
Banaskantha Crime: બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરના બાદરપુરા વિસ્તારમાં ઘરેલું હિંસાનો એક ગંભીર અને ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે, જેણે સ્થાનિક સમુદાયમાં ચર્ચાનો વિષય બની ગયો છે. આ ઘટનામાં મોહમદ જુણકીયા નામના એક વ્યક્તિએ તેની પૂર્વ પત્ની મકરુદાના હાલના પતિ મોહમદ હુસેન અને તેમના ભાઈ પર છરી લઈને હુમલો કરવાનો પ્રયાસ કર્યો હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેના કારણે આ મામલો હવે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
આ ઘટનાનું મૂળ કારણ મકરુદા જુણકીયા અને મોહમદ હુસેનના લગ્ન છે. માહિતી અનુસાર મકરુદાએ મોહમદ જુણકીયા સાથે અગાઉ લગ્ન કર્યા હતા, પરંતુ કોઈ કારણોસર તેમણે છૂટાછેડા લઈ લીધા હતા. ત્યારબાદ મકરુદાએ મોહમદ હુસેન સાથે લગ્ન કર્યા. આ નવા લગ્નજીવનથી ક્રોધિત થઈને મોહમદ જુણકીયાએ આ હિંસક વર્તન આચર્યું હોવાનું જણાય છે.
મળતી જાણકારી અનુસાર નાનો એક વીડિયો, જેમાં મોહમદ જુણકીયા હાથમાં છરી લઈને મોહમદ હુસેન અને તેમના ભાઈને મારવા દોડતો જોવા મળે છે, તે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે. આ વીડિયોમાં જોવા મળે છે કે આરોપી હિંસક રીતે ધમકીઓ આપી રહ્યો છે, જેના કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. આ ઘટનાએ ન માત્ર પીડિત પરિવારને, પરંતુ આખા વિસ્તારના રહેવાસીઓને ચોંકાવી દીધા છે.
પીડિતની ફરિયાદ અને પોલીસની નિષ્ક્રિયતા
પીડિત મોહમદ હુસેને આ બનાવ અંગે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમનું કહેવું છે કે, “હું વર્ષ 2023થી સતત હેરાનગતિનો ભોગ બની રહ્યો છું. મને અને મારા પરિવારને વારંવાર મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. આ બાબતે મેં ગઢ પોલીસ સ્ટેશનમાં અનેકવાર અરજીઓ કરી છે, પરંતુ પોલીસે હજુ સુધી કોઈ કાર્યવાહી કરી નથી.” તેમણે વધુમાં જણાવ્યું કે મેં વારંવાર પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે, પરંતુ FIR નોંધવામાં આવી નથી. સાથે જ વધુમાં આક્ષેપ કરતાં કહ્યું કે આરોપી મોહમદ જુણકીયા ધમકીઓ આપે છે કે જેલમાં જઈશ, છૂટીને આવી તમને મારી નાખીશ, મારી પત્ની સાથે લગ્ન તેમ કર્યા. કહી વારંવાર હુમલા કરી રહ્યો છે.
કલેક્ટર કચેરીમાં રજૂઆત
આ ઘટનાને પગલે પીડિત પરિવારે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પણ રજૂઆત કરી છે. તેમણે આરોપી મોહમદ જુણકીયા સામે કડક કાનૂની કાર્યવાહીની માગણી કરી છે, સાથે જ પોલીસની નિષ્ક્રિયતા પર પણ સવાલ ઉઠાવ્યા છે. પીડિત પરિવારનું કહેવું છે કે આવી હિંસક ઘટનાઓથી તેમનું જીવન જોખમમાં છે, અને તેઓને તાત્કાલિક સુરક્ષાની જરૂર છે.
આ વાયરલ વીડિયોના કારણે સ્થાનિક સમુદાયમાં ભારે ચર્ચા જાગી છે. લોકો આવી હિંસક ઘટનાઓ સામે કડક પગલાંની માગણી કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ પોલીસની નિષ્ક્રિયતા પર સવાલ ઉઠાવ્યા છે અને પીડિત પરિવારને ન્યાય મળે તે માટે સમર્થન વ્યક્ત કર્યું છે. આ ઉપરાંત, આ ઘટનાએ ઘરેલું હિંસા અને સ્ત્રીઓની સુરક્ષા જેવા મહત્વના મુદ્દાઓ પર પણ ચર્ચા શરૂ કરી છે.પોલીસ અને વહીવટનું વલણઆ મામલે હજુ સુધી ગઢ પોલીસ સ્ટેશન કે જિલ્લા વહીવટ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. જોકે, વાયરલ વીડિયો અને પીડિત પરિવારની રજૂઆતને ધ્યાને લઈને પોલીસ પર કાર્યવાહીનું દબાણ વધી રહ્યું છે.
પણ વાંચો:
Sabarkantha: તલોદમાં સર્વિસ રોડ ઉપર મસમોટા ભૂવા પડ્યા, લોકોમાં અકસ્માતનો ભય
Banda: ગર્ભપાતની દવા ન લઈ આપતાં પત્નીનો આપઘાત, પરિવારે હત્યાનો આરોપ લગાવ્યો, જાણો ચોકાવનારો કિસ્સો
UP Crime: ભૂવાને ઘરમાં લાવતાં પહેલા વિચાર જો, વિધિના નામે નવપરણિતાને પીંખી નાખી, વાંચો વધુ
UP Police: બિચારા પોલીસકર્મીઓને કાવડિયાઓ માટે ખાવાનો બંદોબસ્ત કરવો પડ્યો!








