
Bhavnagar Drinking Water Problem: દિવાળીના તહેવારમાં જ ભાવનગરના વલ્લભીપુરના 10 ગામોમાં પીવાનું પાણી ના મળતાં લોકોને હાલત કફોડી બની છે. જેને લઈ આજે 10 ગામના સરપંચ સહિત ગ્રામજનો વલ્લભીપુરની પુરવઠા કચેરી ખાતે તાલુકા પંચાયતના પ્રમુખને રજૂઆત કરવા પહોંચ્યા હતા. ગ્રામજનો અને સરપંચોએ ઉગ્ર રજૂઆત કરી હતી. આ પ્રશ્નનું નિરાકરણ લાવવા નાયબ કાર્યપાલક ઇજનેર જણાવ્યું હતુ. પ્રમુખોએ સંબંધિત અધિકારીઓને ખખડાવી નિરાકરણ લાવવા કહ્યું હતુ.
મળતી જાણકારી અનુસાર ભાવનગર જીલ્લામાં આવેલા વલ્લભીપુર તાલુકામાં 10 ગામો ઘણા દિવસોથી પીવાની પાણીની સમસ્યા સામે લડી રહ્યા છે. દિવાળીના તહેવારોમાં જ નળમાં પીવાનું પાણી ના આવતાં ગ્રામજનોને દૂર દૂર સુધી પાણી ભરવા જવું પડી રહ્યું છે. જેને લઈ આજે 10 ગામના લોકો સહિત સરપંચો વલ્લભીપુરની પાણી પુરવઠાની કચેરીએ પહોંચી હલ્લાબોલ કર્યો હતો. જે બાદ તાલુકા પ્રમુખને ઉગ્ર રજૂઆત કરી હતી. જે બાદ પ્રમુખે તાત્કાલિક સંબંધિત અધિકારીઓને જણાવ્યું હતુ. આ પ્રશ્નનું નિરાકરણ લાવવા નાયબ કાર્યપાલક ઇજનેર જણાવ્યું હતુ.
ભાવનગર જીલ્લાનાં વલ્લભીપુર પુરવઠા કચેરી ખાતે પીવાનું પાણી ન મળતા 10 ગામોનાં સરપંચ રજૂઆત કરવા પહોંચ્યા pic.twitter.com/jhetDCxTtE
— The Gujarat Report (@TGujarat_Report) October 17, 2025
આ અંગે મેહુલસિંહ ગોહિલ (પ્રમુખ, તાલુકા પંચાયત, વલ્લભીપુર) જણાવ્યું હતું કે બે દિવસ વલ્લભીપુરનાં 10 જેટલા ગામોમાં પીવાનાં પાણીનો કાપ હતો. જેને આજે 5 દિવસ થયા છતાં પાણી આપવામાં આવ્યું નથી. જેને લઈ આજે વલ્લભીપુરનાં આજુબાજુના 10 ગામોનાં સરપંચો રજુઆત કરવા મારી પાસે આવ્યા હતા જેને લઈ મેં તમામ સરપંચોને સાથે રાખી આ અંગે નાયબ કાર્યપાલક ઇજનેર બી.એમ.ઝાલા રજૂઆત કરી અને આ અંગે તાત્કાલિક યોગ્ય થવા રજૂઆત કરી છે.
ત્યારે બીજી તરફ આ અંગે નાયબ કાર્યપાલક ઇજનેર બી.એમ.ઝાલાએ જણાવ્યું હતું કે પહેલા બે દિવસ માટે ઉપર થી પાણી માટે કાપ હતો અને વલભીપુર બ્રાન્ચ કેનાલનું રીપેરીંગ કરવાનું હતું. જેને લઈ પાણી કામ મુકવામાં આવેલ હતો. જેમાં વલ્લભીપુર જૂથ સુધારણ યોજનાનું કામ ચાલુ હતું. જેમાં નવા કનેક્શન આપવાની કામગીરી માટે નિયત કરેલી એજન્સીએ એક દિવસ માટે સમય માંગ્યો છે. જેમાં એક દિવસને બદલે ત્રણ દિવસનો સમય લેતા અમે એજન્સીને નોટિસ અને પેનલ્ટી માટે રજુઆત અમારા તરફથી કરી દીધી છે.
આ પણ વાંચો:
Bhavnagar: દિવાળી પહેલા ભાવનગર પોલીસે પકડ્યો પી.વી.સી. બંદૂકનો જથ્થો, આટલી છે ઘાતક!
Bhavnagar: વાઘદરડા ગામમાં સિંહનું ટોળું ઘૂસતાં લોકોમાં ભયનો માહોલ, જુઓ વીડિયો
Botad: બોટાદ કડદા વિરુદ્ધ ‘કડક’ આંદોલન, AAP નેતા રાજુ કરપડા-પ્રવીણ રામની ધરપકડ






