Ahmedabad: કોલ્ડપ્લે કોન્સર્ટમાં 1 લાખથી વધુ લોકોનો જમાવડો

  • Gujarat
  • January 25, 2025
  • 2 Comments

Coldplay Concert Ahmedabad: આજથી 26 તારીખ સુધી વિશ્વના સૈથી મોટા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડપ્લે કોન્સર્ટ યોજાઈ રહ્યો છે. બપોરથી લોકોની એન્ટ્રી શરુ થઈ ગઈ છે. અત્યાર સુધી લગભગ 1 લાખ લોકોએ પ્રવેશ કરી લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે. સૌથી વધુ મહારાષ્ટ્રમાંથી બૂકિંગ થયું છે. મહારાષ્ટ્રથી 59 હજાર અને ગોવામાંથી 48 હજાર લોકો આવ્યા છે. કોન્સર્ટ દરમિયાન સંગીતની સાથે લાઈટ, મ્યુઝિક વગેરેનું પણ અદ્ભૂત આયોજન કરવામાં આવતું હોય છે. અમદાવાદમાં પણ તેની તૈયારીઓ કરી દેવામાં આવી છે.

સાંજે 5 વાગ્યાથી શરૂ થનારી આ ઈવેન્ટ માટે પ્રેક્ષકોને બપોરના 2 વાગ્યાથી જ સ્ટેડિયમમાં પ્રવેશ આપવાની શરૂઆત થઈ ગઈ હતી. સ્ટેડિયમમાં અંદાજે 1 લાખ કરતાં વધુ લોકો ઉપસ્થિત રહેવાના હોવાથી કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે. કોઈ દુર્ઘટના ન સર્જાઈ તે માટે પણ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવાઈ છે. લોકોને આવવા-જવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે પણ પ્રતિબંધિત અને વૈકલ્પિક રસ્તાઓની માહિતી આપવામાં આવી છે. પાર્કિગની વ્યવસ્થા  Show My Parking એપ દ્વારા મેળવી શકાય છે. અમદાવાદ સહિત 50 કિમીના અંતર સુધી હોટેલ ફેન્સ દ્વારા બૂકિંગ કરવામાં આવી છે.

કોન્સર્ટ જોવા માટે આવેલા  એક ફેને જણાવ્યું હતું કે ‘હું મુંબઈથી આવી છું હું કેટલાંય દિવસથી આ કોન્સર્ટની રાહ જોતી હતી અને હું કોલ્ડપ્લે સિંગર ક્રિસ માર્ટીન ની બહુ જ મોટી ફેન છું’.

મહત્વપૂર્ણ છે કે, કોલ્ડપ્લે કોન્સર્ટને નિહાળવા કેટલાંક ફેન મહારાષ્ટ્ર, દિલ્હી, પુને, હૈદરાબાદ સહિત વિવિધ રાજ્યોમાંથી આવ્યા છે. આમ અમદાવાદમાં આજે દેશ અને વિદેશના મ્યુઝિકપ્રેમીઓ પહોંચી ગયા છે.

Related Posts

Nirona Power Plant Fire Kutch: કચ્છના નિરોણા પાવર પ્લાન્ટમાં ભીષણ આગ, આકાશમાં ધુમાડાના ગોટેગોટા છવાયા
  • April 30, 2026

Nirona Power Plant Fire Kutch: કચ્છ જિલ્લાના નિરોણા ગામ પાસે આવેલા એક ખાનગી પાવર પ્લાન્ટમાં આજે સવારના સમયે અચાનક વિકરાળ આગ ફાટી નીકળતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.…

Continue reading
Chaitar Vasava Jhagadia Case: ‘જેલથી ડરતા નથી’, ઝઘડિયા મેટ્રોપોલિટન કેસમાં ચૈતર વસાવાના પોલીસ અને તંત્ર પર ગંભીર આક્ષેપ
  • April 30, 2026

Chaitar Vasava Jhagadia Case: ભરૂચ જિલ્લાના ઝઘડિયામાં આવેલી મેટ્રોપોલિટન કંપનીમાં સર્જાયેલી મારામારીની ઘટના બાદ રાજકીય ગરમાવો તેજ થયો છે. આ મામલે આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવાએ પોલીસની કામગીરી પર…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Deepali Tiwari Mohanlal Controversy: ‘પદ અપાવવાના બદલામાં હમબિસ્તરની માંગ કરી’, દીપાલી તિવારીના આરોપોથી ઉત્તર પ્રદેશ ભાજપમાં મચ્યો વિવાદ

  • April 30, 2026
  • 8 views
Deepali Tiwari Mohanlal Controversy: ‘પદ અપાવવાના બદલામાં હમબિસ્તરની માંગ કરી’, દીપાલી તિવારીના આરોપોથી ઉત્તર પ્રદેશ ભાજપમાં મચ્યો વિવાદ

Nirona Power Plant Fire Kutch: કચ્છના નિરોણા પાવર પ્લાન્ટમાં ભીષણ આગ, આકાશમાં ધુમાડાના ગોટેગોટા છવાયા

  • April 30, 2026
  • 6 views
Nirona Power Plant Fire Kutch: કચ્છના નિરોણા પાવર પ્લાન્ટમાં ભીષણ આગ, આકાશમાં ધુમાડાના ગોટેગોટા છવાયા

Chaitar Vasava Jhagadia Case: ‘જેલથી ડરતા નથી’, ઝઘડિયા મેટ્રોપોલિટન કેસમાં ચૈતર વસાવાના પોલીસ અને તંત્ર પર ગંભીર આક્ષેપ

  • April 30, 2026
  • 12 views
Chaitar Vasava Jhagadia Case: ‘જેલથી ડરતા નથી’, ઝઘડિયા મેટ્રોપોલિટન કેસમાં ચૈતર વસાવાના પોલીસ અને તંત્ર પર ગંભીર આક્ષેપ

Ahmedabad Vatva Murder Mystery: અમદાવાદમાં 35 વર્ષ જૂની હત્યાનું રહસ્ય ખુલ્યું: ખોદકામમાં મળ્યા હાડકા, વાળ અને વીંટી

  • April 30, 2026
  • 13 views
Ahmedabad Vatva Murder Mystery: અમદાવાદમાં 35 વર્ષ જૂની હત્યાનું રહસ્ય ખુલ્યું: ખોદકામમાં મળ્યા હાડકા, વાળ અને વીંટી

Gujarat Local Body Election Analysis: 2027 વિધાનસભાની ચૂંટણીનું ટ્રેલર? ગુજરાતમાં ભાજપ મજબૂત, કોંગ્રેસ સંગઠન સંકટમાં અને આપ સામે અસ્તિત્વનો પડકાર

  • April 29, 2026
  • 11 views
Gujarat Local Body Election Analysis: 2027 વિધાનસભાની ચૂંટણીનું ટ્રેલર? ગુજરાતમાં ભાજપ મજબૂત, કોંગ્રેસ સંગઠન સંકટમાં અને આપ સામે અસ્તિત્વનો પડકાર

Ahmedabad NPCI Fraud Case: અમદાવાદ સાયબર ક્રાઈમનો મોટો ખુલાસો: મિનિસ્ટ્રી ઓફ ફાયનાન્સ અને NPCI અધિકારી બનીને 48 લાખની ઠગાઈ

  • April 29, 2026
  • 9 views
Ahmedabad NPCI Fraud Case: અમદાવાદ સાયબર ક્રાઈમનો મોટો ખુલાસો: મિનિસ્ટ્રી ઓફ ફાયનાન્સ અને NPCI અધિકારી બનીને 48 લાખની ઠગાઈ