
મહેશ ઓડ
Bageshwar Dham wall collapse: આજે સવારે(8 જૂન, 2025) મધ્ય પ્રદેશના છતરપુર જિલ્લામાં ગડા ગામમાં આવેલા બાગેશ્વર ધામમાં ધર્મશાળાની દિવાલ ધરાશાયી થતાં ઉત્તર પ્રદેશની એક મહિલા ભક્તનું મોત થયું છે અને 11 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. સ્થાનિક પોલીસ અને વહીવટીતંત્રે ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડ્યા છે અને આ મામલાની તપાસ શરૂ કરી છે. જોકે આવી ઘટનાઓની ભવિષ્યવાણી કરવામાં ધીરેન્દ્ર શાસ્ત્રી નિષ્ફળ જતાં ભક્તો નારાજ થયા છે.
ચીઠ્ઠી ખોલી ભવિષ્ય ભાખતા બાબાએ ઘરેથી લોકોને દર્શન કરવા કહી દીધુ
આ પહેલા 3 જુલાઈના રોજ ધામ પરિસરમાં મંડપ તૂટી પડતાં એક વૃદ્ધ વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જથી બાગેશ્વર ધાધમાં વારંવાર દુર્ઘટનાઓ સર્જાતાં ભોળા ભક્તોને પીઠાધીશેશ્વર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ ગુરુ પૂર્ણિમા પર ઘરેથી દર્શન કરવા કહી દીધુ છે. જોકે સવાલ એ છે કે તેઓ ચઠ્ઠીઓ ખોલી ખોલીને લોકોનું ભવિષ્ય કહે છે. પરંતુ પોતાના દરબાર જ તેમના ભક્તોના મોત થઈ રહ્યા છે. જેની તેઓ કોઈ ભવિષ્યવાણી કરી શકતાં નથી. દુર્ઘટનાની ભવિષ્યવાણી ન કરી શકતા ધીરેન્દ્ર શાસ્ત્રી લોકોને ઘરે રહીને દર્શન કરવા ચેતવણી આપી રહ્યા છે. કારણ કે તેઓ દુર્ઘટનાઓની ભવિષ્યવાણી કરી શકતાં નથી.
ધર્મ શાળામાં ઊંઘતાં લોકો પર દિવાલ પડી
ઈજાગ્રસ્તોના સંબંધીઓએ જણાવ્યું હતું કે તેઓ ધર્મશાળામાં સૂતા હતા ત્યારે અચાનક દિવાલ તેમના પર પડી ગઈ. અધિકારીઓએ જણાવ્યું હતું કે દિવાલ પડવાના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. ઘાયલોની હાલત હાલમાં સ્થિર છે અને તેમને શક્ય તેટલી સારવાર આપવામાં આવી રહી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે મૃતકોના પરિવારને સરકાર દ્વારા વળતર આપવામાં આવશે.
માથામાં લોખંડની એંગલ વાગતા ભક્તનું મોત
આ પહેલા ઘટના પૂર્વે 3 જુલાઈએ બાગેશ્વર ધામ પરિસરમાં એક દુ:ખદ ઘટના બની હતી. સવારે 7 વાગ્યે આરતી પછી બાગેશ્વર ધામ પરિસરમાં એક મંડપ તૂટી પડ્યો હતો. વરસાદથી બચવા માટે મંડપ નીચે ઉભેલા એક 50 વર્ષિય વૃદ્ધ ભક્તનું માથામાં લોખંડની એંગલ વાગતાં તેનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતુ. મૃતક શ્યામ લાલ કૌશલ ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લાના માનકાપુર ગામના રહેવાસી હતા. આ ઘટનામાં ભાગદોડમાં 8 લોકો ઘાયલ પણ થયા હતા.
હાલ બાઘેશ્વર ધામમાં સતત દુર્ઘટનાઓ બની રહી છે. બીજી તરફ લોકો કહી રહ્યા છે કે લોકોનું ચઠ્ઠા ખોલી ખોલીને ભવિષ્ય જોતાં ધીરેન્દ્ર શાસ્ત્રી આ ઘટનાઓની કેમ ભવિષ્યવાણી કરી શકતાં નથી. તેમના દરબાર જ ભક્તોના મોત થઈ રહ્યા છે. આ ઘટનાઓએ ધીરેન્દ્ર શાત્રીની પોલ ખોલી છે.
ધીરેન્દ્ર શાસ્ત્રીનો મોદી સાથે સબંધ

ધીરેન્દ્ર શાસ્ત્રી PM મોદીને ઓછામાં ઓછી એક વખત મળ્યા છે. 23 ફેબ્રુઆરી 2025ના રોજ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં બાગેશ્વર ધામની મુલાકાત લીધી હતી, જ્યાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ તેમનું સ્વાગત કર્યું હતું અને તેઓએ બાગેશ્વર ધામ બાલાજી મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. ધીરેન્દ્ર શાસ્ત્રીએ X પર પોસ્ટ કરીને આ મુલાકાતને “આધ્યાત્મિક” અને “ભાવનાત્મક” ગણાવી, જણાવ્યું કે મોદીએ તેમની માતાને દિલ્હીથી લાવેલું ઉપહાર આપ્યું.
1 જુલાઈ 2025ની એક X પોસ્ટમાં શાસ્ત્રીએ જણાવ્યું, “પીએમ મોદીનો પ્રિય હોવાનો અર્થ એ નથી કે હું કોઈ પાર્ટીનો છું,” જે સૂચવે છે કે તેઓ પોતાને રાજકીય પક્ષથી અલગ રાખવા માંગે છે, પરંતુ મોદી સાથેના સંબંધને સ્વીકારે છે.
ધીરેન્દ્ર શાસ્ત્રીના “ચમત્કારો” અને “દિવ્ય દરબાર” પર સવાલ ઉઠ્યા છે. જેથી તેમને સામે અનેક FIR નોંધાયેલી છે.

નાગપુર, મહારાષ્ટ્ર (જાન્યુઆરી 2023)
ધીરેન્દ્ર શાસ્ત્રી પર “અંધશ્રદ્ધા ફેલાવવા” અને “ચમત્કારો” દ્વારા લોકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ હતો. મહારાષ્ટ્ર સ્થિત ‘અખિલ ભારતીય અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ’ના શ્યામ મનાવે તેમની સામે ફરિયાદ નોંધાવી હતી, જેમાં શાસ્ત્રીના “દિવ્ય દરબાર”માં દર્શાવવામાં આવતી કથિત “માનસિકતા” (મેન્ટલિઝમ) ને પડકારવામાં આવ્યો હતો.
25 જાન્યુઆરી 2023ના રોજ, નાગપુર પોલીસે શાસ્ત્રીને ક્લીન ચિટ આપી, જણાવ્યું કે ફરિયાદમાં રજૂ કરાયેલા “પુરાવા”માં મહારાષ્ટ્ર અંધશ્રદ્ધા નિર્મૂલન અને બ્લેક મેજિક એક્ટ હેઠળ કોઈ કાર્યવાહીને આકર્ષતું કશું મળ્યું નથી.
ઉદયપુર, રાજસ્થાન (માર્ચ 2023)
23 માર્ચ 2023ના રોજ ઉદયપુરના ગાંધી ગ્રાઉન્ડ ખાતે “ધર્મ સભા”માં શાસ્ત્રીએ “હિન્દુ રાષ્ટ્ર”ની માંગ કરી અને કુંભલગઢ કિલ્લા પર “લીલા ઝંડા”ને બદલે “ભગવા ઝંડા” લગાવવાનું નિવેદન કર્યું, જેને ભડકાઉ ગણવામાં આવ્યું. આ નિવેદનથી સમુદાયો વચ્ચે વિવાદ વધ્યો, અને કેટલાક યુવાનોએ કિલ્લા પર હંગામો મચાવ્યો. ઉદયપુરના હાથીપોલ પોલીસ સ્ટેશન અને રાજસમંદ જિલ્લાના કેલવાડા પોલીસ સ્ટેશનમાં શાસ્ત્રી સામે ધાર્મિક લાગણીઓ દુભાવવાના આરોપ હેઠળ FIR નોંધાઈ હતી. શાસ્ત્રીની લીગલ ટીમે આ FIRને “રાજકીય રીતે પ્રેરિત” ગણાવી અને તેનો વિરોધ કર્યો છે.
મુંબઈમાં (એપ્રિલ 2023) સાંઈ બાબા અંગે ખોટી ટીપ્પણી કરી હતી
ધીરેન્દ્ર શાસ્ત્રીએ સાંઈ બાબા વિશે નિવેદન કર્યું કે “સાઈ બાબા ભગવાન નથી, પરંતુ સંત કે ફકીર હોઈ શકે છે,” જેને સાઈ બાબાના ભક્તોની લાગણીઓને ઠેસ પહોંચાડનારું ગણવામાં આવ્યું. શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના યુવા સેના સભ્ય રાહુલ કનાલે આ નિવેદનને “ધાર્મિક શાંતિ ભંગ કરનારું” ગણાવ્યું હતુ. જેથી મુંબઈમાં IPCની કલમ 153-A (સમુદાયો વચ્ચે દુશ્મનાવટ ફેલાવવી) અને અન્ય કલમો હેઠળ FIR નોંધી હતી.
આ ફરિયાદ અંગે શાસ્ત્રીએ દાવો કર્યો કે તેમનું નિવેદન સનાતન ધર્મના શંકરાચાર્યના મંતવ્યો પર આધારિત હતું, અને તેમણે કોઈની લાગણી દુભાવવાનો ઈરાદો નહોતો. આ નિવેદનની ટીકા ઉદ્ધવ ઠાકરે, અસદુદ્દીન ઓવૈસી, અને BJP નેતા રાધાકૃષ્ણ વિખે પાટીલે પણ કરી હતી.
કટની, મધ્ય પ્રદેશ (સપ્ટેમ્બર 2023)
ધીરેન્દ્ર શાસ્ત્રીના કોઈ વિવાદાસ્પદ નિવેદન અથવા પ્રવૃત્તિને લઈને કટની જિલ્લામાં FIR નોંધવાની માંગ કરવામાં આવી હતી. જોકે, આ ઘટના વિશે સ્પષ્ટ વિગતો ઉપલબ્ધ નથી, અને શું FIR નોંધાઈ તે અંગે પુષ્ટિ નથી. જોકે વિવાદ તો થયો હતો.
આ પણ વાંચોઃ
Census: તમે તમારી જાતે જ વસ્તી ગણતરી કરો, સરકાર બનાવી આપશે એપ
Bihar: એક જ પરિવારના 5 સભ્યોને જીવતા ધીકાવી દીધા, જાણો શું છે સમગ્ર ઘટના
રાહુલ ગાંધી અંગે ફેક ન્યૂઝ ફેલાવનાર માત્ર બે શખ્સો સામે FIR, જાણો શું છે સમગ્ર મામલો
Bihar Election: ભાજપની ગંદી રાજનીતી! રાહુલ ગાંધીનો પેડ પર લગાવેલો ફોટો વાયરલ કર્યો, પછી ડિલિટ કર્યો
Amit Shah: અમિત શાહને ગુજરાતના લોકો કેમ ધિક્કારે છે?
Bomb Threat: વેરાવળ કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી, મચ્યો હડકંપ
10 કરોડના બલુનનો હિસાબ હજુ નરેન્દ્ર મોદીએ આપ્યો નથી!, જાણો વધુ | Balloon









