Bihar Election:બિહાર ચૂંટણીના ‘EVM ગોટાળા’સામે RJD કોર્ટમાં અપીલ કરશે!

  • India
  • November 17, 2025
  • 0 Comments

Bihar Election:બિહાર વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે આજે રાષ્ટ્રીય જનતા દળના વરિષ્ઠ નેતાઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી,આ બેઠકમાં ધારાસભ્ય પક્ષના નેતા તરીકે તેજસ્વી યાદવને ચૂંટવામાં આવ્યા હતા,સાથેજ ચૂંટણીઓ દરમિયાન થયેલી સંભવિત ગેરરીતિ મામલે કોર્ટમાં અપીલ કરવાનું પણ ચર્ચાયું હતું.

આ બેઠક પટણાના પોલો રોડ સ્થિત તેજસ્વીના નિવાસસ્થાને યોજાઈ હતી.આ બેઠક લગભગ ચાર કલાક ચાલી હતી. તેજસ્વીએ આરજેડી નેતાઓ સાથે બિહાર વિધાનસભા ચૂંટણીમાં હારની સમીક્ષા કરી હતી.
ત્યારબાદ, તેજસ્વીને ધારાસભ્ય પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા.

આરજેડીના ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ જગદાનંદ સિંહે જણાવ્યું હતું કે તેજસ્વીને ધારાસભ્ય પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે,તેઓ વિધાનસભામાં પાર્ટીના નેતા રહેશે.
તેમણે આરોપ લગાવ્યો હતો કે આ ચૂંટણીમાં EVMનો મોટાપાયે દુરુપયોગ થયો છે અને જનતાને અન્યાય થયો છે જેથી ચૂંટણી પરિણામોના ગોટાળા મામલે કોર્ટમાં અપીલ કરવા અંગે પણ ચર્ચા થઈ હતી.

બેઠકમાં ધારાસભ્ય આલોક મહેતાએ કહ્યું હતું કે ચૂંટણીમાં ગોટાળા થયા છે. તેથી જ આટલું ચોંકાવનારું પરિણામ આવ્યું છે.
વિધાનસભા ચૂંટણીમાં ફક્ત 25 આરજેડી ઉમેદવારો જ જીતી શક્યા હતા.આ મામલે આરજેડી નેતા રામાનુજ યાદવે જણાવ્યું હતું કે બેઠકમાં હાજર દરેક નેતા સાથે વાત કરવામાં આવી હતી. રિપોર્ટ કાર્ડ જોવામાં આવ્યું હતું.આ સાથે ચૂંટણી પરિણામો મામલે કોર્ટમાં જવા અંગે પણ ચર્ચા થઈ હતી.

આ સંદર્ભમાં મહાગઠબંધનના નેતાઓનો અભિપ્રાય પણ લેવામાં આવશે. અહીં લાલુ પરિવારમાં ચાલી ર હેલા ઉથલપાથલ વચ્ચે આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ, ભૂતપૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી, સાંસદ મીસા ભારતી પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા. તેમના ઉપરાંત પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદાનંદ સિંહ, મજબૂત નેતા સૂરજભાન સિંહ, ધારાસભ્ય ભાઈ વીરેન્દ્ર સહિત ઘણા વરિષ્ઠ નેતાઓ પણ પહોંચ્યા હતા.

એવું કહેવામાં આવી રહ્યું છે કે તેજસ્વી યાદવે ચૂંટણી જીતનારા અને હારનારા ધારાસભ્યોને ફોન કર્યો હતો. બધા આરજેડી નેતાઓ પોતાના રિપોર્ટ કાર્ડ લઈને આવ્યા હતા. બેઠકમાં તેજસ્વીએ બધા ચૂંટણી લડનારા ઉમેદવારો પાસેથી ફીડબેક લીધો. આ પછી, આરજેડી ધારાસભ્યોએ સર્વાનુમતે તેજસ્વી યાદવને ધારાસભ્ય પક્ષના નેતા તરીકે ચૂંટ્યા. આરજેડી સૂત્રો કહે છે કે આ બેઠકનો હેતુ એ શોધવાનો હતો કે ભૂલ ક્યાં થઈ? પાર્ટી જે બેઠકો પર ખૂબ જ ઓછા માર્જિનથી હારી ગઈ તેની પણ સમીક્ષા કરવામાં આવી રહી છે. આ સાથે, સીમાંચલમાં રાષ્ટ્રીય જનતા દળના મૂળ નબળા પડવાના કારણની પણ તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: 

Gujarat Politics: ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખની ચૂંટણી થશે બિનહરીફ? આ એકમાત્ર દાવેદાર તરીકે ઉતરશે મેદાને

Surat: માતાજીના પંડાલમાં હુક્કાબાર સોંગ્સ પર યુવતીઓનો અશ્લિલ ડાન્સ, વીડિયો વાયરલ થતા વિવાદ

Pakistan: PoKમાં સત્ય ઉજાગર કરનાર પત્રકારો ઉપર પોલીસનો હુમલો, ઇસ્લામાબાદ પ્રેસ ક્લબમાં ઘૂસીને પોલીસે પત્રકારોને માર્યા!

Maharashtra: ઉદ્ધવ ઠાકરેએ સોનમ વાંગચુકની ધરપકડ મામલે કેન્દ્ર સરકારની કાઢી ઝાટકણી

Rajasthan: BJP કાર્યકર્તાઓએ કેન્સરના દર્દીઓને બિસ્કિટ આપ્યા, ફોટા પડાવ્યા અને બિસ્કીટ પાછા લઈ લીધા

Related Posts

Akal Takht Bhagwant Mann: પંજાબમાં રાજકીય-ધાર્મિક ભૂકંપ, અકાલ તખ્તે મુખ્યમંત્રી ભગવંત માનને કહ્યા ‘ગુરુ દોષી’
  • June 16, 2026

Akal Takht Bhagwant Mann: પંજાબના રાજકીય ઇતિહાસમાં આ એક એવો વળાંક છે જેણે રાજ્યના શાસન અને ધર્મ વચ્ચેની પાતળી રેખાને સંપૂર્ણપણે ભૂંસી નાખી છે. અકાલ તખ્ત દ્વારા મુખ્યમંત્રી ભગવંત માનને…

Continue reading
NEET re exam Telegram ban: પરીક્ષા માફિયાઓ સામે કાર્યવાહી કે ડિજિટલ નિયંત્રણ? ૨૨ જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ
  • June 16, 2026

NEET re exam Telegram ban: નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ ફરી એકવાર વિવાદના વંટોળમાં પોતાની જાતને મૂકી દીધી છે. ૨૧ જૂન ૨૦૨૬ના રોજ યોજાનારી નીટ (યુજી) ૨૦૨૬ની પુનઃ પરીક્ષા (રી-એક્ઝામ)…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Akal Takht Bhagwant Mann: પંજાબમાં રાજકીય-ધાર્મિક ભૂકંપ, અકાલ તખ્તે મુખ્યમંત્રી ભગવંત માનને કહ્યા ‘ગુરુ દોષી’

  • June 16, 2026
  • 4 views
Akal Takht Bhagwant Mann: પંજાબમાં રાજકીય-ધાર્મિક ભૂકંપ, અકાલ તખ્તે મુખ્યમંત્રી ભગવંત માનને કહ્યા ‘ગુરુ દોષી’

NEET re exam Telegram ban: પરીક્ષા માફિયાઓ સામે કાર્યવાહી કે ડિજિટલ નિયંત્રણ? ૨૨ જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ

  • June 16, 2026
  • 9 views
NEET re exam Telegram ban: પરીક્ષા માફિયાઓ સામે કાર્યવાહી કે ડિજિટલ નિયંત્રણ? ૨૨ જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ

Tribal Identity Crisis: આદિવાસી અનામત પર કોનો હક? સંસ્કૃતિ છોડ્યા પછી પણ બેવડો લાભ લેનારાઓ સામે આક્રોશ!

  • June 16, 2026
  • 8 views
Tribal Identity Crisis: આદિવાસી અનામત પર કોનો હક? સંસ્કૃતિ છોડ્યા પછી પણ બેવડો લાભ લેનારાઓ સામે આક્રોશ!

BJP Alliance Strategy: વાજપેયી-અડવાણીના સહારે ઊભેલા પ્રાદેશિક દિગ્ગજો આજે મોદી-શાહની ભાજપ સામે કેમ બેકફૂટ પર આવ્યા?

  • June 16, 2026
  • 6 views
BJP Alliance Strategy: વાજપેયી-અડવાણીના સહારે ઊભેલા પ્રાદેશિક દિગ્ગજો આજે મોદી-શાહની ભાજપ સામે કેમ બેકફૂટ પર આવ્યા?

India Soft Power Paradox: કોવેક્સિન, યુપીઆઈ અને ચંદ્રયાનની સફળતા છતાં વૈશ્વિક સાયન્સ સોફ્ટ પાવરમાં ભારતને યોગ્ય સ્થાન કેમ નથી મળતું?

  • June 16, 2026
  • 7 views
India Soft Power Paradox: કોવેક્સિન, યુપીઆઈ અને ચંદ્રયાનની સફળતા છતાં વૈશ્વિક સાયન્સ સોફ્ટ પાવરમાં ભારતને યોગ્ય સ્થાન કેમ નથી મળતું?

Gujarat Farmers Protest History: ૨૫ વર્ષથી ખેડૂતો પર અત્યાચાર, મોદી રાજમાં અનેક આંદોલનો

  • June 16, 2026
  • 9 views
Gujarat Farmers Protest History: ૨૫ વર્ષથી ખેડૂતો પર અત્યાચાર, મોદી રાજમાં અનેક આંદોલનો