
મહેશ ઓડ
Bihar Election: બિહાર વિધાનસભા ચૂંટણી માટે તડામાર તૈયારીઓ થઈ રહી છે. ભાજપા ચૂંટણી જીતવા અનેક કિમિયાઓનો ઉપયોગ કરી રહી છે. બીજી તરફ ચૂંટણીપંચ માત્ર એક મહિનામાં મતદારયાદી સુધારવાનો નિર્ણય લીધો છે. જે અશક્ય છે. નાગરિકોને પોતે મતદાનના હકદાર છે તેવું સાબિત કરવું પડશે. જેને માટે ચૂંટણી પંચ નાગરિકો 11 પાસે પુરાવા માગી રહ્યું છે. જે હાલ કામગીરી ચાલુ જ છે. જે બિહારી નાગરિક પુરાવા નહીં આપે તેનો મતદાન હક ખતમ થઈ જશે.
આ નિર્ણય પર ભારે ધાધલ મચી ગઈ છે. વિપક્ષો સત્તાપક્ષ અને ચૂંટણીપંચ પર ભારે નારાજી દર્શાવી રહ્યા છે. વિપક્ષો મતદારોને ખમત કરવાનો આરોપ લગાવી રહ્યા છે. બીજી તરફ લોકો મતદાર યાદીની ચકાસણીને લઈને ખૂબ જ ચિંતિત જોવા મળી રહ્યા છે. ચૂંટણી પંચના નિર્ણય પછી બિહારના ઘણા ગામડાઓમાં લોકો કહે છે કે તેમની પાસે ફક્ત આધાર કાર્ડ છે અને ચૂંટણી પંચ દ્વારા માંગવામાં આવતા દસ્તાવેજો તેઓ ક્યાંથી લાવે?
મુખ્યમંત્રી નીતિશ કુમારના ગૃહ જિલ્લા નાલંદાથી લઈને આરજેડી વડા લાલુ પ્રસાદ યાદવની વૈશાલી અને તેજસ્વી યાદવની રાઘોપુર સુધી મતદાર યાદી ચકાસણીને લોકો પરેશાન બન્યા છે. તેજસ્વી રાઘોપુર બેઠકના ધારાસભ્ય છે.
ચૂંટણીપંચના આ નિર્ણય સામે વિપક્ષ સતત અવાજ ઉઠાવી રહ્યું છે. તેમનું કહેવું છે કે આ પછાત, દલિત, વંચિત અને નબળા લોકોને તેમના મતદાનના અધિકારથી વંચિત રાખવાનું કાવતરું છે.
ચૂંટણી પંચે નાગરિકતાનો પુરાવો માંગ્યો
ચૂંટણી પંચની સૂચના અનુસાર મતદાર યાદીની ચકાસણીનું કામ 25 જુલાઈ સુધીમાં પૂર્ણ કરવાનું છે. ચોમાસાની વચ્ચે 77 હજારથી વધુ બૂથ લેવલ ઓફિસરો (BLO) તેમજ અન્ય સરકારી કર્મચારીઓ અને રાજકીય પક્ષોના કાર્યકરોએ બિહારમાં 7.8 કરોડથી વધુ નોંધાયેલા મતદારોના રેકોર્ડ તપાસવાના છે. એક મુશ્કેલી એ છે કે ચૂંટણી પંચે તમામ નવા અને હાલના મતદારો પાસેથી નાગરિકતાનો પુરાવો માંગ્યો છે. જે આટલા ટૂંકા ગાળામાં કામ કરવું અશક્ય છે.
જાતિ પ્રમાણપત્રો માટે લોકોને વલખાં
બિહારના ગામડાઓમાં લોકોને રહેઠાણ અને જાતિ પ્રમાણપત્રો અંગે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. જિલ્લા મેજિસ્ટ્રેટે આ પ્રમાણપત્રો શક્ય તેટલી વહેલી તકે જારી કરવા સૂચનાઓ આપી છે. ઘણા લોકોને આ વિશે ખબર નથી અથવા હજુ સુધી કોઈ BLO એ તેમનો સંપર્ક કર્યો નથી.
આવા લોકોમાં 37 વર્ષીય મજૂર મેઘન માંઝી પણ છે. તે મુખ્યમંત્રી નીતિશ કુમારના વતન કલ્યાણ બિઘાના રહેવાસી છે. તેમની પાસે આધાર કાર્ડ, મતદાર કાર્ડ અને મનરેગા જોબ કાર્ડ છે પરંતુ હવે તેમને મતદાન કરવા માટે કેટલીક વધુ દસ્તાવેજોની જરૂર પડશે. ચૂંટણી પંચે નાગરિકતા સાબિત કરવા માટે 11 દસ્તાવેજોમાંથી કોઈપણ એક બતાવવાનું કહ્યું છે પરંતુ અનુસૂચિત જાતિના માંઝી તેમની પાસે રહેલા ત્રણ દસ્તાવેજો સાથે મતદાન કરી શકતા નથી.
બિહારના માંઝી જેવા લોકો જેમના નામ 2003 ની મતદાર યાદીમાં નહોતા, તેમણે તેમની નાગરિકતા સાબિત કરવા માટે ચૂંટણી પંચ દ્વારા માંગવામાં આવેલા 11 દસ્તાવેજોમાંથી એક રજૂ કરવું પડશે. માંઝી કહે છે કે BLOએ તેમને કહ્યું હતું કે જો તેઓ 25 જુલાઈ પહેલા નિવાસી અથવા જાતિ પ્રમાણપત્ર મેળવે છે, તો તેમનું મતદાર નોંધણી ફોર્મ ભરી શકાય છે.
જાતિ અથવા રહેઠાણનું પ્રમાણપત્ર જલ્દી બનાવો
કલ્યાણ બિઘા ગામમાં BLO પિંકી કુમારીની આસપાસ ઘણા મતદારો એકઠા થયા છે. તે ગ્રામજનોને ફોર્મ ભરવા અને દસ્તાવેજો એકત્રિત કરવામાં મદદ કરી રહી છે. આ સમય દરમિયાન તેમને બિહારની બહાર ગયેલા અને મતદાર યાદીમાં નોંધાયેલા લોકોના ફોન પણ આવે છે અને તે તેમના પ્રશ્નોના જવાબ આપે છે.
પિંકી કહે છે કે જે લોકો 2003 ની મતદાર યાદીમાં નહોતા તેમની પાસે મતદાન કરવા માટે કોઈ દસ્તાવેજ નથી, તેથી તે લોકોને શક્ય તેટલી વહેલી તકે તેમનું જાતિ અથવા રહેઠાણનું પ્રમાણપત્ર બનાવવાનું કહી રહી છે. બિહારના મુખ્ય ચૂંટણી અધિકારી વિનોદ ગુંજીયાલે ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે હવે એક મહિના કરતાં પણ ઓછો સમય બાકી છે.
શું મારે મારું મતદાર કાર્ડ ફરીથી બનાવવું પડશે?
તેજસ્વી યાદવના મતવિસ્તાર રાઘોપુરમાં આ વિશે બહુ ઓછા લોકો જાણે છે. અહીં રહેતી બિંદુ દેવી કહે છે કે તેમને 27 માર્ચે જ નવું મતદાર કાર્ડ મળ્યું હતું. તેઓ કહે છે કે તેમણે ઓનલાઈન ફોર્મ ભરવા અને મતદાર કાર્ડ બનાવવા માટે કમ્પ્યુટર ઓપરેટરને 50 રૂપિયા ચૂકવ્યા હતા. બિંદુ પૂછે છે કે શું તેમને ફરીથી તે બનાવવું પડશે?
બિંદુ કહે છે કે ગામની મહિલાઓ પાસે જાતિ કે રહેઠાણના પ્રમાણપત્રો નથી, ફક્ત તે લોકો જાતિ પ્રમાણપત્રો બનાવે છે જે સરકારી નોકરી કે કોલેજની સીટ માટે અરજી કરે છે. અમારી પાસે ફક્ત આધાર કાર્ડ છે અને અમને જાતિ પ્રમાણપત્ર કેવી રીતે મેળવવું તે ખબર નથી.
યાદવ સમુદાયની વસાહતમાં રહેતી એક મહિલા કહે છે, ‘અમારા પતિ અને દીકરા દિલ્હી-પંજાબમાં રહે છે, મારા પતિ નવું ફોર્મ ભરવા પાછા આવી શકતા નથી, શું તે તેમના આવવાનું ભાડું ચૂકવશે?’ ઘણા લોકો ધ ઇન્ડિયન એક્સપ્રેસને આ જ રીતે પોતાની સમસ્યાઓ જણાવે છે. રાઘોપુરની યાદવ વસાહતમાં રહેતી યોગિતા દેવી કહે છે કે ગરીબોના મત કાપવાની આ ચૂંટણી પંચની રીત છે. રાઘોપુરના બીએલઓ મહેશ કુમાર ઠાકુર કહે છે કે કેટલીક વસાહતો એવી છે જ્યાં કોઈની પાસે કોઈ દસ્તાવેજ નથી.
ચૂંટણી પંચના શું આદેશ?
ચૂંટણી પંચે 24 જૂને આ સંદર્ભમાં માર્ગદર્શિકા જાહેર કરી હતી. ચૂંટણી પંચનું કહેવું છે કે 2003ની મતદાર યાદીમાં જે લોકોનો સમાવેશ થયો હતો તેઓ પુરાવા તરીકે તે યાદીનો ઉપયોગ કરી શકે છે. જો કોઈ વ્યક્તિનું નામ 2003ની યાદીમાં નથી, તો તે તેના માતા કે પિતાની યાદીનો ઉપયોગ કરી શકે છે જો તેમનું નામ તે સમયની મતદાર યાદીમાં નોંધાયેલું હોય.
આનો સીધો અર્થ એ થયો કે 40 વર્ષ કે તેથી ઓછી ઉંમરના બધા મતદારો (જેઓ 2003 માં 18 વર્ષના ન હતા) એ વધારાના દસ્તાવેજો સબમિટ કરવા પડશે. જે લોકો આ પ્રક્રિયા પૂર્ણ કરશે તેમને જ 1 ઓગસ્ટના રોજ પ્રકાશિત થનારી મતદાર યાદીમાં સામેલ કરવામાં આવશે. ચૂંટણી પંચ દ્વારા નિર્ધારિત 11 દસ્તાવેજો એવા લોકો માટે છે જેઓ 2003ની મતદાર યાદીમાં નથી.
કયા કાયા પુરાવા માગ્યા
જેમ કે- PSU કર્મચારી અથવા પેન્શનરનું ઓળખપત્ર/પેન્શન ચુકવણી ઓર્ડર. 1 જુલાઈ 1987 પહેલા સરકાર/સ્થાનિક સંસ્થા/બેંક/પોસ્ટ ઓફિસ/LIC/PSU દ્વારા જારી કરાયેલ કોઈપણ ઓળખપત્ર/પ્રમાણપત્ર/દસ્તાવેજ. સક્ષમ અધિકારીએ આપેલા જન્મ પ્રમાણપત્ર. માન્ય બોર્ડ/યુનિવર્સિટી દ્વારા જારી કરાયેલ પાસપોર્ટ, મેટ્રિક્યુલેશન અથવા અન્ય શૈક્ષણિક પ્રમાણપત્ર, રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલ કાયમી રહેઠાણ પ્રમાણપત્ર, વન અધિકાર પ્રમાણપત્ર, OBC/SC/ST અથવા કોઈપણ જાતિ પ્રમાણપત્ર, રાષ્ટ્રીય નાગરિક નોંધણી (જ્યાં અસ્તિત્વમાં છે), કુટુંબ નોંધણી, જમીન અથવા મકાન ફાળવણી પ્રમાણપત્ર.
આરજેડી પ્રવક્તા મૃત્યુંજય તિવારી કહે છે કે તેમને મળેલા પ્રતિસાદ દર્શાવે છે કે યુવાનો, ગરીબો, દલિતો, જેઓ તેજસ્વી યાદવના મતદારો છે, તેમના નામ યાદીમાં ઉમેરવા મુશ્કેલ બનશે. જનતા દળ (યુ) એ લોકોને મદદ કરવા માટે તેના પક્ષના કાર્યકરોને તૈનાત કર્યા છે.
મતદારો પાસે 11 પુરાવા માગવાનો તેજસ્વીએ વિરોધ કર્યો

મતદાયાદીની ઝૂંબેશનો ઇન્ડિયા એલાયન્સના નેતાઓ શુક્રવારે બિહારના મુખ્ય ચૂંટણી અધિકારી વિનોદ સિંહ ગુંજીયાલને મળ્યા હતા. વિરોધ પક્ષના નેતા તેજસ્વી યાદવના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળે મતદાયાદી સુધારણા કાર્ય તાત્કાલિક બંધ કરવાની માંગ કરી હતી.
ચૂંટણી અધિકારીને મળ્યા બાદ પત્રકારો સાથે વાત કરતા તેજસ્વીએ કહ્યું કે શું ચૂંટણીપંચને 11 દસ્તાવેજો માંગવાનો અધિકાર છે? બંધારણની કલમ 326 પુખ્ત મતાધિકારનો આધાર નક્કી કરે છે. મતદાર યાદી સુધારણા પ્રક્રિયામાં આધાર કાર્ડ, રેશન કાર્ડ, મનરેગા જોબ કાર્ડ વગેરે કેમ અસ્વીકાર્ય છે? ચાર કરોડથી વધુ રહેવાસીઓ અન્ય રાજ્યોમાં કાયમી અને કામચલાઉ કામ કરે છે. શું તેઓ18 દિવસમાં તેમની ચકાસણી કરાવી શકશે? શું સરકારી સ્તરે તેમને બિહાર લાવવાની કોઈ યોજના છે કે તેમના મત કાપવાનો હેતુ છે?
તેજસ્વીએ કહ્યું કે ચકાસણી પ્રક્રિયામાં મતદારે સફેદ પૃષ્ઠભૂમિ સાથે પોતાનો રંગીન ફોટો જોડવાનો રહેશે. શું બધા ઘરો/પરિવારોમાં ફોટા ઉપલબ્ધ છે? શું અન્ય દસ્તાવેજોની ફોટોકોપી ઉપલબ્ધ છે? આ પ્રક્રિયા ગરીબ મતદારોને હેરાન કરવા ઉપરાંત આર્થિક બોજ પણ છે.
મતદારો સાથે ક્રૂર મજાક: મુકેશ સાહની
વિકાસશીલ ઇન્સાન પાર્ટીના વડા મુકેશ સાહનીએ જણાવ્યું હતું કે મતદાર યાદી સુધારણા એ મતદારો સાથે ક્રૂર મજાક છે. લોકશાહીમાં મતદારો સૌથી શક્તિશાળી હોય છે પરંતુ તેમને તેમના અધિકારોથી વંચિત રાખવાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે. અમારી પાર્ટી શરૂઆતથી જ ભાજપના ઇશારે ચૂંટણી પંચના મતદાર યાદી સુધારણા અભિયાનનો વિરોધ કરી રહી છે. અમે લોકશાહી અને લોકશાહી મૂલ્યોનો અંત નહીં થવા દઈએ.
હાલ તો ચૂંટણીપંચ અને ભાજપ સરકારનો બિહારમાં ભારે વિરોધ થઈ રહ્યો છે. જોકે હવે આટલો વિરોધ ચૂંટણીપંચ સહન કરશે કે કોઈ બદલાવ કરશે તે આવનારા સમયમાં જ ખબર પડશે.
આ પણ વાંચોઃ
Viral Video: ભેંસએ કોબ્રાને ચારો સમજી લીધો, પછી શું થયું?
Scrap Policy Chaos: દિલ્હીમાં મોદી સરકાર ઝૂંકી!, મારવો પડ્યો યુટર્ન, જૂની ગાડીઓ નહીં હટે
IND vs PAK: મોદીની વાતોનો ફિયાસ્કો, પાકિસ્તાની હોકી ટીમ ભારતમાં ઘૂસસે, પહેલગામ હુમલો જલ્દી જ ભૂલાયો!
Wankaner: BJP ધારસભ્ય જીતુ સોમાણીનો પત્રકાર ભાટી એન. પર હિંસક હુમલો, પહેલા ડોક્ટર પર કર્યો હતો
Kerala ના એરપોર્ટ પર અટવાયેલું F-35 રિપેર કરવામાં બ્રિટનના એન્જિનિયરો નિષ્ફળ