
Bhuj: ભુજ તાલુકાના આણંદસર ગામે સસ્તા અનાજની દુકાનના સંચાલક મુકેશ ગોપાલ પરમાર સહિત પાંચ શખ્સોએ ગ્રાહક પરિવાર પર લોખંડના પાઈપ વડે હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ગ્રાહક રસીલાબેન વેલજીભાઈ ચારણ અને તેમના પતિ વેલજી ભીમજી ચારણને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેમને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેના કારણે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે.
સસ્તા અનાજની દુકાનમાં ગેરરીતિ સામે અવાજ ઉઠાવનાર ગ્રાહક પર હુમલો
આ ઘટના ત્યારે બની જ્યારે ગ્રાહકે સરકારી અનાજની ગેરરીતિ અંગે સવાલ ઉઠાવ્યો હતો. જાણવા મળ્યું છે કે સંચાલક દ્વારા સરકારી અનાજ ગાડીમાં ભરીને અન્ય જગ્યાએ લઈ જવામાં આવી રહ્યું હતું. આ અંગે ગ્રાહકે પૂછપરછ કરતાં સંચાલક ઉશ્કેરાઈ ગયો અને તેના સાથીદારો સાથે મળીને પતિ-પત્ની પર હુમલો કર્યો. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે, સસ્તા અનાજની દુકાનમાં દર મહિને પૂરતું રાશન આપવામાં આવતું નથી, જેની ફરિયાદો અગાઉ પણ ઉઠી હતી.
Bhuj: સસ્તા અનાજની દુકાનમાં ગેરરીતિ સામે અવાજ ઉઠાવનાર ગ્રાહક પરિવાર પર #kutch #Bhuj #Attack #FoodSupplyDepartment #customer #Gujarat #thegujaratreport pic.twitter.com/2CcmWl5gxp
— The Gujarat Report (@TGujarat_Report) June 24, 2025
જિલ્લા પુરવઠા વિભાગ નક્કર પગલાં ન લેવાયા
મહત્વનું છે કે, કચ્છ જિલ્લામાં સસ્તા અનાજની દુકાનોમાં ભ્રષ્ટાચારની અનેક ફરિયાદો સામે આવી હોવા છતાં, જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી, જેના કારણે આવી ઘટનાઓ વધી રહી છે. આ ઘટના બાદ સ્થાનિકોમાં રોષ ફેલાયો છે અને તેઓએ જવાબદારો સામે કડક કાર્યવાહીની માગ કરી છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને.
આ પણ વાંચો:
Israel-Iran war: ઈરાને લીધો HORMUZ PASS બંધ કરવાનો નિર્ણય, જાણો દેશ અને દુનિયામાં શું થશે અસર?
Vadodara માં પાણી નહીં ભરાય એવું ‘પિન્કી પ્રોમિસ’ મેયર ન આપી શક્યા..
Iran Israel War: ઈઝરાયલ ઈરાન સામે ઝૂક્યું!, નેતન્યાહૂએ યુદ્ધવિરામની જાહેરાત કરી
Israel iran War: ઈરાન અને ઈઝરાયલ વચ્ચે સીઝફાયરના ટ્રમ્પે ફૂક્યાં બણગા, જાણો દાવામાં કેટલી હકીકત
Israel iran War: ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધના 12 દિવસ, જાણો કોને કેટલું નુકસાન થયું?
Gujarat Rain Update: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 170 તાલુકાઓમાં મેઘ મહેર, આજે કયા વિસ્તારોમાં આગાહી








