
Bharuch: ભરુચ જીલ્લામાં એક શખ્સે આદિવાસી મહિલાઓ અંગે અભદ્ર ટીપ્પણી કરતાં આદિવાસી સમાજમાં રોષ ફાટ્યો છે. જેથી આજે 21 ફેબ્રુઆરી મોટી સંખ્યામાં આદિવાસી સમાજ હાથોમાં તીર-કામઠાં લઈને રેલી યોજી હતી. સાથે જ ભરુચ કલેક્ટર અને એસપીને આવેદનપત્ર પાઠવી અભદ્ર ટીપ્પણી કરનાર યુવક વિરુદ્ધ કડકમાં કડક પગલાં લેવા માગ કરી હતી.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ખરચી ગામેથી વસાવા આદિવાસી સમાજનો યુવાન ભરૂચના નિકોરા ખાતે હેલિકોપ્ટરમાં જાન લઈને લગ્ન કરવા ગયો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. જેને લઈને લાલાભાઇ નામના યુવકે આદિવાસી સમાજની યુવતીઓ, માતા બહેનો પર અભદ્ર અને તુચ્છ ટિપ્પણી કરી હતી. જેથી આદિવાસી સમાજના લોકોમાં ભારે આક્રોશ ફેલાયો હતો. આજે આદિવાસી સમાજે હાથમાં તીર કામઠા સાથે રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચી ભારે સુત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. એસપીને પણ રજૂઆ કરવામાં આવી છે. આ વિરોધમાં આદિવાસી નેતા અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા, દિલીપ વસાવા સહિત સમાજના આગેવાનો જોડાયા હતા.
આદિવાસી સમાજ જંગલમાંથી છલાંગ મારશે પછી…
રજૂઆતમાં આદિવાસી નેતા મહેશ વસાવાએ ચેતવણી આપતા કહ્યું છે કે, આદિવાસી સમાજ અમારો ટાઇગર છે, જે ક્યારે જંગલમાંથી છલાંગ મારશે એ ખબર નહીં પડે એટલે આ મામલે જલદી તપાસ કરવામાં આવે.
આ પણ વાંચોઃ ગુજરાતના તમામ વિજગ્રાહકોને સ્માર્ટ મીટર લગાવવું ફરજિયાત; ઊર્જા મંત્રીએ વિધાનસભામાં આપી માહિતી
આ પણ વાંચોઃ Arrest Warrant: ભાજપ ધારાસભ્ય સી.જે ચાવડાની થઈ શકે છે ધરપકડ? જુઓ શું કહ્યું?
આ પણ વાંચોઃ World Mother Language Day: પાકિસ્તાનમાં ગુજરાતી ભાષા બચાવવા માટે અભિયાન, આજે સાંજે કાર્યક્રમ