Bihar: બિહારમાં ભાજપને ઝટકો,ધારાસભ્ય મિશ્રી લાલ યાદવે પાર્ટીમાંથી આપ્યું રાજીનામુ!

  • India
  • October 11, 2025
  • 0 Comments

Bihar: બિહારમાં ચૂંટણીઓનો માહોલ ગરમાયો છે ત્યારે મળી રહેલા અહેવાલો અનુસાર દરભંગાના અલીનગરના ભાજપ ધારાસભ્ય મિશ્રી લાલ યાદવે પાર્ટીમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે.તેમણે આરોપ લગાવ્યો છે કે ભાજપમાં દલિતો અને પછાત વર્ગોને તેમનો હક નથી મળી રહ્યો. યાદવ ઇન્ડિયા એલાયન્સમાં જોડાશે તેવી અટકળો વચ્ચે હજુ સુધી કઈ પાર્ટીમાં જોડાશે તે સામે આવ્યું નથી આ બધા વચ્ચે ભાજપ અલીનગરથી પ્રસિદ્ધ યુવા ગાયિકા મૈથિલી ઠાકુરને ટિકિટ આપવાનું વિચારી રહી છે.

ભાજપ ધારાસભ્ય મિશ્રી લાલ યાદવે પાર્ટીમાંથી રાજીનામું આપવાની જાહેરાત સાથે જ પાર્ટીના નેતૃત્વ ઉપર ગંભીર આરોપ લગાવતા તેમણે કહ્યું કે ભાજપ હવે પછાત વર્ગોનું સન્માન કરતું નથી. પાર્ટીનું ટોચનું નેતૃત્વ ઘમંડી બની ગયું છે. જનતા તેમને આ માટે પાઠ ભણાવશે. પત્રકારો સાથે વાત કરતા મિશ્રીલાલ યાદવે કહ્યું કે છેલ્લા 30 વર્ષથી અલીનગરમાં NDAનો કોઈ ધારાસભ્ય નથી. પરંતુ, 2020 માં, મેં ત્યાં ભાજપનો ઝંડો લહેરાવ્યો. આમ છતાં, પાર્ટીએ મારું અપમાન કર્યું છે. ભાજપમાં મારા આત્મસન્માનનું કોઈ સન્માન નથી. મને સતત હેરાન કરવામાં આવતો હતો. હવે મારા જેવા સ્વાભિમાની વ્યક્તિ માટે આવી પાર્ટીમાં રહેવું શક્ય નથી.

મિશ્રીલાલ યાદવે સ્પષ્ટ કર્યું કે તેઓ અલીનગરથી ચૂંટણી લડશે, પછી ભલે તેમને કઈ પાર્ટીમાં ચૂંટણી લડવાની હોય. જોકે, તેમણે હજુ સુધી ખુલાસો કર્યો નથી કે તેઓ કઈ પાર્ટીમાં જોડાશે. તેમણે કહ્યું, “હું એક ધર્મનિરપેક્ષ વ્યક્તિ છું, તેથી શક્ય છે કે હું કોઈ ધર્મનિરપેક્ષ પાર્ટીમાં જોડાઈશ. પરંતુ હાલમાં, હું કઈ પાર્ટીમાં જોડાઈશ તે નક્કી નથી. એક વાત નક્કી છે: હું ચૂંટણી લડીશ અને જીતીશ.”

અપને જણાવી દઈએ કે દરભંગાના અલીનગર વિધાનસભાના ભાજપ ધારાસભ્ય મિશ્રીલાલ યાદવનું સભ્યપદ 23 જુલાઈના રોજ પુનઃસ્થાપિત કરવામાં આવ્યું છે. દરભંગાના એમપી ધારાસભ્યની વિશેષ અદાલતે 27 મેના રોજ જૂના હુમલાના કેસની સુનાવણી દરમિયાન ધારાસભ્ય મિશ્રીલાલ યાદવને બે વર્ષની જેલની સજા ફટકારી હતી. આ પછી મિશ્રીલાલને જેલની સજા ફટકારવામાં આવી હતી, જેના કારણે 20 જૂનના રોજ ભાજપ ધારાસભ્ય મિશ્રીલાલ યાદવનું વિધાનસભામાંથી સભ્યપદ સમાપ્ત કરવામાં આવ્યું હતું. જો કે, આ કેસમાં ધારાસભ્યને હાઈકોર્ટમાંથી પહેલાથી જ જામીન મળી ગયા છે, જ્યારે હાઈકોર્ટે કેસની સુનાવણી કરતી વખતે 18 જુલાઈના રોજ વિધાનસભા સભ્યપદ રદ કરવાના કેસને રદ કરી દીધો હતો.

આ પણ વાંચો:

UP: 30 વિઘા જમીન અને 3 લાખ રૂપિયા માટે પુત્રએ માતાને પતાવી દીધી, પછી લાશને લટાવી, આરોપીની ધરપકડ

Trump Tariffs News: ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર 100% ટેરિફ લગાવવાની કરી જાહેરાત! ચીને રેર અર્થની નિકાસ ઉપર પ્રતિબંધ મુકતા ટ્રમ્પ બગડ્યા!

PCB ચેરમેન નકવી બેશરમી ઉપર ઉતર્યા ! કહ્યું, “ટ્રોફી મારી મંજૂરી વગર ભારતને સોંપવામાં ન આવે !”

Related Posts

DUSU Election 2026 માં ABVPનો દબદબો યથાવત, 4માંથી 3 સીટો જીતી, NSUIનું ખાતું પણ ન ખુલ્યું
  • September 20, 2026

DUSU Election 2026: દિલ્હી યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘ એટલે કે DUSU ચૂંટણી 2026ના પરિણામો જાહેર થઈ ગયા છે. ચાર કેન્દ્રીય પદોમાંથી ત્રણ પર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એટલે કે ABVPના ઉમેદવારોએ…

Continue reading
Reliance Capital CBI FIR: LICની ફરિયાદ પર Reliance Capital અને અનિલ અંબાણી વિરુદ્ધ CBIની FIR, ₹2,684 કરોડની કથિત છેતરપિંડીની તપાસ
  • September 20, 2026

Reliance Capital CBI FIR: કેન્દ્રીય તપાસ બ્યુરો એટલે કે CBIએ ભારતીય જીવન વીમા નિગમ એટલે કે LICની ફરિયાદના આધારે Reliance Capital Limited (RCAP), તેના પૂર્વ ચેરમેન અનિલ અંબાણી અને અન્ય…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

DUSU Election 2026 માં ABVPનો દબદબો યથાવત, 4માંથી 3 સીટો જીતી, NSUIનું ખાતું પણ ન ખુલ્યું

  • September 20, 2026
  • 3 views
DUSU Election 2026 માં ABVPનો દબદબો યથાવત, 4માંથી 3 સીટો જીતી, NSUIનું ખાતું પણ ન ખુલ્યું

Reliance Capital CBI FIR: LICની ફરિયાદ પર Reliance Capital અને અનિલ અંબાણી વિરુદ્ધ CBIની FIR, ₹2,684 કરોડની કથિત છેતરપિંડીની તપાસ

  • September 20, 2026
  • 6 views
Reliance Capital CBI FIR: LICની ફરિયાદ પર Reliance Capital અને અનિલ અંબાણી વિરુદ્ધ CBIની FIR, ₹2,684 કરોડની કથિત છેતરપિંડીની તપાસ

West Bengal Bypolls: પહેલા ઉમેદવારી પાછી ખેંચી, પછી ફરી મેદાનમાં ઉતર્યા રબીઉલ; મમતા જૂથમાં શું થયું?

  • September 19, 2026
  • 5 views
West Bengal Bypolls: પહેલા ઉમેદવારી પાછી ખેંચી, પછી ફરી મેદાનમાં ઉતર્યા રબીઉલ; મમતા જૂથમાં શું થયું?

Delhi SIR Notices: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, કારણ જાહેર ન થતાં પારદર્શિતા પર સવાલ

  • September 19, 2026
  • 6 views
Delhi SIR Notices: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, કારણ જાહેર ન થતાં પારદર્શિતા પર સવાલ

West Bengal SIR: પશ્ચિમ બંગાળ SIRમાં 37.18 લાખ અપીલો પેન્ડિંગ, માત્ર 1.02 લાખ કેસોનો નિકાલ; ECએ સુપ્રીમ કોર્ટને આપી માહિતી

  • September 19, 2026
  • 7 views
West Bengal SIR: પશ્ચિમ બંગાળ SIRમાં 37.18 લાખ અપીલો પેન્ડિંગ, માત્ર 1.02 લાખ કેસોનો નિકાલ; ECએ સુપ્રીમ કોર્ટને આપી માહિતી

Justice Ujjal Bhuyan: પોલીસ કસ્ટડીમાં મોત અને કથિત એન્કાઉન્ટર પર જસ્ટિસ ભુઇયાંની ટકોર, કહ્યું- ‘શોર્ટકટ’ને બંધારણ મંજૂરી આપતું નથી

  • September 19, 2026
  • 9 views
Justice Ujjal Bhuyan: પોલીસ કસ્ટડીમાં મોત અને કથિત એન્કાઉન્ટર પર જસ્ટિસ ભુઇયાંની ટકોર, કહ્યું- ‘શોર્ટકટ’ને બંધારણ મંજૂરી આપતું નથી