
Bhavnagar News: ભાવગનગર મહાનગરપાલિકાના ડ્રેનેજ વિભાગમાં ફરજ બજાવતા નાયબ કાર્યપાલક ઈજનેર ઈશ્વર રાઠવાને કેફી પીણું પીધેલી હાલતમાં ઝડપાઈ જતાં ભારે ઉહાપોહ મચી ગયો છે. ઘોઘા રોડ પોલીસ સ્ટેશનની ટીમે તેમની કરી અટકાયત કરી છે અને વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે. આ બનાવથી મહાનગરપાલિકાના પરિસરમાં ચર્ચાનો માહોલ જેવો થઈ ગયો છે, જ્યાં કર્મચારીઓ અને અધિકારીઓ વચ્ચે આ વિષય પર વિવિધ પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે.
જ્યારે ઈશ્વર રાઠવા મહાનગરપાલિકાના પરિસરમાં પોતાની ફરજ પર હાજર હતા. સૂત્રો અનુસાર, તેઓ ડ્રેનેજ વિભાગના કાર્યોની ચર્ચા કરવા માટે બેઠકમાં હાજર થયા હતા, પરંતુ તેમની હાલત જોઈ વિભાગીય અધિકારીઓને શંકા થઈ. તુરંત જ તેમને અલગ જગ્યાએ લઈ જઈને તપાસ કરવામાં આવી, જેમાં તેમના શરીરમાંથી કેફી પીણાની ગંધ આવી અને તેઓ ચાલવામાં અને બોલવામાં અસ્થિર દેખાતા હતા. આ વાત જાણવા મળતાં જ મહાનગરપાલિકાના વડીલ અધિકારીઓએ તુરંત ઘોઘારોડ પોલીસને જાણ કરી, જેના પગલે પોલીસ ટીમ પહોંચી અને રાઠવાને અટકાયતમાં લઈ લીધા.
ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં ઈશ્વર રાઠવા વિરુદ્ધ ગુજરાત પ્રોહીબિશન એક્ટની કલમ 114(1)(એ) હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે. તેમને પ્રાથમિક તપાસ માટે પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા છે.” પોલીસે વધુમાં જણાવ્યું કે, રાઠવાના રક્ત નમૂનાની તપાસ કરાવવામાં આવશે અને જો જરૂરી હોય તો વધુ કાર્યવાહી કરવામાં આવશે. મહાનગરપાલિકાના પરિસરમાં આ બનાવથી એક તરફ વિસ્મય અને બીજી તરફ ચિંતાનો માહોલ જેવો થઈ ગયો છે.
આ પણ વાંચો:
Bhavnagar: ભાવનગરના વિકાસના હજારો કરોડ ક્યાં ગયા? નરેન્દ્ર મોદી આપશે હિસાબ?
Bomb Blast: પાકિસ્તાનમાં બોમ્બ બ્લાસ્ટ પછી ગોળીઓ છૂટી, 10 લોકોના મોત, આખરે શું થઈ રહ્યું છે?
UP: સ્કૂલમાં ભણતી પુત્રીને બોયફ્રેન્ડ સાથે રેસ્ટોરન્ટમાં પિતા જોઈ ગયા, બંનેને ગોળી મારી દેતા….








