
Bihar Viral Video: વડાપ્રધાન મોદીની માતાને વિપક્ષે ગાળો બોલ્યાના આરોપસર ગઈકાલે ભાજપે બિહાર બંધ કરાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ભાજપ નેતાઓએ ગાળાગારી કરી લોકો અને પત્રકારોને માર માર્યો છે. જેના અનેક વીડિયો વાયલ થઈ રહ્યા છે. જેથી ભાજપની વોટ ચોરી જ નહીં પણ તેની”ગુંડાગીરી”ના વીડિયો વાયરલ થયા બાદ ભારે ટીકા થઈ રહી છે.
બીજી તરફ એક વાયરલ વીડિયોમાં એક મહિલા રિપોર્ટર સાથે વાતચીત દરમિયાન કહે છે, “મુદિયા કે માઈ કો ગાલી દિયા હૈ, યહી ઝંડે સે મારેગે ભાજપવાલો કો.” જ્યારે રિપોર્ટરે પૂછ્યું કે આ ગાળો કોણે આપી, તો મહિલાએ જવાબ આપ્યો, “ભાજપાવાલોને, ઈસલિયે તો નારા લગાને આયે.” આ ઉપરાંત બીજી એક મહિલાએ પણ આવો જ જવાબ આપ્યો, જેનાથી ભાજપની આ બંધની નીતિ પર સવાલો ઉભા થયા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, અને લોકો ભાજપની આ હરકતોની મજાક ઉડાવી રહ્યા છે.
भाजपा वाला मोदिया के माय के गाली दिया है और यही भाजपा के झंडा से मारेंगे भाजपा वालो को 😀😀🤣😂
बिहार बंद तो हुआ नहीं, लेकिन एक से एक मीम मटेरियल जरूर मिल गया है। pic.twitter.com/ILrStmUorH
— Pratik Patel (@PratikVoiceObc) September 5, 2025
ભાજપ પર હિંસાના આરોપ
બંધ દરમિયાન ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓ પર પત્રકારો અને સામાન્ય નાગરિકો પર હુમલો કરવાના આરોપો લાગ્યા છે. અનેક વીડિયોમાં ભાજપના કાર્યકર્તાઓ લોકોને માર મારતા અને ગાળાગાળી કરતા જોવા મળ્યા છે. આ ઉપરાંત, ભાજપના કાર્યકર્તાઓએ જબરજસ્તીથી સ્કૂલો, હોસ્પિટલો અને દુકાનો બંધ કરાવવાનો પ્રયાસ કર્યો હોવાના આરોપો પણ સામે આવ્યા છે. સૌથી ગંભીર ઘટનામાં એક વાયરલ વીડિયોમાં દેખાય છે કે ભાજપના કાર્યકર્તાઓએ દર્દીને લઈ જતી એમ્બ્યુલન્સને હોસ્પિટલ જતા રોકી હતી. આ ઘટનાએ લોકોમાં ભારે રોષ ફેલાવ્યો છે અને ભાજપની છબીને નુકસાન પહોંચાડ્યું છે.
ભાજપ પર હિંસાના આરોપ
भाजपाइयों का गुंडई देखिए 👇
आज बिहार बंद के दौरान इनके घर के पास भाजपा के लोग टायर जला रहे थें, इनके घर में चाची हार्ट की पेशेंट हैं। इन्होंने ने अनुरोध किया थोड़ा आगे जलाने को उसके बाद इनके परिवार के भाजपा के गुंडों द्वारा बुरी तरीके से पीटा गया। pic.twitter.com/L13l99zoTp
— Pratik Patel (@PratikVoiceObc) September 4, 2025
બંધ દરમિયાન ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓ પર પત્રકારો અને સામાન્ય નાગરિકો પર હુમલો કરવાના આરોપો લાગ્યા છે. અનેક વીડિયોમાં ભાજપના કાર્યકર્તાઓ લોકોને માર મારતા અને ગાળાગાળી કરતા જોવા મળ્યા છે. આ ઉપરાંત, ભાજપના કાર્યકર્તાઓએ જબરજસ્તીથી સ્કૂલો, હોસ્પિટલો અને દુકાનો બંધ કરાવવાનો પ્રયાસ કર્યો હોવાના આરોપો પણ સામે આવ્યા છે. સૌથી ગંભીર ઘટનામાં એક વાયરલ વીડિયોમાં દેખાય છે કે ભાજપના કાર્યકર્તાઓએ દર્દીને લઈ જતી એમ્બ્યુલન્સને હોસ્પિટલ જતા રોકી હતી. આ ઘટનાએ લોકોમાં ભારે રોષ ફેલાવ્યો છે અને ભાજપની છબીને નુકસાન પહોંચાડ્યું છે. લોકોનું માનવું છે કે ભાજપ આ બંધ દ્વારા ચૂંટણીમાં લાભ મેળવવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ વાયરલ વીડિયો અને હિંસાની ઘટનાઓએ પાર્ટીને બદનામ કરી દીધી છે.
સોશિયલ મીડિયા પર રોષ અને મજાક
સોશિયલ મીડિયા પર આ ઘટનાઓને લઈને ભાજપની ટીકા થઈ રહી છે. લોકોનું કહેવું છે કે બંધ નિષ્ફળ રહ્યો અને ઉલટું ભાજપનો “અસલી ચહેરો” લોકો સામે આવી ગયો. વાયરલ વીડિયોમાં ભાજપના કાર્યકર્તાઓની હિંસક વર્તણૂક અને ગુંડાગીરીએ પાર્ટીની છબીને નુકસાન પહોંચાડ્યું છે. ખાસ કરીને, એમ્બ્યુલન્સને રોકવાની ઘટનાએ લોકોમાં ભારે નારાજગી ફેલાવી છે.
ચૂંટણીમાં પોતાનું જ પાપ નડશે
આ ઘટનાઓએ ભાજપને રાજકીય રીતે નુકસાન પહોંચાડ્યું છે. ચૂંટણીની નજીક આવતા આવી ઘટનાઓ ભાજપ માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. વિપક્ષે આ વીડિયોનો ઉપયોગ કરીને ભાજપ પર હુમલો શરૂ કર્યો છે અને લોકોને ભાજપની “ગુંડાગીરી” સામે એકજૂટ થવાનું આહ્વાન કર્યું છે.
આ પણ વાંચો:
Bihar Bandh: બિહાર બંધનો સૌથી ખતરનાક વીડિયો, જોઈને તમે પણ ચોંકી જશો!
Bihar: ભાજપ-આરજેડીના સમર્થકો વચ્ચે “Graduation” ના સ્પેલિંગને લઈ બબાલ
Mahisagar: હાઇડ્રો પાવર પ્લાન્ટમાં ડૂબેલા 5 લોકોનો હજુ પત્તો નહીં, પરિવારો ચિંતામાં
PM Modi: મોદીની માતાના અપમાનનો બદલો લેવા માત્ર બિહાર ભાજપે ઠેકો લીધો!, શું છે ચાલ?
Anklav: પોલીસે કંઈક કાનમાં કહ્યું, સીધા ચાલતાં આરોપી અજય પઢિયારે લંગડાવાનું નાટક કર્યું!