
Gujarat politics: ભાજપે ચૂંટણીઓ પહેલા મંત્રીમંડળનું વિસ્તરણ ચર્ચાનો વિષય બન્યું છે, જે સારા લાગ્યા તેને રિપીટ કર્યા બાકીનાને ઘરભેગા કર્યા! હવે હર્ષ સંઘવીની બાબતમાં તેઓને પ્રમોશનનો લાભ મળ્યો અને ડેપ્યુટી સીએમ બનાવી દેવામાં આવ્યા છે તે વાત પરફોર્મન્સની દ્રષ્ટિએ વધારે પડતી હોવાનું લોકોમાં ચર્ચાય રહ્યું છે જોકે, તેઓનો અમિત શાહ સાથેનો નજીકનો ઘરોબો કામ આવ્યો હોવાની પણ ચર્ચા છે.સાથેજ નાયબ મુખ્યમંત્રીની જાહેરાત થઈ છે તેનો એક અર્થ એવો થયો કે બિહારની ચૂંટણી પછી ‘કેપ્ટન’ પણ બદલાશે.
દર ત્રણ વર્ષે સરકારી કારકુનોની જેમ નેતાઓ બદલી નાખવામાં આવે છે જે સમગ્ર ચૂંટણી અને સિસ્ટમ માટે એક મજાક જેવો માહોલ ક્રિએટ થઈ રહ્યાનું જનતા જનાર્દનને લાગી રહ્યું છે. લોકોમાં સરકારને એક સીધો અને સાદો એકજ લાઈનમાં સવાલ છેકે “બધા નકામા હતા તો મંત્રી કેમ બનાવ્યા?” હવે કહી શકાય કે ભાજપની કોર્પોરેટ કંપની જેવી સ્ટ્રેટેજી છે. કોર્પોરેટ કંપની દરેક કર્મચારીનું મોનિટરિંગ કરે છે કે કોણ, કેટલું કામ કરે છે. કોણ પોતાના રોટલા શેકે છે કોણ કંપની માટે કામ કરે છે કોનો ઉપરી સાહેબ સાથે નજીકનો ઘરોબો છે આ બધું ઓબ્ઝર્વેશન કર્યા પછી જ કંપની એક્શન લે છે. આવું જ ભાજપમાં છે.
ગુજરાત ભાજપમાં મંત્રી મંડળના વિસ્તરણને લઈ અનેક ચર્ચાઓ ઉઠવા પામી છે અને કોઈપણ ધારાસભ્ય કે મંત્રીને ગમેત્યારે ઘરભેગા કરીને નવા ભરતી કરી ફરી અખતરો કરવાનો જાણે ટ્રેન્ડ બની ગયો છે. પાર્ટીમાં વ્યક્તિનું મહત્વ નથી. પાર્ટી જ સર્વોપરી છે. તમે આજે પાર્ટીમાં છો, મંત્રી છો પણ કાલે ન પણ હો એવું ય બને.
ભાજપની આ પોલિસી જ રહી છે કે યોગ્ય સમય આવે ત્યારે નેતાઓની બદલી કરી દેવાની, હજુતો પાપા પગલી કરતા નેતા તેમના કામ માંડ સમજતા થાય ત્યારે ઘરભેગા કરી દેવાના ત્યારે જનતાના કામ ક્યારે થશે?
ભૂપેન્દ્ર પટેલની સરકારમાં નવા મંત્રીમંડળે શપથ લીધા પછી જનતામાં અનેક સવાલો ઉઠી રહયા છે.ભાજપ સરકારમાં મંત્રીઓ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા હતા. 50 ટકા મંત્રીઓ પડતા મુક્યા તેવી જો વાત હોય તો એનો મતલબ CMની આ ટીમ ફેઈલ હતી?
વિપક્ષ દ્વારા ભાજપના અનેક મંત્રીઓ સામે ભ્રષ્ટાચાર, ગેરવહીવટની ફરિયાદો આવી તો પણ અઢી વર્ષ સુધી ભાજપ સરકારે કોઈ કાર્યવાહી કેમ ન કરી?ભાજપે વિકાસ સપ્તાહની ઉજવણી કર્યા પછી સરકારને ખબર પડી કે વહીવટ તો ખાડે ગયો છે.ભાજપની નીતિ અને નિયત જનતા ઓળખી ગઈ છે ચહેરા બદલવાથી પાપ ધોવાતા નથી, અને મંત્રી મંડળના ફેરફારથી લોકોને ફેર પડવાનો નથી તેવી વાતો ઉઠી રહી છે.ત્યારે હવે ગુજરાત ભાજપમાંજ અસંતોષ પ્રવર્તી રહ્યો છે તેમાં વધારો થવાની શકયતા વ્યક્ત થઈ રહી છે આવા સમયે આગળની રણનીતિ માટે દિલ્હીમાં બેઠેલા આકાઓનું શુ સ્ટેન્ડ રહેશે તેતો સમયજ કહેશે.
આ પણ વાંચો:
Botad: બોટાદ કડદા વિરુદ્ધ ‘કડક’ આંદોલન, AAP નેતા રાજુ કરપડા-પ્રવીણ રામની ધરપકડ








