
Bigg Boss 19: સલમાન ખાન ફરી એક વાર લઈને આવી રહ્યા છે રિયાલિટી શો ‘બિગ બોસ 19’, પરંતુ આ સીઝનમાં એન્ટ્રીથી લઈને ગેમના નિયમો સુધી ઘણા મોટા ફેરફારો જોવા મળશે. આ વખતે ખાસ વાત એ છે કે પ્રથમ બે કન્ટેસ્ટન્ટની પસંદગી માટે ફેન્સે પોતાનો મત આપ્યો છે.
પ્રથમ બે કન્ટેસ્ટન્ટ જાહેર
આ સીઝન માટે જાહેર થયેલા પહેલાના બે નામોમાં છે જેમાં પહેલું નામ શહબાજ બડેસાનું છે. જેઓ પંજાબી એક્ટ્રેસ અને Bigg Boss 13 ફેમ શેહનાઝ ગિલના ભાઈ છે. બીજું નામ મૃદુલ તિવારીનું છે જેઓ લોકપ્રિય યુટ્યુબર અને ડિજિટલ કન્ટેન્ટ ક્રિએટર, જે પોતાની મજેદાર વીડિયો અને અનોખા હ્યૂમર માટે જાણીતા છે.
શહબાજનો મજેદાર અંદાજ
શહબાજે પહેલા પણ શેહનાઝ સાથે સ્ક્રીન શેર કરી છે અને તેમના મસ્ત મિજાજ માટે ફેન્સમાં ખુબ લોકપ્રિય છે. Bigg Bossના ઘરમાં તેમનો એન્ટ્રી ગેમમાં મસ્તી અને એન્ટરટેઇનમેન્ટનો ડોઝ વધારશે એવી અપેક્ષા છે.
મૃદુલ તિવારીનો ડિજિટલ સ્ટારડમ
મૃદુલ સોશિયલ મીડિયા પર લાખો ફોલોઅર્સ ધરાવે છે અને યુવા દર્શકોમાં તેમની સારી ફેન ફોલોઇંગ છે. તેમના કન્ટેન્ટમાં હ્યૂમર, રિલેટેબલ સીટ્યુએશન અને સટાયર ભરપૂર હોય છે, જે તેમને Bigg Bossના ઘરમાં એક સ્ટ્રોંગ પ્લેયર બનાવી શકે છે.
નવો ફોર્મેટ અને ફેન્સનો મોટો રોલ
આ સીઝનમાં કન્ટેસ્ટન્ટ્સ બે ટીમમાં વહેંચાશે અને દર અઠવાડિયે હાઉસ કેપ્ટનને ખાસ પાવર મળશે.સાથે સાથે આ વખતે ફેન્સ માત્ર મતદાન જ નહીં, પણ ગેમના અનેક નિર્ણયોમાં સીધો હિસ્સો લેશે — જેમાં પહેલી એન્ટ્રી, સ્પેશિયલ ટાસ્ક અને એલિમિનેશન ટ્વિસ્ટ પણ શામેલ છે.
ક્યારે થશે પ્રીમિયર?
Bigg Boss 19નું ગ્રાન્ડ પ્રીમિયર 24 ઑગસ્ટ 2025 થી શરૂ થશે. શોના પ્રોમો પહેલેથી જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ચૂક્યા છે અને ફેન્સ હવે ઉત્સુકતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે કે બીજાં કન્ટેસ્ટન્ટ કોણ હશે.
આ પણ વાંચો
Surat: અર્ધનગ્ન હાલતમાં 60 ફૂટ ઉંચા ઝાડ પર કેમ ચઢી મહિલા? ભારે જહેમત બાદ ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
UP News: દીકરી બે વાર ઘરેથી ભાગી, બદનામીથી નારાજ પિતાએ આપ્યું ભયાનક મોત








