
CM Devendra Fadnavis News: અત્યારે કોઈને પણ ભગવાન બનાવી દેવામાં આવે છે. તેમાંય ખાસ કરીને નેતાઓને ભગવાન બનાવી દેવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. માણસ ભગવાન આગળ તુચ્છ છે પરંતુ કેટલાક લોકો નેતાઓ મહાન છે તેવું બતાવવા માટે તેમની ભગવાન સાથે તુલના કરીને અતિશયોક્તિ બતાવવામાં કોઈ કસર નથી છોડતા પહેલા મોદીથી શરુઆથ થઈ ઘણા લોકો નરેન્દ્ર મોદીને સારુ લગાડવા માટે તેમની તુલતા ભગવાન સાથે કરી હોવાનું સામે આવ્ચું હતું, ત્યારે હવે મહારાષ્ટ્રના એક ભાજપના ધારાસભ્યએ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને પણ ભગવાન સાથે સરખાવી દીધા છે.
દેવેન્દ્ર ફડણવીસની ભગવાન સાથે તુલતા
મહારાષ્ટ્રના એક ભાજપના ધારાસભ્યએ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ વિશે મોટું નિવેદન આપ્યું છે. વિધાન પરિષદના સભ્ય પરિણય ફુકેએ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની તુલના ભગવાન શ્રી રામ અને શ્રી કૃષ્ણ સાથે કરી છે. વિધાન પરિષદમાં બોલતા ધારાસભ્ય પરિણય ફુકેએ કહ્યું કે સીએમ ફડણવીસનું પાત્ર બિલકુલ ભગવાન શ્રી રામ જેવું છે અને તેમની બુદ્ધિ શ્રી કૃષ્ણ જેવી છે.
પરિણય ફુકે કહે છે કે દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રને વિકાસની નવી ઊંચાઈઓ પર પહોંચાડ્યું છે અને તેને દેશનું નંબર વન રાજ્ય બનાવ્યું છે. એટલું જ નહીં, ધારાસભ્ય પરિણય ફુલેએ વધુમાં કહ્યું કે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ ભગવાનથી ઓછા નથી, તેથી તેઓ તેમના ભજન ગાય છે. તેમણે કહ્યું, “મને ખબર નથી કે દેવેન્દ્ર ફડણવીસ ભગવાન છે કે નહીં, પરંતુ તેઓ ભગવાન જેવા વ્યક્તિ છે. તેમનું પાત્ર શ્રી રામ જેવું છે અને તેમની બુદ્ધિ કૃષ્ણ જેવી છે. તેમની સહનશીલતા બિલકુલ મહાદેવ જેવી છે, તેમનામાં ઝેર પીવાની ક્ષમતા પણ છે.”
સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, ધારાસભ્ય ફુકેએ કહ્યું, “મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસમાં સૂર્યનું તેજ અને ચંદ્રની શાંતિ છે.” મુખ્યમંત્રી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા પરિણય ફુકેએ તેમની ખૂબ પ્રશંસા કરી.
મોદીએ પરંપરા શરુ કરી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તુલના પણ અનેકવાર ભગવાનના અવતારો સાથે કરવામાં આવી છે. ખાસ કરીને, ભાજપના કેટલાક નેતાઓ અને સમર્થકોએ તેમને ભગવાન વિષ્ણુના અવતાર તરીકે ગણાવ્યા છે. ઉદાહરણ તરીકે, 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન, કેટલાક સમર્થકોએ તેમને “આધુનિક ભારતના રામ” અથવા “દેશના ઉદ્ધારક” તરીકે ઓળખાવ્યા હતા. જોકે, આવા નિવેદનો પર વિવાદ પણ થયો હતો, કારણ કે વિરોધી પક્ષોએ આને ધાર્મિક ભાવનાઓનો રાજકીય ઉપયોગ ગણાવ્યો હતો.
આવી તુલનાઓ ઘણીવાર રાજકીય લાભ માટે અથવા સામે વાળાની નજરમાં સારા બનવા માટે કરવામાં આવે છે, પરંતુ તે વિવાદોનું કારણ પણ બને છે, કારણ કે ધાર્મિક ભાવનાઓ ખૂબ સંવેદનશીલ હોય છે. ભગવાન સાથે માણસની તુલના ક્યારેય પણ ન થઈ શકે અને તેમાં ખાસ કરીને નેતા ભગવાન કેવી રીતે બની શકે ? હા કોઈ નેતા સારુ કામ કરે તો તેની પ્રશંસા કરવા જોઈએ પરંતુ તેને સીધા ભગવાનની સાથે જ સરખાવી દેવા તે અતિશયોક્તિ છે.
આ પણ વાંચો:








