Bihar માં લોકશાહીનો ‘ફ્લાયઓવર ફિયાસ્કો’, મતદાર ફોર્મ રસ્તા પર, જાણો ચૂંટણીપંચે શું કહ્યું?

  • India
  • July 14, 2025
  • 0 Comments

Bihar : બિહારની રાજધાની પટનામાં લોકશાહીનો એક નવો ‘ફ્લાયઓવર ફિયાસ્કો’ સામે આવ્યો છે, જેમાં ગાંધી મેદાનથી કૃષ્ણા ઘાટ સુધીના ચકચારજનક ડબલ-ડેકર ફ્લાયઓવર પર હજારો મતદાર ચકાસણી ફોર્મ વેરવિખેર પડ્યા હોવાનો વીડિયો વાયરલ થયો છે.

મતદાર ફોર્મ રસ્તા પર મળતા રાજકારણ ગરમાયું

આ વીડિયોને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી વિરોધ પક્ષોએ આને લોકશાહીની ‘કચરાપેટી’માં ફેંકાયેલી ઘટના ગણાવી, જ્યારે ચૂંટણી પંચ અને પટના જિલ્લા વહીવટીતંત્રે આને ‘જૂનો વીડિયો’ ગણાવી ડ્રામાને નકારી કાઢ્યો છે. આ ઘટનાએ બિહારના રાજકીય વાતાવરણને ગરમાવી દીધું છે, અને સોશિયલ મીડિયા પર મીમ્સનું રાફડું ફાટી નીકળ્યું છે.

 તેજસ્વી યાદવે  ચૂંટણી પંચ પર કર્યા આકરા પ્રહારો

વાયરલ વીડિયોમાં રસ્તા પર ફેંકાયેલા કાગળો જોવા મળ્યા હતા, જેને વિરોધ પક્ષોએ મતદાર ચકાસણી ફોર્મ ગણાવ્યા. આરજેડી નેતા તેજસ્વી યાદવે પ્રેસ કોન્ફરન્સમાં આ વીડિયો બતાવીને ચૂંટણી પંચ પર આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું, “લોકોએ લાઇનોમાં ઊભા રહી, દસ્તાવેજો આપ્યા, પોતાની ઓળખ સાબિત કરી, અને સિસ્ટમે તેમના ફોર્મ સીધા ફ્લાયઓવર પર ફેંકી દીધા. આ શું લોકશાહીનું નવું મોડેલ છે?” પરંતુ ચૂંટણી પંચે આ ઘટનાને ‘ફેક ન્યૂઝ’ ગણાવ્યા છે.

બિહારના મુખ્ય ચૂંટણી અધિકારીએ આપી સ્પષ્ટતા

બિહારના મુખ્ય ચૂંટણી અધિકારીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર દાવો કર્યો કે, “પટનાના નાયબ ચૂંટણી અધિકારીએ સ્થળની તપાસ કરી, પરંતુ કોઈ ફોર્મ મળ્યું નથી. સ્થાનિક લોકોએ પણ આવી કોઈ ઘટનાની પુષ્ટિ કરી નથી.” પટના જિલ્લા વહીવટીતંત્રે વધુ એક પગલું આગળ જઈને નવો વીડિયો બહાર પાડ્યો, જેમાં રસ્તો ‘સ્વચ્છ’ દેખાય છે, અને દાવો કર્યો કે આ વીડિયો 12 જુલાઈનો છે. વહીવટીતંત્રે કહ્યું, “આ જૂનો વીડિયો લાગે છે. અમારા ફોર્મ તો ઓફિસમાં વ્યવસ્થિત રાખવામાં આવ્યા છે!”

સોશિયલ મીડિયા પર હાસ્યનું મોજું 

આ ઘટનાએ સોશિયલ મીડિયા પર હાસ્યનું મોજું લાવી દીધું છે. એક યૂઝરે લખ્યું, “બિહારમાં લોકશાહી હવે ફ્લાયઓવર પર ઉડે છે, પણ ફોર્મ રસ્તા પર ફેંકાય છે!” બીજાએ ટિપ્પણી કરી,”ચૂંટણી પંચે કહ્યું, ‘ફોર્મ નથી મળ્યા’, એટલે શું, ફોર્મ પોતે જ ઉડીને કચરાપેટીમાં ગયા?” વિપક્ષે આ મુદ્દાને બિહાર વિધાનસભા ચૂંટણી પહેલાં લોકશાહી પર હુમલો ગણાવ્યો છે. તેજસ્વી યાદવે ટ્વીટ કર્યું, “જો મતદાર ફોર્મ રસ્તા પર ફેંકાય, તો શું આગામી ચૂંટણીમાં મતદારોને પણ આવું જ કરવામાં આવશે?” જોકે, સત્તાધારી પક્ષે આને વિપક્ષનો ‘ચૂંટણી સ્ટંટ’ ગણાવ્યો છે.

બિહારની રાજનીતિમાં ડ્રામા

આ ઘટના ખરેખર થઈ હોય કે નહીં, તેની તપાસ ચાલુ છે, પરંતુ એક વાત તો સ્પષ્ટ છે બિહારની રાજનીતિમાં ડ્રામાની કમી નથી. જ્યારે ફ્લાયઓવર ટ્રાફિકની ભીડ ઘટાડવા માટે બન્યો છે, ત્યારે આ વિવાદે રાજકીય ભીડને ચોક્કસ વધારી દીધી છે. હવે જોવું રહ્યું કે આ ‘ફોર્મ વિવાદ’ ચૂંટણી પહેલાં કયો નવો મોડ લે છે.

આ પણ વાંચો: 
 
  • Related Posts

    Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા
    • September 16, 2026

    Manusmriti and BR Ambedkar: 26 નવેમ્બર 1949ના રોજ ભારતનું બંધારણ અપનાવવામાં આવ્યું તેના બે દિવસ પહેલાં સમાજ સુધારક અને કોંગ્રેસ નેતા કેશવરાવ જેધેએ ડૉ. બી.આર. આંબેડકર અને તેમના સાથીઓને બંધારણ…

    Continue reading
    Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા
    • September 16, 2026

    Noise Pollution India: દિલ્હીના કિલોકરી વિસ્તારમાં જાણીતા મણિપુરી સંગીતકાર, શિક્ષક અને રૉક બૅન્ડ ફીનિક્સના ગિટારિસ્ટ ચોંગથામ વિક્રમ સિંહની હત્યાએ ભારતમાં વધતા ધ્વનિ પ્રદૂષણ અને જાહેર સ્થળે અવાજના ઉપયોગ અંગે ગંભીર…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

    • September 16, 2026
    • 3 views
    Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

    Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

    • September 16, 2026
    • 4 views
    Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

    UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

    • September 16, 2026
    • 5 views
    UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

    Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

    • September 16, 2026
    • 9 views
    Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

    ‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

    • September 16, 2026
    • 9 views
    ‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

    Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત

    • September 16, 2026
    • 12 views
    Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત