
BJP Gujarat: અમરેલી જિલ્લાના બગસરા ભાજપ પ્રમુખ પ્રદીપ ભાખર સામે સુરતની એક મોડલે ગંભીર આરોપો લગાવ્યા છે. મોડલની ફરિયાદ મુજબ, ગીર સોમનાથના તાલાલા ખાતે બોરવાવના એક રિસોર્ટમાં પ્રદીપ ભાખરે તેને કેફી પીણું આપી બેભાન કરી દુષ્કર્મ આચર્યું હતું. યુવતી જ્યારે ભાનમાં આવી ત્યારે તેના શરીર પર કોઈ કપડાં ન હતાં. આ ઘટના દરમિયાન ફોટા અને વીડિયો ઉતારીને યુવતીને બ્લેકમેલ કરવામાં આવી હોવાનો આરોપ છે, અને તેને ડ્રગ્સના કેસમાં ફસાવી બે મહિના જેલમાં પણ મોકલવામાં આવી હતી.
પ્રદીપ ભાખરના ભાજપના ટોચના નેતાઓ સાથે ગાઢ સંબંધો
ફરિયાદમાં એવો પણ આરોપ છે કે પ્રદીપ ભાખરના ગુજરાત ભાજપના ટોચના નેતાઓ સાથે ગાઢ સંબંધો છે. તેણે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેના ફોટા પ્રચાર માટે ઉપયોગમાં લીધા હતા. આ ઉપરાંત, ભાજપના 40 ટોચના નેતાઓ સાથેના ફોટો આલ્બમનો ઉપયોગ કરી પોતાની રાજકીય છબી ઊભી કરવાનો પ્રયાસ કર્યો હોવાનું જણાવાયું છે.
ગુજરાત ભાજપ પર લાગેલા અન્ય આરોપો
આ ઘટના ગુજરાત ભાજપના નેતાઓ સામેના યૌનશોષણ અને દુષ્કર્મના આરોપોની શ્રેણીનો એક ભાગ બની રહી છે. શંકરસિંહ વાઘેલાએ ભાજપના નેતાઓના 20 સેક્સ કૌભાંડની સીડી નીતિન પટેલને આપી હોવાનો દાવો કર્યો છે.
આ ઉપરાંત, કચ્છ અને ડિસામાં નેતાઓના સેક્સ વીડિયો બનાવવા માટે છૂપા સ્ટુડિયો હોવાના આરોપો પણ ચર્ચામાં છે, જેમાં કચ્છમાં 60 જેટલા નેતાઓની વીડિયો બનાવવામાં આવી હોવાનું કહેવાય છે.
ભાજપના પૂર્વ સંગઠન મહામંત્રી સંજય જોષીની કથિત સેક્સ સીડીનો મુદ્દો પણ રાજ્યના રાજકારણમાં ચર્ચાઈ ચૂક્યો છે.
ખારેક કાંડ અને રાજકીય વિવાદ
આરોપો મુજબ, ભાજપના 100 નેતાઓ કચ્છના ખારેક કાંડમાં સંડોવાયેલા હોવાનું કહેવાય છે
2019માં ભાજપના “હું ચોકીદાર” સૂત્રની ટીકા કરતાં કેટલાક લોકોએ “ચોકીદાર ચોર મટીને સેક્સી ચોકીદાર” જેવા વિવાદાસ્પદ નિવેદનો કર્યા હતા, જે હવે આ ઘટનાઓને કારણે ફરી ચર્ચામાં આવ્યા છે.
આવી એક નહીં અનેક ભાજપના નેતાઓએ કહ્યું છે. ભાજપ નેતા ગજેન્દ્રસિંહ પરમાર પર પણ આવો જ આરોપ લગાવવામાં આવ્યો અને અને દુષ્કર્મના આરોપ બાદ હાલ પણ તેઓ ભાગતા ફરી રહ્યા છે પરંતુ પોલીસ તેમણે પકડી શકતી નથી.
ભાવનગરના ભાજપના હોદ્દેદારે પણ આવો જ કંઈક આરોપ લગાવ્યો હતો.
કચ્છના ભાજપના સંસદીય સચિવ વાસણ આહિર સામે પણ ભાજપ કાર્યકર યુવતીએ આક્ષેપ કર્યા હતા.
તેમજ અમિત શાહે કચ્છની મહિલાની જાસૂસી માટે જીએલ શિંઘલનો ઉપયોગ કર્યો હતો.
આમ ભાજપના દુષ્કર્મી નેતાઓને લઈને વરિષ્ઠ પત્રકાર દિલીપ પટેલે વધુમાં શું કહ્યું જુઓ વીડિયો..
આ પણ વાંચો:
Barabanki Stampede: યુપીમાં મંદિર પરિસરમાં વીજકરંટ ફેલાતા ભાગદોડ, 2 ના મોત, 29 ઘાયલ
Sehore Ganesh Mandir: મંદિરની અંદર ખુલ્લેઆમ ગુંડાગીરી, હથિયાર સાથે ઘૂસેલા શખ્સે પૂજારીને આપી ધમકી