
Bhavnagar: ભાવનગર રેલવે ડિવિઝનમાં ભ્રષ્ટાચારનો મોટો કેસ સામે આવ્યો છે. એસીબીએ રેલવેના ડીઆરએમ કચેરી ખાતે ફરજ બજાવતા વર્ગ-2ના આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિક એન્જિનિયર ટિપ્પે સ્વામી લક્કામા દાસરને રૂ. 65,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધો છે. આ કાર્યવાહી અમદાવાદ એસીબીના ફિલ્ડ ત્રણના ઓફિસર એસ. એન. બારોટના નેતૃત્વમાં હાથ ધરવામાં આવી હતી.
રેલવેનો એન્જિનિયર લાંચ લેતા ઝડપાયો
આ કેસની વિગતો અનુસાર, ટિપ્પે સ્વામીએ એક ઇલેક્ટ્રિક કોન્ટ્રાક્ટર પાસેથી રૂ. 10 લાખના રનિંગ બિલોની મંજૂરી માટે 4 ટકા અને અન્ય એક વર્ક ઓર્ડર માટે 0.5 ટકાના હિસાબે કુલ રૂ. 65,000ની લાંચની માંગણી કરી હતી. આ લાંચની રકમ ચૂકવવા ન માંગતા હોવાથી, કોન્ટ્રાક્ટરે એસીબીનો સંપર્ક સાધ્યો અને ફરિયાદ નોંધાવી. ફરિયાદના આધારે એસીબીએ ઝીણવટભરી યોજના ઘડી અને ડીઆરએમ કચેરી ખાતે ટ્રેપ ગોઠવી. આ ટ્રેપ દરમિયાન, ટિપ્પે સ્વામી લાંચની રકમ સ્વીકારતા જ રંગે હાથ ઝડપાઈ ગયો. એસીબીએ આરોપી પાસેથી લાંચની સંપૂર્ણ રકમ રૂ. 65,000 જપ્ત કરી લીધી છે.
રેલવે વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચારનો પર્દાફાશ
આ ઘટનાએ રેલવે વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો છે. એસીબીના અધિકારીઓએ જણાવ્યું કે આવા કેસો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ગુજરાત એસીબીએ લોકોને ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવા અને લાંચની માંગણીની ફરિયાદ કરવા માટે ટોલ-ફ્રી નંબર 1064 પર સંપર્ક કરવા અપીલ કરી છે.
અહેવાલ: નિતીન ગોહેલ
આ પણ વાંચોઃ
Bangladesh Airforce Plane Crash: સેનાનું વિમાન ક્રેશ શાળામાં ઘુસી ગયું, અનેકના મોતની આશંકા
MP Devusinh Chauhan બારેજા મેલડી ભૂવાના વખાણ કરવામાં ભૂલ્યા ભાન, હિંદુ સનાતન વેદોની કરી ટીકા
ગોપાલ ઈટાલિયાને પડકાર આપનાર Kanti Amrutiya આફતમાં, ભાજપના જ નેતાએ ધારાસભ્ય સામે ખોલ્યો મોરચો