
જૂનાગઢ જીલ્લામાં ભાજપને મોટો ફટકો પડ્યો છે. ભાપના કાર્યકરોએ એકાએક પાર્ટી બદલી નાખતાં રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.
જૂનાગઢ જિલ્લાના ચોરવાડમાં ભાજપમાં ભંગાણ પડ્યું છે. અહીં એક સાથે 100 જેટલા ભાજપ કાર્યકરો કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાના હસ્તે કોંગ્રેસમાં જોડાયા છે. સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ તમામને ખેસ પહેરાવી કોંગ્રેસમાં આવકાર્યા છે. ભાજપ એ.સટી સેલના પ્રમુખ લખમણભાઇ ચાવડા સહિત રબારી અને કોળી સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓ કોંગ્રેસમાં સામેલ થઈ ગયા છે. જેથી જૂનાગઢનું રાજકારણ ફરી ગરમાયું છે.
આ પણ વાંચોઃ AHMEDABAD COLDPAY CONCERT: અમદવાદમાં કોલ્પપ્લે માટે ચાંપતો બંદોબસ્ત, ઓરોગ્ય સેવાઓ ઉપલબ્ધ