
Bhavnagar News: દિવાળી આવતાં જ નકલી બંદૂકો અને અનવી રીતે ફટાકડા ફોડવાના સાધનો વેચાતા થયા છે. ત્યારે ભાવનગરમાં પી.વી.સી પાઈપમાંથી બનાવેલી ઘન વેચતાંએક શખ્સ પકડાયો છે. ભાવનગર SOG પોલીસે કાર્યવાહી કરીને આ હાથ બનાવટી પી.વી.સી કાર્બાઇડ ગનનો જથ્થો ઝડપ્યો છે. મહારાષ્ટ્રના શખ્સને ભાવનગર શહેરમાં દેશી બનાવટી ગન વેચતો હોવાનું બહાર આવ્યું છે. કેલ્શિયમ કાર્બાઇડ નામનો જ્વનશીલ પદાર્થ હાથ બનાવટી ગનમાં નાખ્યા બાદ ફટાકડા જેમ બ્લાસ્ટ કરાતો હતો. જે નાના બાળકોને વેચતો હોવાનું પણ સામે આવ્યું છે. જેથી માતાપિતા માટે આ એક લાલબત્તી સમાન કિસ્સો છે.
મળતી જાણકારી અનુસાર ભાનગર SOG પોલીસે બાતમી આધારે કેલ્શિયમ કાર્બાઇડ નામનો જ્વનશીલ પદાર્થ હાથ બનાવટી ગનનો જથ્થો પક્યો છે. સાથે જ મહારાષ્ટ્રના આરોપી સાલીક ઉત્તમ બેલદાર નામના દબોચી લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ પ્રકારની બંદૂક બાળકો માટે અત્યંત જોખમી હોઈ શકે છે, કારણ કે આંખમાં ગંભીર ઈજા થવાના કિસ્સાઓ બન્યા છે. પોલીસે આ કેસમાં કાર્યવાહી કરી છે કારણ કે આ બંદૂક માત્ર બાળકોને જ નહીં પરંતુ અન્ય લોકોને પણ કાયમી અંધત્વ આપી શકે છે. 150 રૂપિયામાં આ પીવીસી કાર્બાઇડ ગન માર્કેટમાં વહેંચવામાં આવતી હતી.
દિવાળીના પર્વ પર આ પ્રમાણે પીવીસી કાર્બાઇડ ગન નો ઉપયોગ ઘાતક સાબિત થઈ શકે છે કારણ કે આના કારણે નાના બાળકોને સીધી જ આંખ ઉપર ઇજા પણ પહોંચી હોવાના બનાવો સામે આવ્યા છે. જેને લઈ SOG પોલીસ દ્વારા આ કાર્યવાહી હાથ ધરાઈ છે. ફટાકડા જેમ બ્લાસ્ટ થયા બાદ ધુમાડાના કારણે કાયમી અંધાપો પણ આવી શકે તેટલી ખતરનાક આ હાથ બનાવટી દેશી કાર્બાઇડ ગન માનવામાં આવી રહી છે.

જેથી ભાવનગર SOG પોલીસ દ્વારા આગામી દિવાળી તહેવારની તકેદારી રૂપે કોઇ અનિચ્છનીય બનાવ ન બનવા પામે તે સારૂ ફટાકડાની જેમ વિસ્ફોટક અવાજ કરવા માટે ઉપયોગમાં લેવાતી પ્લાસ્ટીકના પાઇપ અને ગેસ લાઇટર વડે બનાવેલ એરગન કે જેમા કેલશ્યમ કાર્બાઇડ આમનો ઘન પદાર્થ અને પાણી ઉમેરતા તેમાં “એસિટીલીન’ નામનો અત્યંત જવલનશીલ ગેસ ઉત્પન્ન થાય છે. જેને ગેસ લાઇટર વડે સ્પાર્ક આપતા વિસ્ફોટક અવાજ ઉત્પન્ન થાય છે અને જે શરીરના આંખ જેવા વાઇટલ પાર્ટસના સંપર્કમાં આવે તો ખોટ ખાપણ અને કાયમી અંધાપો પણ લાવી શકે છે તેવી હાથ બનાવટની પીવીસી કાર્બાઇડ ગન ઝડપી પાડ્યો છે.
ભાવનગર SOG એ આરોપીની ધરપકડ કરી પ્લાસ્ટીકના પાઇપ તથા ગેસ લાઇટરની મદદથી બનાવેલી એરગન નંગ-71 કેલશ્યમ કાર્બાઇડ કેમીકલની નાની નાની કોથળીઓ મળી કુલ રૂપિયા 12,120 નો મુદ્દામાલ કબજે કર્યો છે.
આ પણ વાંચો:
Bhavnagar: વાઘદરડા ગામમાં સિંહનું ટોળું ઘૂસતાં લોકોમાં ભયનો માહોલ, જુઓ વીડિયો
Botad: બોટાદ કડદા વિરુદ્ધ ‘કડક’ આંદોલન, AAP નેતા રાજુ કરપડા-પ્રવીણ રામની ધરપકડ






