
રાજસ્થાનના બિકાનેરમાં મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં તોપના પરીક્ષણ સમયે એક મોટી દુર્ઘટના બની છે. પરિક્ષણ દરમિયાન બોમ્બ બ્લાસ્ટ થવાની માહિતી મળી રહી છે. આ દુર્ઘટનામાં 2 સૈનિકો ઘટનાસ્થળે જ મોતને ભેટ્યા છે. જ્યારે અને 1 જવાન ગંભીર ઈજાગ્રસ્ત થયો છે. ઈજાગ્રસ્ત જવાનને સુરતગઢની મિલિટ્રી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
આ રીતે બની ઘટના!
બુધવારે બિકાનેરના મહાજન થાના વિસ્તારમાં આવેલા સૈન્યના ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં આ દુઘર્ટના સર્જાઈ હતી. જ્યાં પ્રેક્ટિસ દરમિયાન કોઈ ભૂલને કારણે અચાનક બોમ્બ ફાટ્યો હતો.
અહીં બીજીવાર બની બ્લાસ્ટની દુર્ઘટના
ઘટનાની જાણ થતાં જ ટોચના સૈન્ય અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ પહેલા પણ અહીં એક દુર્ઘટના ઘટી હતી. જેમાં એક જવાનનું મોત થયા હતા. ત્યારે આ દુર્ઘટના બનતાં જવાનોની સુરક્ષાને લઈ સવાલો ઉભા થયા છે. હાલ આ મામલે તપાસ હાથ ધરાઈ છે.