાહી કેમ ન થઈ? વીરમણિ POCSO કેસમાં પોલીસની કામગીરી પર સવાલ

Mohan Yadav Land Deals: મોહન યાદવ પરિવારની જમીનમાં 4 વર્ષમાં મોટો વધારો? ઉજ્જૈનના જમીન સોદાઓ પર ઉઠ્યા સવાલ

  • October 2, 2026
  • 5 views
Mohan Yadav Land Deals: મોહન યાદવ પરિવારની જમીનમાં 4 વર્ષમાં મોટો વધારો? ઉજ્જૈનના જમીન સોદાઓ પર ઉઠ્યા સવાલ

Ken Betwa Project Protest: 19 દિવસથી ‘ચિતા આંદોલન’ છતાં ઉકેલ નહીં, પન્નામાં અમિત ભટનાગર સહિત અનેકની ધરપકડ

  • October 2, 2026
  • 6 views
Ken Betwa Project Protest: 19 દિવસથી ‘ચિતા આંદોલન’ છતાં ઉકેલ નહીં, પન્નામાં અમિત ભટનાગર સહિત અનેકની ધરપકડ

SC Great Nicobar Project: ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ પર સુપ્રીમ કોર્ટ પહોંચ્યું કેન્દ્ર, હાઇકોર્ટની સુનાવણી રોકવાની માંગથી સવાલ

  • October 2, 2026
  • 7 views
SC Great Nicobar Project: ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ પર સુપ્રીમ કોર્ટ પહોંચ્યું કેન્દ્ર, હાઇકોર્ટની સુનાવણી રોકવાની માંગથી સવાલ

SIR પર Murli Manohar Joshi ની ટિપ્પણી, ‘દરેક સરકાર સત્તામાં ટકી રહેવા માંગે છે’

  • October 2, 2026
  • 6 views
SIR પર Murli Manohar Joshi ની ટિપ્પણી, ‘દરેક સરકાર સત્તામાં ટકી રહેવા માંગે છે’

SIR Voter List Controversy: ‘સોફ્ટવેરનું પાલન કરવું કે કાયદાનું?’ SIR મામલે બોમ્બે હાઇકોર્ટના ચૂંટણી પંચને સવાલ

  • October 2, 2026
  • 8 views
SIR Voter List Controversy: ‘સોફ્ટવેરનું પાલન કરવું કે કાયદાનું?’ SIR મામલે બોમ્બે હાઇકોર્ટના ચૂંટણી પંચને સવાલ