Gujarat bridges close: ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયામાં 113 પુલ આંશિક બંધ, 20 સંપૂર્ણ બંધ

  Gujarat  bridges  close: ગુજરાતમાં ગંભીરા બ્રિજ દુર્ગટના ઘટ્યા બાદ ભાજપ સરકાર સફાળી જાગી છે. તેને નબળી ગુણવત્તાવાળા બનેવેલા પુલો બંધ કરાવાનું કાર્ય હાથ ધર્યું છે. ગત અઠવાડિયે રાજ્યના 1800થી વધુ પુલોનું નિરીક્ષણ કર્યા બાદ સરકારે 133 પુલોને બંધ કરવાનો નિર્ણય લીધો છે. આમાંથી 20 પુલોને દરેક પ્રકારના વાહનો માટે સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવ્યા છે, જ્યારે 113 પુલોને આંશિક રૂપે ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યા છે. આ માહિતી રાજ્ય સરકારના પ્રવક્તા અને મંત્રી ઋષિકેશ પટેલે આપી હતી.

પુલોનું નિરીક્ષણ અને સુરક્ષા

રાજ્યના રોડ એન્ડ બિલ્ડિંગ (R&B) વિભાગ દ્વારા ગયા અઠવાડિયે રાજ્યના વિવિધ પ્રદેશોમાં આવેલા પુલોનું વ્યાપક નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. આ નિરીક્ષણમાં એન્જિનિયરો, સલાહકારો અને અધિકારીઓની ટીમોએ 1800થી વધુ પુલોની તપાસ કરી હતી. જેથી સરકારના પાપે ગંભીરા જેવી દુર્ઘટના ફરી ના બને. નિરીક્ષણ દરમિયાન ઘણા પુલો જર્જરિત હોવાનું અને તેમાં માળખાગત ખામીઓ હોવાનું જણાયું, જેના કારણે સરકારે તાત્કાલિક આ પગલું ભર્યું.

સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે જણાવ્યું, “જનસુરક્ષા એ અમારી સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. પુલોની સ્થિતિનું નિરીક્ષણ કર્યા બાદ અમે 133 પુલોને બંધ કરવાનો નિર્ણય લીધો છે, જેમાંથી 20 પુલો સંપૂર્ણ રીતે અને 113 પુલો આંશિક રૂપે બંધ કરવામાં આવ્યા છે.”

પુલોની સ્થિતિ અને બંધનું કારણનિરીક્ષણ દરમિયાન જાણવા મળ્યું કે ઘણા પુલોની ઉંમર વધુ હોવાને કારણે તેમની માળખાગત મજબૂતી ઘટી છે. કેટલાક પુલો ભારે વાહનોના વજનને સહન કરવા માટે સક્ષમ ન હતા, જેના કારણે તેમને આંશિક રૂપે બંધ કરવાનો નિર્ણય લેવાયો. 20 પુલો એવી સ્થિતિમાં હતા કે તેમનો ઉપયોગ સંપૂર્ણ રીતે બંધ કરવો જરૂરી હતો, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. આ ઉપરાંત, નદીઓ અને નહેરો પરના કેટલાક પુલો ચોમાસાની ઋતુમાં વધેલા પાણીના પ્રવાહને કારણે પણ જોખમી બન્યા હતા.જનજીવન પર અસર અને વૈકલ્પિક વ્યવસ્થાઆ 133 પુલોના બંધ થવાથી રાજ્યના ઘણા વિસ્તારોમાં ટ્રાફિક અને પરિવહન પર અસર પડી શકે છે. ખાસ કરીને, ગ્રામીણ વિસ્તારોમાં આવેલા પુલોના બંધ થવાથી સ્થાનિક લોકો અને વેપારીઓને અસુવિધા થઈ શકે છે.

સરકારે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ બંધ કરાયેલા પુલોનો ઉપયોગ ન કરે અને સ્થાનિક ટ્રાફિક પોલીસ અથવા સરકારી અધિકારીઓ દ્વારા સૂચવેલા વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરે.

ગંભીરા બ્રિજ નવો બનશે

ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સરકાર પોતાનું પાપ છૂપાવવા નવો બ્રિજ બનાવશે. મુજપુર પાસે મહીસાગર નદી પર નવો બ્રિજ બનશે. નવા ટુ લેન હાઈલેવલ બ્રિજ માટે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 212 કરોડ મંજૂર કરાયા છે. દુર્ઘટનાગ્રસ્ત બ્રિજની સમાંતર નવો બ્રિજ તૈયાર કરાશે. 18 મહિનામાં પૂલ નિર્માણ માટે ટેન્ડરિંગ પ્રક્રિયાનો તાબડતોડ આરંભ કરાયો છે.

ભૂપેન્દ્ર પટેલના સાશનમાં બનેલી દુર્ઘટનાઓ

ઉલ્લેખનીય છે ગુજરાત રાજ્યમાં ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બન્યા પછી અનેક મોટી દુર્ઘટનાઓ બની છે. જેમાં અઢળક નિર્દોષ લોકોના જીવ ગયા છે. જો કે તેમ છતાં સરકાર દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા નક્કર પગલા લેવાયા નથી. જેના પરિણામો નિર્દોષ જનાત ભોગવી રહી છે. ભૂપેન્દ્ર પટેલના રાજમાં મોટી દુર્ઘટનાઓ નીચે મુજબ છે.

મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના (30 ઓક્ટોબર 2022)

મોરબીમાં મચ્છુ નદી પરનો ઝૂલતો પુલ તૂટી પડ્યો, જેમાં 135 લોકોના મોત થયા અને 100થી વધુ લોકો ઘાયલ થયા. આ પુલ નવીનીકરણ બાદ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, પરંતુ નબળી જાળવણી અને ભીડના નિયંત્રણના અભાવે આ દુર્ઘટના સર્જાઈ. આ ઘટનાએ રાજ્ય સરકારની દેખરેખ અને સલામતી ધોરણો પર પ્રશ્નો ઉભા કર્યા.

વડોદરા બોટ દુર્ઘટના (જાન્યુઆરી 2024)

વડોદરાના હરણી લેક ઝોનમાં બોટ પલટી જવાની ઘટનામાં 12 બાળકો સહિત 14 લોકોના મોત થયા. આ ઘટનામાં બોટની ઓવરલોડિંગ અને લાઈફ જેકેટ્સના અભાવે મોટી જાનહાનિ થઈ. આ ઘટનાએ સ્થાનિક વહીવટ અને સલામતી નિયમોના અમલ પર પ્રશ્નો ઉભા કર્યા.

રાજકોટ ગેમ ઝોન આગકાંડ (25 મે 2024)

રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગમાં 27 લોકોના મોત થયા, જેમાં મોટાભાગના બાળકો અને યુવાનો હતા. આ ઘટનામાં ફાયર સેફ્ટી નિયમોનું ઉલ્લંઘન અને અધિકારીઓની બેદરકારી બહાર આવી. આગ ઝડપથી ફેલાઈ કારણ કે ગેમ ઝોનમાં જ્વલનશીલ સામગ્રીનો ઉપયોગ થયો હતો અને ફાયર એક્ઝિટની વ્યવસ્થા નહોતી. આ ઘટનાએ રાજ્યમાં સલામતી નિયમોના અમલ પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા.

અમદાવાદ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના (12 જૂન 2025)

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પરથી લંડન જતું એર ઇન્ડિયાનું બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાન ટેકઓફ બાદ તરત જ મેઘાણી વિસ્તારમાં ક્રેશ થયું. આ દુર્ઘટનામાં 242 મુસાફરો અને 12 ક્રૂ મેમ્બર્સ હતા, જેમાંથી મોટાભાગના લોકોના મોત થયા. વિમાનમાં ભરેલું ઇંધણ આગની તીવ્રતા વધારવા માટે જવાબદાર હતું. આ ઘટનાએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે હલચલ મચાવી.

ગંભીરા બ્રિજ દુર્ઘટના (9 જુલાઈ 2025)

આણંદ અને વડોદરાને જોડતા ગંભીરા બ્રિજનો એક ગાળો તૂટી પડ્યો, જેમાં 20 લોકોના મોત થયા અને અનેક લોકો ઘાયલ થયા. આ ઘટનામાં 4 વાહનો મહીસાગર નદીમાં પડ્યા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, દાયકાઓ જૂના આ પુલના સમારકામ માટે વારંવાર ફરિયાદો કરવામાં આવી હતી, પરંતુ 2020માં થયેલા 2 કરોડના ખર્ચે કરાયેલા સમારકામમાં હલકી ગુણવત્તાના કારણે ખાડા પડી ગયા હતા, જેનું કોઈએ જવાબદારી લીધી ન હતી. આ ઘટનાએ રાજ્યના ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ગુણવત્તા અને ભ્રષ્ટાચાર પર પ્રશ્નો ઉભા કર્યા હતા. . આ ઘટના પછી રાજ્ય સરકારે તરત મૃતકોના સ્વજનોને ચાર લાખ રૂપિયાના વળતરની અને ઈજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી.

 

આ પણ વાંચોઃ

Odisha: આત્મદાહ કરનાર વિદ્યાર્થિનીના મોતથી ભારે આક્રોશ, પ્રોફેસર સમીર સાહુએ વિદ્યાર્થીને કહ્યું હતુ ‘તું બાળક નથી, સમજી શકે છે કે હું શું કરવા માગું છું’

Corruption Bridge: અમદાવાદ- રાજકોટ ધોરીમાર્ગ પર મીઠાપુર ગામે નવા રસ્તા પોપડા ઉખડ્યા | PART- 5

Corruption Bridge: પૂર્વ મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલે ટોલ વેરા બંધ કરાવી દીધા હતા | PART- 4

Corruption bridge: અકસ્માતોનું જોખમ વધારતા હોટલ, પેટ્રોલ પંપના લાયસન્સ રદ કરવા કયા MLA માંગ કરી હતી? | PART- 3

Corruption bridge: ભાજપના મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે હુડકો પાસેથી લોન લઈને બે માર્ગમાંથી ચાર માર્ગીય રસ્તો બનાવ્યો હતો | PART- 2

Corruption bridge: ગુજરાતમાં ટ્રાફિક વોલ્યુમ્સ મેળવવા માટે 2005માં સર્વે કરાયો હતો, જાણો શું સ્થિતિ હતી? | PART- 1

 

Related Posts

Surat Workers Protest: સુરતમાં 400થી 500 શ્રમિકો રસ્તા પર ઉતર્યા, શ્રમ કાયદાના અમલ અને સાપ્તાહિક રજાની માંગ સાથે કલેક્ટરને આવેદન
  • September 13, 2026

Surat Workers Protest: સુરતમાં 400થી 500 જેટલા શ્રમિકો એકસાથે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરતાં શ્રમિકોના હકો અને શ્રમ કાયદાના અમલનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. એમ્બ્રોઇડરી સહિત અલગ અલગ ક્ષેત્રોમાં…

Continue reading
Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પરિવર્તન પેનલની જીત બાદ રાજકીય સમીકરણોમાં મોટો વળાંક
  • September 13, 2026

Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીની બહુચર્ચિત ચૂંટણી બાદ આજે આખરે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે મુકેશચંદ્ર નગીનભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે અનિલભાઈ હરિભાઈ પટેલની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

  • September 16, 2026
  • 3 views
Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

  • September 16, 2026
  • 4 views
Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

  • September 16, 2026
  • 5 views
UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

  • September 16, 2026
  • 9 views
Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

  • September 16, 2026
  • 9 views
‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત

  • September 16, 2026
  • 12 views
Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત