Banas Dairy: આજકાલ બનાવટી દૂધ અને તેની બનાવટમાં મોટા પાયે ભેળસેળ તેમજ ડેરીઓના મોટા કૌભાંડ સામે આવી રહયા છે ત્યારે બનાસ ડેરીમાં 121 કરોડ રૂપિયાના કૌભાંડનો આરોપ અસારાના રમેશભાઈ રાજપૂત દ્વારા લગાવવામાં આવ્યો છે જેઓ છેલ્લા 19 દિવસથી પાલનપુરના વાવ ચાર રસ્તા ઉપર ઉપવાસ આંદોલન કરી રહયા છે.રમેશભાઈ રાજપૂત દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે તેને લઈને જિલ્લામાં ચર્ચા જાગી છે.
અગાઉ પણ બનાસ ડેરીમાં ટેન્કરમાંથી દૂધ ચોરી અને પાણીવાળું દૂધ ભરાવી ઊંચા ફેટ મેળવવાના ૨૦ લાખના દંડવાળા કૌભાંડો પકડાઈ ચુક્યા હોવાની વાતો પણ ચર્ચામાં રહી છે.આ અંગેની કોઈ પણ સત્તાવાર તપાસ કે પોલીસ ફરિયાદની માહિતી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી પણ આ ચર્ચા ભારે ચાલી છે ત્યારેરમેશભાઈ રાજપૂતે The Gujarat Reportના સિનિયર પત્રકાર દિલીપ પટેલ સાથેની વાતચીતમાં આખી ઘટના જણાવી હતી અને તેઓને ડેરીના મોટા કૌભાંડ અંગે ચોંકાવનારી વાત જણાવી હતી જે અત્રે પ્રસ્તુત છે.
આ પણ વાંચો:
Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા



