
Himmatnagar: બનાસકાંઠા જિલ્લાના વડું મથક હિંમતનગરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક આર્મી જવાન અને ટ્રાફિક પોલીસકર્મીઓ વચ્ચે કારના કાળા કાચ ઉતારવાને લઈને ઝપાઝપી અને મારામારીની ઘટના બની હતી. આ ઘટના બાદ આર્મી જવાનની ધરપકડ કરવામાં આવી છે, અને તેની વિરુદ્ધ હિંમતનગર A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ગુંડા અને બૂટલેગરને છાવરતી પોલીસે આર્મી જવાનને માર માર્યા બાદ સમગ્ર રાજ્યમાં રોષ ફાટ્યો છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેના કારણે વિવાદ વધુ ઘેરો બન્યો છે. બીજી તરફ, નિવૃત્ત આર્મી જવાનોએ પોલીસકર્મીઓ વિરુદ્ધ FIR નોંધવાની માંગ સાથે DYSPને મળીને પોતાનો રોષ વ્યક્ત કર્યો છે.
સમગ્ર ઘટના
@BhupendraPatel Hon. CM, Jai Hind! Active serviceman Yashpalsinh Zala from Poir, Talod, was assaulted by Himmatnagar police over a checking dispute & detained in A-Div jail. This is unjust! an army man faces brutality. Urge strict action against involved pic.twitter.com/Ieat22aMEH
— Manan S. Bhatt (@mananbhattnavy) September 4, 2025
આ ઘટના 3 સપ્ટેમ્બર, 2025ના રોજ હિંમતનગર-મોતીપુરા બાયપાસ રોડ પર બની હતી. આરોપી, 28 વર્ષીય યશપાલસિંહ પોપટસિંહ ઝાલા, જે તલોદ તાલુકાના પોયડા ગામનો રહેવાસી અને આર્મીમાં સેવા આપે છે, તે પોતાની અલ્ટો કાર (નંબર: GJ-03-WB-1923) લઈને નીકળ્યો હતો. આ કારના કાચ પર કાળી ફિલ્મ (બ્લેક ફિલ્મ) લગાવેલી હતી, જે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન ગણાય છે. હિંમતનગર સિટી ટ્રાફિક શાખાના પોલીસકર્મીઓએ તેની કારને રોકી અને કાળા કાચની પરમિટ, ડ્રાઇવિંગ લાયસન્સ તથા ગાડીના ડોક્યુમેન્ટ્સ માંગ્યા હતા.
ફરિયાદ મુજબ યશપાલસિંહે પોલીસને જણાવ્યું કે તેની પાસે ડોક્યુમેન્ટ્સ નથી અને તે કેન્દ્ર સરકારની આર્મીમાં સેવા આપે છે. તેણે એમ પણ કહ્યું કે તેના માસા પોલીસમાં છે અને કાળી ફિલ્મ નહીં ઉતરે. આરોપ છે કે આ વાતચીત દરમિયાન યશપાલસિંહે પોલીસકર્મીઓ સાથે ઉગ્ર બોલાચાલી કરી, અપશબ્દો બોલ્યા અને ઝપાઝપી શરૂ કરી, જે બાદ મારામારીની ઘટના બની. આ ઘટનામાં પોલીસકર્મી હિતેન્દ્રસિંહની વર્દીના બે બટન, નેમ પ્લેટ અને વ્હીસલ ગાર્ડ તૂટી ગયા, તેમજ તેમના ગળાના ભાગે ઈજાઓ થઈ. અન્ય પોલીસકર્મી દક્ષરાજસિંહને પણ મોઢાના ભાગે ઈજાઓ પહોંચી. આ સમગ્ર ઘટના ઘટનાસ્થળે હાજર પોલીસકર્મીના બોડીવોર્ન કેમેરામાં રેકોર્ડ થઈ છે, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
પોલીસની કાર્યવાહી
ઘટના બાદ હિંમતનગર A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મી હિતેન્દ્રસિંહે યશપાલસિંહ પોપટસિંહ ઝાલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આરોપીની ધરપકડ કરવામાં આવી અને તેને હિંમતનગરની ચીફ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઈને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. જો કે આરોપી પોલીસ વિરુધ્ધ કોઈ કાર્યવાહી ના કરવામાં આવતાં સવાલો ઉભા થયા છે.
નિવૃત્ત આર્મી જવાનોનો વિરોધ
આ ઘટનાને પગલે ગુજરાત માજી સૈનિક સંગઠનના પ્રમુખ જીતેન્દ્ર નિમાવતની આગેવાનીમાં નિવૃત્ત આર્મી જવાનોએ હિંમતનગરમાં DYSPને મળીને પોતાનો રોષ વ્યક્ત કર્યો. તેમણે આરોપ લગાવ્યો કે પોલીસે આર્મી જવાનને બંધ બારણે માર માર્યો છે, અને આ ઘટનાના CCTV ફૂટેજની માંગ કરી. જીતેન્દ્ર નિમાવતે જણાવ્યું, “આ નાની બાબતે આર્મી જવાનને માર મારવામાં આવ્યો છે. અમે માંગ કરીએ છીએ કે આ ઘટનામાં જવાબદાર પોલીસકર્મીઓ વિરુદ્ધ સાંજ સુધીમાં FIR નોંધાય. જો આવું નહીં થાય, તો ગુજરાતના તમામ માજી સૈનિકો પરિવાર સાથે હિંમતનગર આવશે અને આગળની કોઈપણ ઘટના માટે પોલીસ અને પ્રશાસન જવાબદાર રહેશે.”
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ સ્થાનિક લોકો અને નિવૃત્ત સૈનિકોમાં રોષ ફેલાયો છે. એક તરફ પોલીસ દ્વારા આર્મી જવાન પર થયેલી કાર્યવાહીને નિયમોનું પાલન કરાવવાનો ભાગ ગણાવવામાં આવે છે, તો બીજી તરફ નિવૃત્ત સૈનિકોનું કહેવું છે કે આર્મી જવાન સાથે અન્યાય થયો છે. આ ઘટનાએ સ્થાનિક સમુદાયમાં ચર્ચાનો વિષય બની ગયો છે.
આ પણ વાંચો:
UP: જવાન પર હુમલો કર્યા બાદ ટોલ પ્લાઝા પર લોકો તૂટી પડ્યા, જુઓ કેવા થયા હાલ
Surat: માતાએ પુત્રને 13મા માળેથી ફેંકી દીધો પછી પોતે લગાવી છલાંગ, હચમચાવી નાખતો કિસ્સો
Anklav: પોલીસે કંઈક કાનમાં કહ્યું, સીધા ચાલતાં આરોપી અજય પઢિયારે લંગડાવાનું નાટક કર્યું!
ચીનની પરેડમાં પાકિસ્તાન મહેમાન, મોદીને આમંત્રણ ના મળ્યું એટલે રોયાં? | China Military Parade