
ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં વરસાદને કારણે ખેડૂતોનાં શાક, બકાલા અને જણસીને નુકસાન
Bhavnagar News | ભાવનગરનું માર્કેટિંગ યાર્ડ છે જ્યાં એક બે કે ત્રણ વર્ષ થી નહિ 25 વર્ષ થી ખુલ્લામાં શાકભાજીનું હરરાજી નું કામ થાય છે. વરસાદ ચાલુ હોય ત્યારે અનેકવાર શાકભાજીનાં કમિશન એજન્ટ અને ખેડૂતભાઈઓ વરસાદમાં હેરાન થવું પડતું હોય છે. વરસાદમાં કેટલી જણસીઓ બગડે છે ને કેટલી પાણી માં તણાય જાય છે ખેડૂતો દયનીય સ્થિતિ માં ધંધો કરે છે
છતાં આજદિન સુધી માર્કેટિંગ યાર્ડમાં યોગ્ય સુવિધાઓ પુરી પાડવામાં આવી નથી અને ખેડતો અને વેપારીઓ જેના લીધે હાલાકીઓનો સામનો કરી રહ્યા છે. ત્યારે સવાલ એ છે કે અહીં યાર્ડમાં ખેડૂતઓનો માલ બગડે તેનું જવાબદાર કોણ?
પાલીતાણામાં સ્કેટિંગ રાસ ગરબાનું આયોજન કરાયું
Bhavnagar News | માઁ આદ્યશક્તિની નવલી નવરાત્રીમાં આમ તો લોકો દ્વારા અલગ-અલગ ગ્રુપ તેમજ ખેલૈયાઓ અલગ-અલગ સ્ટેપનાં માધ્યમથી રાસ ગરબા રમવામાં આવતા હોય છે અને લોકો નવરાત્રીની રાસ ગરબામાં મજા માણતા હોય છે. ત્યારે આ વર્ષે પાલીતાણામાં જય સ્કેટિંગ દ્વારા નાના-નાના ભૂલકાઓને સ્કેટિંગ રાસ ગરબા શીખવવામાં આવી રહ્યા છે અને બાળકો સ્કેટિંગ પહેરીને અલગ ક્રેઝમાં રાસ ગરબાનો આણંદ માણતા જોવા મળી રહ્યા છે
ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે આવેલ સદવિચાર હોસ્પિટલ પાસે જય સ્કેટિંગ ક્લાસ દ્વારા રાસ ગરબા નું આયોજન કરાયું છે જેમાં 50 થી વધુ બાળકો સ્કેટિંગ પહેરીને રાસ ગરબા રમી રહ્યા છે અને આ અલગ પ્રકારની એકદમ નવી શૈલીમાં રાસ ગરબા રમતા બાળકોને જોવા માટે મોટી સંખ્યામાં વાલીઓ પણ ઉપસ્થિત રહે છે અને દરેક વાલીઓમાં ખુશીનો માહોલ છે કે પોતાનું બાળક સ્કેટિંગ પહેરીને આવું ટેલેન્ટ બતાવી રહ્યું છે.
ભાવનગર જિલ્લામાં વરસાદથી કપાસ મગફળીના પાકને ભારે નુકસાન
Bhavnagar News | ભાવનગર શહેર અને સમગ્ર જિલ્લામાં આજે રવિવારે સવારથી જ વરસાદ શરૂ થયો હતો. સાંજના છ સુધીમાં જિલ્લામાં અડધાથી બે વરસાદ પડી ગયો છે. ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદથી કપાસ, મગફળીના પાકને ભારે નુકસાન થયું છે. મહુવામાં બે ઇંચ, સિહોર, ઘોઘા ,ગારીયાધાર અને ભાવનગર શહેરમાં એક એક ઇંચ વરસાદ પડ્યો છે.
ભાવનગર શહેરમાં આજે સવારથી જ ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. જોકે બપોરે ધોધમાર વરસાદ પડ્યો હતો. સાંજ સુધીમાં શહેરમાં એક ઇંચ વરસાદ પડી ગયો હતો. શહેરો ઉપરાંત ગ્રામ્ય પંથકમાં પણ દિવસભર વરસાદ પડ્યો છે. જિલ્લાના મહુવામાં અને જેસર પંથકમાં ભારે વરસાદથી કપાસ મગફળી ના પાકને ભારે નુકસાન થયું છે. ખેડૂતો અને ખેત મજૂરોને ભારે નુકસાની થવા પામી છે.
આજે રવિવારે ભાવનગર શહેરમાં સવારથી સાંજના 6 વાગ્યા સુધીમાં વલભીપુરમાં 8, ઉમરાળા 11, ભાવનગર શહેર 22, ઘોઘા 25, સિહોર 29, ગારીયાધાર 20, પાલીતાણા 17, તળાજા 10, મહુવા 45 અને જેસરમાં 17 મી.મી. વરસાદ નોંધાયો છે.
આજે ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન 7 ડિગ્રી ઘટીને 29.5 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે આજનું લઘુતમ તાપમાન 25.9 ડિગ્રી રહેવા પામ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 98% રહ્યું હતું. જ્યારે પવનની ઝડપ 10 કી.મી. પ્રતિ કલાકની રહી હતી.
વડોદરામાં ફરજ બજાવતાં ભાવનગરના જવાનું હાર્ટ એટેકથી મોત

Bhavnagar News | વડોદરા આર્મી ના NDRF માં ફરજ બજાવતા જવાન નું અવસાન આર્મી ના NDRF માં ફરજ બજાવતા ભટ્ટ પરેશભાઈ મનસુખભાઇ નામના જવાન નું થયું અવસાન ચાલુ ફરજ એ હાર્ટ એટેક આવતા નીપજ્યું અવસાન જવાન ના નશ્વર દેહ ને આજ સાંજે વડોદરા થી ભાવનગર ખાતે લાવવામાં આવશે આવતીકાલ શિવનગર ખાતે થી નીકળશે અંતિમયાત્રા





