
Bhavnagar: ભાવનગર શહેરના શૈક્ષણિક હબ ગણાતા કાળીયાબીડ વિસ્તારમાં ગોઝારા અકસ્માતની ઘટનામાં એક યુવાનનું મોત થયું હતું. જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત ૩ વ્યક્તિ પૈકી વૃદ્ધાનું પણ સારવાર દરમ્યાન મોત થયું હતું. આ સિવાય બે વ્યક્તિઓ ની સારવાર સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં સારવાર ચાલી રહી છે.
કાળિયાબીડમાં પોલીસકર્મીના પુત્રએ સર્જયો અકસ્માત, બેના મોત
મળતી માહિતી મુજબ શહેરના કાળીયાબીડ વિસ્તારમાં સરદાર પટેલ સ્કૂલ વાળા રોડ પર શક્તિ માતાના મંદિર સામે ક્રેટા કાર ના ચાલકે સ્કૂટર સહિત ત્રણથી ચાર વ્યક્તિઓને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં ભાર્ગવ ભરતભાઈ ભટ્ટી નામના યુવાનનું મોત થયું હતું. જ્યારે ત્રણથી ચાર વ્યક્તિઓને નાની મોટી ઇજા સાથે સારવાર અર્થે સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા દરમ્યાન ગંભીર રીતે ઘવાયેલ ચંપાબેન પરશોત્તમભાઈ વાછાણી ઉ.વ. 62 એ પણ સર્ટી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન દમ તોડ્યો હતો. આ બનાવની જાણ એ ડિવિઝન પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ગંભીર અકસ્માતને પગલે રોડ પર ટ્રાફિક જામ થવા પામ્યો હતો અને લોકોના ટોળેટોળા ઘટના સ્થળે એકઠા થયા હતા.
પોલીસ પુત્રની અટકાયત
પ્રાપ્ત વિગતો મુજબ પૂરઝડપે કાર ચલાવનાર પોલીસ પૂત્ર હોવાનું જાણવા મળ્યું છે અને અકસ્માત બાદ પોલીસે આ પોલીસ પુત્રને અટાકતમાં લઈ એ ડિવિઝન પોલીસ મથકે લઇ જવામાં આવ્યો હતો હાલમાં બનાવને લઈને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
અહેવાલ : નીતિન ગોહેલ
