Bihar News: એક પતિના બે પત્ની વચ્ચે ભાગ, પહેલી પત્ની સાથે 4 અને બીજી સાથે 3 દિવસ…, છૂટાછેડા લીધા વિના લગ્ન કરતાં સલવાયા

  • India
  • February 16, 2025
  • 2 Comments
  • છૂટાછેડા લીધા વગર બીજા લગ્ન કરવા ભારે પડ્યા
  • પહેલી પત્ની અને બાળકને તરછોડી દેતાં કેસ કર્યો
  • પોલીસે પતિની વહેંચણી કરવામાં મદદ કરી

Bihar Husband Division: બિહારના પૂર્ણિયા જિલ્લામાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં, મિલકતની જેમ, પતિને પણ બે પત્નીઓ વચ્ચે વહેંચવામાં આવ્યો છે. આ મામલો રૂપૌલી પોલીસ સ્ટેશન વિસ્તારનો છે, જ્યાં એક પુરુષના બે લગ્ન બાદ વિવાદ થતાં પોલીસ ફેમિલી કાઉન્સેલિંગ સેન્ટરમાં સમાધાન કરવામાં આવ્યું હતું. હવે પતિએ પહેલી પત્ની સાથે 4 દિવસ અને બીજી પત્ની સાથે 3 દિવસ રહેવું પડશે. આ ક્રમ દર અઠવાડિયે ચાલુ રહેશે. આ કરાર માટે પોલીસ કાઉન્સેલિંગ સેન્ટરના સભ્યોએ પણ ખૂબ મહેનત કરવી પડી હતી. હવે આ મામલો સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે.

છૂટાછેડા કર્યા વગર બીજા લગ્ન કરવા ભારે પડ્યા

મળતી માહિતી મુજબ, અહીં એક વ્યક્તિએ લગભગ સાત વર્ષ પહેલાં તેની પહેલી પત્નીને છૂટાછેડા આપ્યા વિના બીજા લગ્ન કર્યા હતા. જ્યારે પહેલી પત્નીને આ ઘટનાની જાણ થઈ, ત્યારે તે ન્યાય મેળવવા માટે પોલીસ પાસે ગઈ હતી. મહિલાએ તેના પતિ પર આરોપ લગાવ્યો કે તેણે મને તરછોડી છૂટાછેડા લીધા વિના બીજા લગ્ન તો કર્યા છે. સાથે સાથે મને અને બાળકો પ્રત્યેની જવાબદારીઓ પણ નિભાવી નથી. મહિલાની ફરિયાદ પર, પૂર્ણિયા એસપી કાર્તિકેય શર્માએ આ મામલો ઉકેલ માટે ફેમિલી કાઉન્સેલિંગ સેન્ટરને સોંપ્યો હતો. આ કેસની સુનાવણી ફેમિલી કાઉન્સેલિંગ સેન્ટરમાં થઈ હતી. તે યુવકને તેની બીજી પત્નીથી એક બાળક પણ હતું.

પતિને ભાન થતાં ભૂલ સ્વીકારી

ફેમિલી કાઉન્સેલિંગ સેન્ટરના સભ્યોની સામે, યુવકે પોતાની ભૂલ સ્વીકારી અને કહ્યું કે તે તેની બંને પત્નીઓને ટેકો આપવા અને તેમને માન આપવા માંગે છે. આ પછી, કાઉન્સેલિંગ સેન્ટરના વરિષ્ઠ સભ્ય અને વકીલ દિલીપ કુમાર દીપકની મધ્યસ્થીથી એક અનોખો ઉકેલ મળ્યો. તે માણસને કહેવામાં આવ્યું હતું કે તે તેની પહેલી પત્ની સાથે અઠવાડિયામાં 4 દિવસ અને બીજી પત્ની સાથે 3 દિવસ રહેશે.

બાળકના શિક્ષણ માટે માસિક 4 હજાર આપવા પડશે

આ ઉપરાંત, તેમના બંને બાળકોના શિક્ષણ માટે દર મહિને 4 હજાર રૂપિયા આપવાનું બોન્ડ પણ તૈયાર કરવામાં આવ્યું છે. બંને પત્નીઓ આ નિર્ણય સાથે સંમત થઈ ગઈ અને બોન્ડ પર સહી કર્યા પછી, ખુશીથી કાઉન્સેલિંગ સેન્ટર દ્વારા તેમને છોડવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ Blast in Bhavnagar: ભાવગનરમાં આવેલી મિલમાં બ્લાસ્ટ: ત્રણ શ્રમિકો ગંભીર દાઝ્યા, વિસ્તાર કોર્ડન

આ પણ વાંચોઃ US Deportation: મોદીની અમેરિકા મુલાકાત શું કામની? અમેરિકાએ ફરી તો ભારતીયોને સાંકળ બાંધી મોકલ્યા?

આ પણ વાંચોઃ Gujarat Local Election: મહેમદાવાદમાં પ્રિસાઈડિંગ ઓફિસર દારુ ઢીચીને આવ્યો, ચૂંટણી કામગીરીથી દૂર કરાયો

આ પણ વાંચોઃ Gujarat Local Election: ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન, અનેક જગ્યાએ EVM ખોટકાયું!

  • Related Posts

    India JCR Credit Rating: JCRએ ભારતનું સૉવરીન ક્રેડિટ રેટિંગ BBB(+)થી વધારીને A(-) કર્યું, 35 વર્ષ બાદ મોટો ફેરફાર
    • September 12, 2026

    India JCR Credit Rating: જાપાન ક્રેડિટ રેટિંગ એજન્સી એટલે કે JCRએ ગયા અઠવાડિયે ભારતનું સૉવરીન ક્રેડિટ રેટિંગ BBB(+)થી વધારીને A(-) કર્યું છે. એજન્સીએ ભારતીય અર્થવ્યવસ્થા માટે સ્થિર આઉટલુક પણ જાળવી…

    Continue reading
    Dera Sacha Sauda Advertisement: રામ રહીમના બચાવમાં અખબારોમાં આખા પાનાની જાહેરાત, પડતર કેસો વચ્ચે ફરી ચર્ચામાં ડેરા સચ્ચા સૌદા
    • September 12, 2026

    Dera Sacha Sauda Advertisement: ડેરા સચ્ચા સૌદા અને તેના વિવાદિત પ્રમુખ ગુરમીત રામ રહીમ સિંહ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે. આ વખતે કારણ ડેરા તરફથી બે અખબારોમાં પ્રકાશિત કરાયેલી…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    India JCR Credit Rating: JCRએ ભારતનું સૉવરીન ક્રેડિટ રેટિંગ BBB(+)થી વધારીને A(-) કર્યું, 35 વર્ષ બાદ મોટો ફેરફાર

    • September 12, 2026
    • 4 views
    India JCR Credit Rating: JCRએ ભારતનું સૉવરીન ક્રેડિટ રેટિંગ BBB(+)થી વધારીને A(-) કર્યું, 35 વર્ષ બાદ મોટો ફેરફાર

    Dera Sacha Sauda Advertisement: રામ રહીમના બચાવમાં અખબારોમાં આખા પાનાની જાહેરાત, પડતર કેસો વચ્ચે ફરી ચર્ચામાં ડેરા સચ્ચા સૌદા

    • September 12, 2026
    • 4 views
    Dera Sacha Sauda Advertisement: રામ રહીમના બચાવમાં અખબારોમાં આખા પાનાની જાહેરાત, પડતર કેસો વચ્ચે ફરી ચર્ચામાં ડેરા સચ્ચા સૌદા

    Tibet Protest Delhi: બ્રિક્સ શિખર સંમેલન પહેલાં દિલ્હીમાં તિબેટીયન સમુદાયનું વિરોધ પ્રદર્શન, શી જિનપિંગની મુલાકાતનો વિરોધ

    • September 12, 2026
    • 7 views
    Tibet Protest Delhi: બ્રિક્સ શિખર સંમેલન પહેલાં દિલ્હીમાં તિબેટીયન સમુદાયનું વિરોધ પ્રદર્શન, શી જિનપિંગની મુલાકાતનો વિરોધ

    CJP School Audit Punjab: પંજાબમાં CJPના સ્કૂલ ઑડિટ પર સચિન પાયલટના સવાલ, AAP સાથેના કથિત જોડાણની ચર્ચા

    • September 12, 2026
    • 9 views
    CJP School Audit Punjab: પંજાબમાં CJPના સ્કૂલ ઑડિટ પર સચિન પાયલટના સવાલ, AAP સાથેના કથિત જોડાણની ચર્ચા

    Isudan Gadhvi: દ્વારકા-કચ્છમાં દુષ્કાળ જેવી સ્થિતિનો દાવો, ઈશુદાન ગઢવીએ ઘાસ ડેપોની વ્યવસ્થા સામે ઉઠાવ્યા સવાલ

    • September 12, 2026
    • 8 views
    Isudan Gadhvi: દ્વારકા-કચ્છમાં દુષ્કાળ જેવી સ્થિતિનો દાવો, ઈશુદાન ગઢવીએ ઘાસ ડેપોની વ્યવસ્થા સામે ઉઠાવ્યા સવાલ

    JDU Name Change: JDUનું નામ ‘જનતા દળ નીતિશ’ કરવાની દરખાસ્ત, સંજય ઝાના નિર્ણયથી બિહારના રાજકારણમાં ચર્ચા

    • September 12, 2026
    • 9 views
    JDU Name Change: JDUનું નામ ‘જનતા દળ નીતિશ’ કરવાની દરખાસ્ત, સંજય ઝાના નિર્ણયથી બિહારના રાજકારણમાં ચર્ચા