
કોંગ્રેસ(Congress)ની પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠક(meeting)માં મહત્વના નિર્ણય લેવાયો છે. રાજ્યભરમાં કોંગ્રેસ ‘જય સરદાર યાત્રા’ યોજશે. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ વર્ષ નિમિત્તે રાજ્યભરમાં સરદાર યાત્રા કરશે.
તાલુકા સ્તરેથી વધુને વધુ લોકોને યાત્રામાં જોડવામાં આવશે. સરદાર પટેલ સાથે સંકળાયેલા બારડોલી, કરમસદ, નડિયાદ સહિતની જગ્યાઓ પર વિશેષ કાર્યક્રમો યોજાશે.
આ પણ વાંચોઃ Ahmedabad: કોલ્ડપ્લે કોન્સર્ટમાં 1 લાખથી વધુ લોકોનો જમાવડો
ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવકતા મનીષ દોશી કહ્યું રાજ્યમાં થઈ રહેલા નોટિસ વગર ડિમોલિશન અંગે પણ કોંગ્રેસ વિરોધ કરશે. કોંગ્રેસે કહ્યું કે એકતરફી નિર્ણય કરી નાગરિકોને બેઘર કરવાના નિર્ણયનો કોંગ્રેસ વિરોધ કરશે. જ્યાં નોટિસ વગર ડિમોલિશન થશે ત્યાં પહોંચી કોંગ્રેસ દેખાવો કરશે.
આ પણ વાંચોઃ BZ સ્કેમના કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાની સંપતિ જપ્ત કરાશે







