Junagadh Bridge Collapsed: વડોદરા બાદ જુનાગઢમાં બ્રિજ દુર્ઘટના, સમારકામ વખતે બ્રિજ તૂટતા કેટલાક લોકો નદીમા ખાબક્યાં

Junagadh Bridge Collapsed: વડોદરામાં ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટના હજુ તો તાજી જ છે ત્યારે રાજ્યમાં ફરી બ્રિજ તૂટવાની ઘટના સામે આવી છે. જૂનાગઢના માંગરોળના આજક ગામે પણ બ્રિજ તૂટવાની ઘટના સામે આવી છે.

વડોદરા બાદ જુનાગઢમાં બ્રિજ દુર્ઘટના

મળતી માહિતી મુજબ જૂનાગઢના માંગરોળના આજક ગામે બ્રિજના રિપેરિંગ કામ વખતે બ્રિજ તુટી પડ્યો હતો. આ ઘટના બની ત્યારે બ્રિજ પર ઊભેલા લોકો નદીમાં ખાબકી ગયા હતા. જોકે સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઇ નહોતી. જ્યાં દુર્ઘટના બની છે તે બ્રિજ આત્રોલીથી કેશોદ તરફ જવાના રસ્તે આવેલો હતો.

વડોદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 20 લોકોના મોત 

ઉલ્લેખનીય છે કે, વડોદરા જિલ્લાના પાદરા તાલુકા પાસે મહિસાગર નદી પર 9 જુલાઈ 2025 ના રોજ મુજપુર-ગંભીરા પુલ અકસ્માત થયો હતો. નદી પર બનેલો ગંભીરા પુલ અચાનક તૂટી પડ્યો હતો. આ દુ:ખદ પુલ અકસ્માતમાં અત્યાર સુધીમાં 20 લોકોના મોત થયા છે, જ્યારે એક વ્યક્તિ હજુ પણ ગુમ છે. આ દુર્ઘટનામાં તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે કારણ કે, તે ઘણા સમયથી જર્જરિત હતો અને તેનું સમારકામ કરવા અને નવો બ્રિજ બનાવવા માટે અનેક રજૂઆતો કરવામા આવી પરંતુ તે રજૂઆતોને ધ્યાને ન લેતા આખરે આ દુર્ઘટના સર્જાઈ હતી.

આ દુર્ઘટના બાદ રાજ્યનું તંત્ર જાગ્યું છે અને જેટલા પણ જર્જરિત બ્રિજ છે તેનું સમારકામ હાથ ધર્યું છે તેવામાં વધુ એક દુર્ઘટના સર્જાતા ચકચાર મચી ગઈ છે. જો કેસદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી.

આ પણ વાંચો:  
 
Related Posts

Stock Market Cyber Fraud: શેરબજારમાં મહિને 200 ટકા નફાની લાલચ આપીને યુવક સાથે 18 લાખની છેતરપિંડી, અમદાવાદ સાયબર ક્રાઇમે ગેંગ પકડી
  • May 5, 2026

Stock Market Cyber Fraud: અમદાવાદમાં શેરબજારમાં રોકાણના નામે ઊંચા વળતરની લાલચ આપી નિર્દોષ નાગરિકોને ચૂનો લગાવતી એક મોટી ગેંગનો અમદાવાદ સાયબર ક્રાઇમે પર્દાફાશ કર્યો છે. આ ટોળકી લોકોનો વોટ્સએપ મારફતે…

Continue reading
Kinnar Jyotish Gang: ઓનલાઇન જ્યોતિષના નામે બ્લેકમેલિંગનું નેટવર્ક, કિન્નર ગુરુ બની લોકોને લૂંટતી ગેંગનો પર્દાફાશ
  • May 5, 2026

Kinnar Jyotish Gang: જો તમે તમારી અંગત સમસ્યાઓ કે લગ્નજીવનના કલેશના નિવારણ માટે સોશિયલ મીડિયા પર જ્યોતિષીઓની શોધ કરી રહ્યા હોવ, તો સાવધાન થઈ જજો. અમદાવાદ સાયબર ક્રાઇમે એક એવી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Stock Market Cyber Fraud: શેરબજારમાં મહિને 200 ટકા નફાની લાલચ આપીને યુવક સાથે 18 લાખની છેતરપિંડી, અમદાવાદ સાયબર ક્રાઇમે ગેંગ પકડી

  • May 5, 2026
  • 2 views
Stock Market Cyber Fraud: શેરબજારમાં મહિને 200 ટકા નફાની લાલચ આપીને યુવક સાથે 18 લાખની છેતરપિંડી, અમદાવાદ સાયબર ક્રાઇમે ગેંગ પકડી

Kinnar Jyotish Gang: ઓનલાઇન જ્યોતિષના નામે બ્લેકમેલિંગનું નેટવર્ક, કિન્નર ગુરુ બની લોકોને લૂંટતી ગેંગનો પર્દાફાશ

  • May 5, 2026
  • 5 views
Kinnar Jyotish Gang: ઓનલાઇન જ્યોતિષના નામે બ્લેકમેલિંગનું નેટવર્ક, કિન્નર ગુરુ બની લોકોને લૂંટતી ગેંગનો પર્દાફાશ

Surat Varachha SBI Robbery Case: સુરત SBI બેંક લૂંટકાંડમાં મોટો ખુલાસો: ઉત્તરપ્રદેશથી બે શખ્સો ઝડપાયા, જાણો અઠવાડિયાની તપાસની વિગત

  • May 4, 2026
  • 8 views
Surat Varachha SBI Robbery Case: સુરત SBI બેંક લૂંટકાંડમાં મોટો ખુલાસો: ઉત્તરપ્રદેશથી બે શખ્સો ઝડપાયા, જાણો અઠવાડિયાની તપાસની વિગત

Gosabara RDX Landing Case Verdict: પોરબંદર ગોસાબારા RDX લેન્ડિંગ કેસમાં સ્પેશિયલ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, દાઉદ ઈબ્રાહિમ સહિત 12 આરોપી દોષિત જાહેર

  • May 4, 2026
  • 5 views
Gosabara RDX Landing Case Verdict: પોરબંદર ગોસાબારા RDX લેન્ડિંગ કેસમાં સ્પેશિયલ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, દાઉદ ઈબ્રાહિમ સહિત 12 આરોપી દોષિત જાહેર

Mamata Banerjee on Election Result: પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામો વચ્ચે મમતા બેનર્જીનું પહેલું નિવેદન, કહ્યું- “અંતિમ રાઉન્ડ બાદ ટીએમસી જ જીતશે”

  • May 4, 2026
  • 7 views
Mamata Banerjee on Election Result: પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામો વચ્ચે મમતા બેનર્જીનું પહેલું નિવેદન, કહ્યું- “અંતિમ રાઉન્ડ બાદ ટીએમસી જ જીતશે”

Priyanka Chaturvedi: રેપના કેસોમાં ‘બેનિફિટ ઓફ ડાઉટ’ પર પ્રિયંકા ચતુર્વેદીનો આક્રોશ, ન્યાયવ્યવસ્થાની કામગીરી પર ઉઠાવ્યા સવાલ

  • May 4, 2026
  • 15 views
Priyanka Chaturvedi: રેપના કેસોમાં ‘બેનિફિટ ઓફ ડાઉટ’ પર પ્રિયંકા ચતુર્વેદીનો આક્રોશ, ન્યાયવ્યવસ્થાની કામગીરી પર ઉઠાવ્યા સવાલ