
ગઈ રાત્રે અમદાવાદ જીલ્લના બાવળા-બગોદરા હાઇવે પર ભીમસરા ગામ પાસે ભયંકર અકસ્માત સર્જાયો હતો. બગોદરાથી બાવળા તરફ જતા કાપડા ભરેલા ટ્રકનું ટાયર ફાટતાં અન્ય ટ્રક સાથે અથડાઈ હતી. આ ઘટનામાં કુલ 4 ભારે વાહનો અથડાતા મોટો અકસ્માત થયો હતો. બે ટ્રક અથડાતાં આગ ભભૂકી ઉઠી હતી. જે ત્રણથી વધુ વાહનોમાં પ્રસરી ગઈ હતી. આ આગ એટલી ભયંકર હતી કે રોડ પર આગના ગોટેગોટા ઉડ્યા હતા. અકસ્માત અને આગની ઘટનામાં એક ટ્રકમાં સવાર 2 લોકોના મોત થયા છે. જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં હોસ્પિટલમાં ખસેડાયા છે.
બાવળા અને બગોદરાની વચ્ચે ભામસરા ગામ પાસે આ અકસ્માત સર્જાયો હતો. બગોદરાથી અમદાવાદ તરફ જતી કાપડ ભરેલી ટ્રકનું ટાયર ફાટતાં અન્ય ટ્રક સાથે અથડાઈ હતી. આ ઘટનામાં કુલ 4 ભારે વાહનો અથડાતા મોટો અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યોહતો. સાથે જ પોલીસે ટ્રાફિકજામ હળવો કર્યો હતો. આ ઘટનામાં 2 લોકોના મોત અને 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.







