
બનાસકાંઠા(Banaskantha) સાંસદ ગેનીબેન ઠાકોરે(Geniben Thakor) અનમાત મુદ્દે નિવેદન આપનાર ભાજપ(BJP)ના મહિલા પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિ માફી માંગે તેવી માંગ કરી છે. ભાજપના મંત્રી નૌકાબેનના પતિએ પણ અનામતનો લાભ લીધો હસે તેવું કહી કહ્યું હતુ.
નૌકાબેન પ્રજાપતિ ડોક્ટર હોવાથી તેઓ પણ અનામતનો લાભ લઇ ડોક્ટર બન્યા છે. ભાજપ પર પ્રહારો કરતા ગેનીબેને કહ્યું વર્ષોથી ભાજપ અને RSSની નીતિઓ ઘડી રહ્યું કે અનામત કઈ રીતે હટે? અનામત મુદ્દા પર વિવાદિત નિવેદનને મામલે ગેનીબેને દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું આવા નિવેદન આપનારને ભગવાન સદબુદ્ધિ આપે. પ્રજાસત્તાક દિવસએ બંધારણ અમલમાં આવ્યું હતું. બંધારણની ઉજવણીના દિવસે આવું નિવેદન આપવું એ SC-ST અને OBC સમુદાય માટે દુઃખદ છે.
નૌકાબેને શું આપ્યું હતુ વિવાદસ્પદ નિવેદન
બનાસકાંઠાની ભાભર નગરપાલિકા દ્વારા પ્રજાસત્તાકની ઉજવણી માટે આયોજિત કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિએ હાજરી આપી હતી. આ પ્રસંગે નૌકાબેન પ્રજાપતિએ અનામતને લઈને ઉલ્લેખ કરતા વિવાસ્પદ નિવેદન આપ્ય હતું કે, ‘અનામત માથાના દુઃખાવા સમાન, તુષ્ટિકરણની રાજનીતિને કારણે અનામત હટાવી શક્યા નથી.’








