
Bihar Election:બિહારમાં NDA ગઠબંધનની જીત બાદ અખિલેશ યાદવે ચુંટણી પંચ દ્વારા ચૂંટણીની પારદર્શિતા સામે સવાલ ઉઠાવતા કહ્યું, કે SIRના નામે એવા બૂથોનું રિવિઝન વધુ થઈ રહ્યું છે, જ્યાં જ્યાં ભાજપ ચૂંટણી હારતી આવી છે.જ્યાં જ્યાં ભાજપ ચૂંટણી હારતી આવી છે.
બેંગલુરુમાં ગતરોજ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અખિલેશ યાદવે આ મુજબ જણાવી ચૂંટણી પંચ સામે આરોપ લગાવ્યા હતા તેઓએકહ્યું કે, ‘આ બેવડી સદીનું પરિણામ અમને સ્વીકાર્ય નથી.સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી કરાવવી એ ખરેખરતો ચૂંટણી પંચની જ જવાબદારી છે.
અમને વિશ્વાસ જ નથી આવતોકે આટલી મોટી સંખ્યામાં બેઠકો કેવી રીતે જીતી શકાય?
સ્ટ્રાઇક રેટ આટલો વધારે કેવી રીતે હોઈ શકે?
ખરેખરતો અન્ય પક્ષોએ પણ અમુક નિશ્ચિત સંખ્યામાં બેઠકો પર ચૂંટણી કઈ રીતે લડી શકાય તે ભાજપ પાસેથી શીખવું જોઈએ. અમે પણ હવે ભાજપ પાસેથીજ આ વાત શીખીશુ અને તેને લાગુ પણ કરીશું.બિહારમાં વોટની ચોરી નહીં, પણ લૂંટ થઈ છે,અમે બિહાર ચૂંટણીના પરિણામો સ્વીકારી શકતા નથી.’
અખિલેશ યાદવે આરોપ લગાવ્યો કે, ‘ભાજપ અડધા કલાકમાં આધાર કાર્ડ અને વોટર આઇડી કાર્ડ બનાવી શકે છે,વોટ ચોરીનો આ મુદ્દો ચોરીથી ઉપર એટલે કે લૂંટનો છે. આ કોઈ આરોપ નથી. આ હકીકત છે.બાકી સામાન્ય રીતે ઉત્તર પ્રદેશમાં પેટાચૂંટણી દરમિયાન અન્ય ભાજપ સિવાયના હજારો એવા મતદારો પણ હતા જેઓ પોતાનો વોટ આપી શક્યા નહી તે પણ હકીકત છે.
આમ,આ બે વાત વિરોધાભાસ ઉભો કરે છે.
આમ,અખિલેશ યાદવે પ્રેસ કોન્ફ્રરન્સ દરમિયાન મતદાન ઉપર સવાલો ઉઠાવ્યા હતા અને મતની મોટાપાયે લૂંટ થઈ હોવાના આરોપો લગાવ્યા હતા.
આ પણ વાંચો:
Surat: માતાજીના પંડાલમાં હુક્કાબાર સોંગ્સ પર યુવતીઓનો અશ્લિલ ડાન્સ, વીડિયો વાયરલ થતા વિવાદ
Maharashtra: ઉદ્ધવ ઠાકરેએ સોનમ વાંગચુકની ધરપકડ મામલે કેન્દ્ર સરકારની કાઢી ઝાટકણી
Rajasthan: BJP કાર્યકર્તાઓએ કેન્સરના દર્દીઓને બિસ્કિટ આપ્યા, ફોટા પડાવ્યા અને બિસ્કીટ પાછા લઈ લીધા







