
Black Friday: આજે ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિ છે જેને ‘બલિદાન દિવસ’ તરીકે પણ યાદ કરવામાં આવે છે.
ગાંધીજીના વિચારો અને આદર્શો આજેપણ જીવંત છે તેઓ ઉપર હજ્જારો પુસ્તકો લખાયેલા છે જેથી દેશના દરેક નાગરીકના જીવનમાં વણાયેલા છે.
દેશની ચલણી નોટ ઉપર તેઓનું ચિત્ર અમર છે, નાના મોટા સૌ કોઈ ગાંધીજીને જાણે છે એટલે તેઓ આજેપણ જાણે કે લોક જીવનમાં ધબકે છે.
30 જાન્યુઆરી 1948ના દિવસે મહાત્મા ગાંધીની હત્યા થઈ તે દિવસે શુક્રવાર હતો અને આજે પણ 30 જાન્યુઆરી 2026 ના રોજ પણ યોગાનુયોગ શુક્રવાર જ છે. મહાત્મા ગાંધીની હત્યા થઈ તે શુક્રવારને બ્લેક ફ્રાઈડે ગણાવાયો હતો.
30 જાન્યુઆરી 1948ના રોજ શુક્રવારે સાંજે 5:17 વાગ્યે મહાત્મા ગાંધી પ્રાર્થનાસભામાં જઈ રહયા હતા ત્યારે તેઓની હત્યા કરવામાં આવી હતી, આ દિવસને ભારતમાં ‘શહીદ દિવસ’ અથવા ‘ગાંધી નિર્વાણ દિવસ’ તરીકે યાદ કરવામાં આવે છે, જે રાષ્ટ્રપિતાના બલિદાન અને અહિંસાના માર્ગને વંદન કરે છે.30 જાન્યુઆરી તેમની અહિંસક વિચારધારાને યાદ કરવાનો દિવસ છે.
સિનિયર પત્રકાર દિલીપ પટેલે આ મુદ્દે સરસ વિશ્લેષણ કર્યું છે જે અચૂક સાંભળજો.પ્રસ્તુત છે વિડીયો.
આ પણ વાંચો:
Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા









