
- દિલ્હી ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી; 40 સીટો સાથે 8માંથી સીધો 48 ઉપર કૂદકો
દિલ્હીમાં ભાજપને 27 વર્ષ પછી સ્પષ્ટ બહુમતી મળી. દિલ્હી વિધાનસભાની 70 બેઠકોમાંથી ભાજપે 48 અને આમ આદમી પાર્ટી (AAP)એ 22 બેઠકો જીતી હતી. કોંગ્રેસને એક પણ બેઠક મળી નથી.
1993માં ભાજપે 53 બેઠકો જીતી હતી, એટલે કે બે તૃતીયાંશ બહુમતી હતી. 5 વર્ષની સરકારમાં મદન લાલ ખુરાના, સાહિબ સિંહ વર્મા અને સુષ્મા સ્વરાજને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા.
1998 પછી કોંગ્રેસે 15 વર્ષ શાસન કર્યું. આ પછી 2013થી આમ આદમી પાર્ટીની સરકાર હતી. ભાજપે 71%ના સ્ટ્રાઇક રેટ સાથે બેટિંગ કરીને બેઠકોમાં 40નો વધારો કર્યો છે. 68 બેઠકો પર ચૂંટણી લડી, 48 બેઠકો જીતી મેળવી લીધી છે. તો બીજી તરફ AAPએ 40 બેઠકો ગુમાવી છે. તો આમ આદમી પાર્ટીનો સ્ટ્રાઇક રેટ 31% થઈ ગયો છે.
ભાજપે છેલ્લી ચૂંટણી (2020)ની સરખામણીમાં તેના મત હિસ્સામાં 9%થી વધુનો વધારો કર્યો. AAPને 10%થી વધુનું નુકસાન થયું છે. કોંગ્રેસ એક પણ બેઠક જીતી ન શકી હોવા છતાં, તે તેના મત હિસ્સામાં 2% વધારો કરવામાં સફળ રહી છે.
ઉલ્લેખનિય છે કે, 2020માં ભાજપે ફક્ત 8 બેઠકો જીતી હતી. 2025માં તેણે 6 ગણી વધુ બેઠકો જીતી, એટલે કે 48થી વધુ બેઠકો સાથે સીધી સત્તામાં વાપસી કરી દીધી છે.
ચૂંટણીના અન્ય કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ
- કેજરીવાલની નવી દિલ્હી બેઠકના 20 ઉમેદવારોએ પોતાની ડિપોઝીટ ગુમાવી દીધી. તેમને મળેલા મતો ત્રણ અંક સુધી પણ પહોંચી શક્યા નહીં.
- દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025ના પરિણામો મુજબ, કોંગ્રેસના 70માંથી 68 ઉમેદવારોએ તેમની ડિપોઝીટ ગુમાવી દીધી છે.
- પ્રવેશ વર્માએ કેજરીવાલને 4089 મતોથી હરાવ્યા હતા, જ્યારે સંદીપ દીક્ષિતને માત્ર 4568 મત મળ્યા હતા.
- ભાજપના બંને ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓના પુત્રો ચૂંટણી જીતી ગયા છે. નવી દિલ્હીથી પ્રવેશ વર્મા અને મોતી નગરથી હરીશ ખુરાના. પ્રવેશ પૂર્વ
- મુખ્યમંત્રી સાહિબ સિંહ વર્માના પુત્ર છે. ખુરાના પૂર્વ મુખ્યમંત્રી મદનલાલ ખુરાનાના પુત્ર છે.
આ પણ વાંચો- દિલ્હી દરબારમાં બીજેપી પરત ફરતાં પીએમ મોદી કરશે કાર્યકરોને સંબોધિત