
Bharuch Crime: ભરૂચના અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામની સીમાં આવેલા શેરડીના ખેતરમાંથી માનવ કંકાલ મળી આવતાં લોકો ભયભીત થઈ ગયા છે. આ કંકાલ પુરુષનું હોવાનું કહેવાઈ રહ્યું છે. ઘટનાની જાણ થતા જ ઉચ્ચ પોલીસકર્મીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે શેરડીના પાકને કાપતાં પહેલા તેને સળગાવવામાં આવે છે. ત્યાર બાદ શેરડી કાપમાં આવે છે. ત્યારે અનુમાન લાગાવાઈ રહ્યું છે કે શેરડી સળગાવતી વખતે આ ઘટના ઘટી હશે.
અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામમાં શેરડીના ખેતરમાંથી માનવ કંકાલ મળી ગ્રામજનોમાં અચરજમાં મૂકાઈ ગયા છે. આ ઘટના બાકરોલ ગામની સીમમાં આવેલા અંબુભાઈ પટેલના ખેતરમાં બની હોવાનું જાણવા મળી રહ્યું છે.
આજે સવારે શેરડીની કાપણી માટે ખેતરમાં આગ લગાડવામાં આવી હતી. તે દરમિયાન શ્રમિકોને માનવ કંકાલ દેખાયું હતું. આ કંકાલ બળેલી હાલતમાં મળી આવ્યું હતુ. શ્રમિકોએ તરત જ ખેતર માલિકને જાણ કરી હતી. જે બાદ પોલીસ અને સરપંચને જાણ કરતાં જ તપાસ હાથ ધરવમાં આવી હતી. ત્યારબાદ પોલીસે કંકાલનો કબજો લઈ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અને FSL અર્થે ખસેડ્યું હતુ.
પોલીસે હાલ તપાસ હાથ ધરી છે કે શેરડીની કાપણીમાં આગ લગાવાતી વખતે અજાણથી આ ઘટના ઘટી છે કે પછી હત્યા કરવામાં આવી છે?, હજુ સુધી માનવ કંકાલ મળવા મુદ્દે ચોક્કસ કારણ બહાર આવ્યું નથી.
આ પણ વાંચોઃ વિક્રમ ઠાકોર ખૂબ નારાજ થયા બાદ સરકારે અંતે શું જવાબ આપ્યો? |Vikram Thakor Controversy
આ પણ વાંચોઃ વસ્ત્રાલકાંડમાં અમદાવાદ પોલીસે કરી ગંભીર બેદરકારી; સાહેબ… ‘ઉતાવળે આંબા ન પાકે’
આ પણ વાંચોઃ UP News: હત્યારા પ્રેમી યુગલને કોર્ટ પરિસરમાં વકીલોએ માર માર્યો, પતિની હત્યાનો કોઈ પશ્ચાતપ નહીં, જુઓ VIDEO
આ પણ વાંચોઃ divorce: ચહલ અને ધનશ્રીના છૂટાછેડા, ટૂંકા ગાળામાં લગ્નસંબંધનો અંત, કોર્ટે આપી મંજૂરી