
Bhavnagar raging News: સમગ્ર દેશ સહિત ગુજરાતમાં વારંવાર સિનિયરો દ્વારા જુનિયરો પર થતાં અત્યાચારોની ઘટના સામે આવતી હોય છે. ત્યારે હવે ભાવનગરની મેડિકલ કોલેજના ત્રણ ઈન્ટર્નશીપ કરતાં ડોક્ટર્સને સાથે અભ્યાસ કરતા ઈન્ટર્ન તથા સિનિયર ડોક્ટર સહિત 8 લોકોએ માર મારતાં ખળભાટ મચી ગયો છે. સાથે સાથે બિભત્સ ગાળો બોલી હોવાની ફરિયાદ મેડિકલ કોલેજ તંત્રને કરાઈ છે. બીજી તરફ ઈજાગ્રસ્ત ત્રણેણને સારવાર માટે સર ટી.હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ ઘટના તા.6 માર્ચની રાત્રીના 10.30 વાગ્યે બની હતી. પોલીસે ઘટનામાં ફરિયાદ નોંધી છે.
ઘટનાની વાત કરીએ તો ભાવનગરની મેડિકલ કોલેજમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા જુનિયર ડો. આકાશ આનંદભાઈ કળથીયા તેમજ ડો.ઈશાન કીર્તિકુમાર કોટકને કોલેજની બહાર બોલાવી સિનિયર ડોકટર બલભદ્ર ગોહિલ, અભિરાજ પરમાર સહિત 4 ઈન્ટર્ન સહઅધ્યાયી તથા બહારના બે શખ્સોએ અત્યારા ગુજાર્યો હતો. જાહેરમાં ન કહી શકાય તેવા શબ્દો પરાણે બોલાવ્યા હતા. અપહરણ કરનાર 2 સિનિયર, 4 સાથી જુનિયર અને અન્ય 2 ઈસમો ગાંજાના વ્યસની છે. જેથી ગાંજાનો નશો કરી આ બંને ડોકટરોને ઢોર માર માર્યો હતો તેમજ દુષ્કર્મ આચરવાની ધમકી આપી બીભત્સ ગાળો આપી હતી. સાથે જ નશાકારક પીણું પણ બળજબરીપૂર્વક પીડાવી ત્રાસ ગુજાર્યો હતો.
1 લાખ રુપિયા માગ્યા
આરોપી ટોળકીએ બંને ડોક્ટરોના મોબાઈલ છીનવી તેમાંથી તેમના પર્સનલ વીડિયો ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી. આ ગંજેરી ડોકટરોએ તેમણે ખરીદી કરેલા ગાંજાના બાકી બિલ પેટે 1 લાખ રૂપિયાની માંગ પણ કરી હતી. ત્યારબાદ રાત્રીના સમયે હોસ્ટેલે લાવી તેના અન્ય સાથી ઈન્ટર્ન ડોક્ટરને પણ માર મારી ઈજાઓ પહોંચાડી હતી. ઘટના બાદ ત્રણેય ઈન્ટર્ન ડોક્ટરે આ બાબતની જાણ કોલેજને તંત્રને કરતા મેડિકલ કોલેજ તંત્ર હરકતમાં આવ્યું હતું અને ત્રણેય ઈન્ટર્ન ડોક્ટરની ફરિયાદ લઈને તેમને સર ટી.હોસ્પિટલમાં સારવાર માટે લઈ સારવાર અર્થે ખસેડ્યા છે. સાથે જ પોલીસ આરોપીઓ વિરુધ્ધ કાર્યવાહી હાથ ધરાઈ છે. ત્યારે આવા કૃત્યોથી ભાવનગર સરકારી મેડિકલ કોલેજ મેનેજમેન્ટ સામે પણ અનેક સવાલો ઉઠ્યા છે.
આ પણ વાંચોઃ Kheda: કપડવંજ-આતરસુંબા રોડ પર અકસ્માત, બે લોકોના મોત, મૃતકો ક્યાંના?
આ પણ વાંચોઃ Haryana: સ્કૂલ બસની બંન્ને વ્હિલ 3 વર્ષની બાળકી પર ફરી વળ્યા, સ્કૂલે જતાં ભાઈની પાછળ ગઈ હતી
આ પણ વાંચોઃ Gir Somanath: દિનુ બોઘાએ પોતે કરેલા દબાણો દૂર કરવા બૂલડોઝર લઈ પહોંચ્યા?, શું છે કારણ?