બનાસકાંઠા સરહદેથી BSF એ ઘુસણખોરને ઠાર માર્યો, કચ્છમાંથી એક જાસૂસની ધરપકડ

BSF kills a Pakistani infiltrator: ગુજરાત સરહદ પર BSF એ એક ઘુસણખોરને ઠાર માર્યો છે. આ ઘટના ગઈકાલે રાત્રે બની હતી. આ ઉપરાંત કચ્છમાંથી એક જાસૂસની પણ ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત એટીએસના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલા જાસૂસ પર પાકિસ્તાનને ઘણી મહત્વપૂર્ણ માહિતી પૂરી પાડવાનો આરોપ છે. હાલમાં પોલીસે જાસૂસની ધરપકડ કરી છે અને પૂછપરછ શરૂ કરી છે. શરૂઆતની તપાસમાં પોલીસને ખબર પડી કે આરોપી ISI ના સતત સંપર્કમાં હતો. પોલીસ આરોપીની પૂછપરછ અને તેની સાથે સંકળાયેલા મહત્વપૂર્ણ લોકોની ઓળખ કરવામાં પણ વ્યસ્ત છે. પોલીસને શંકા છે કે ઓપરેશન સિંદૂર દરમિયાન આ જાસૂસે પાકિસ્તાન સાથે ઘણી માહિતી શેર કરી હશે. જોકે, આ અંગે હજુ તપાસ ચાલુ છે.

BSF ગુજરાત ફ્રન્ટિયરના જનસંપર્ક અધિકારીનું નિવેદન

જનસંપર્ક અધિકારીએ જણાવ્યું કે, ‘BSF એ ગુજરાતના બનાસકાંઠામાં ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યોછે . 23 મે 2025 ના રોજ રાત્રે ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં ભારતીય ક્ષેત્રમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા પાકિસ્તાની ઘુસણખોરને સતર્ક બીએસએફ જવાનોએ સફળતાપૂર્વક ઠાર માર્યો હતો. બીએસએફ જવાનોએ એક શંકાસ્પદ વ્યક્તિને આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને ભારતીય ક્ષેત્રમાં પ્રવેશતા જોયો હતો. સૈનિકોએ તેને ચેતવણી આપી, પણ તે આગળ વધતો રહ્યો હતો. પરિસ્થિતિ જોઈને BSF જવાનોએ ગોળીબાર કર્યો, જેમાં ઘુસણખોર ઘટનાસ્થળે જ મૃત્યું પામ્યો હતો.

કચ્છમાંથી એક જાસૂસની ધરપકડ

કચ્છમાંથી એક જાસૂસની પણ ધરપકડ કરવામાં આવી છે. આ કાર્યવાહી ATS દ્વારા કરવામાં આવી છે. યુવકનું નામ સહદેવ ગોહિલ છે. તેના પર પાકિસ્તાનને ગુપ્ત માહિતી પૂરી પાડવાનો આરોપ છે. તે મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર તરીકે કામ કરે છે. ત્યારે એક PSIને બાતમી મળી હતી કે તે BSF અને નેવીની માહિતી પાકિસ્તાનને મોકલતો હતો.જે બાદ સ્પેશિયલ ટીમ બનાવીને તેને પકડી પાડવામા આવ્ચો છે.

પાકિસ્તાનની જાસૂસ અંગે મોટા ખુલાસા

પ્રાથમિક વિગતો મુજબ આદિતી ભારદ્વાજ નામની છોકરી આરોપી સહદેવસિંહ ગોહિલના સંપર્કમાં આવી હતી. આ છકરીએ સહદેવ પાસેથી BSF અને નેવીના અંડર કન્સ્ટ્રક્શનની માહિતી માંગી હતી. આ માટે સહદેવને 40 હજાર રુપિયા રોકડા પણ આપવામાં આવ્યા હતા.તેને આ પૈસા કચ્છની દયાપર ચોકડી ખાતેથી મેળવ્યા હતા. ફોન દ્વારા તેની પાકિસ્તાન PIO આદિતી ભારદ્વાજ સાથે પાકિસ્તાનમાં વાત થતી હતી. ત્યારે આરોપીના ફોનમાંથી વધુ વિગતો મળી શકે તેમ હોવાથી આરોપીના ફોનને FSLમાં મોકલાયો છે.

આ પણ વાંચો:

Accident: અમદાવાદથી ભીલવાડા જતી લક્ઝરીએ મારી પલટી, 3ના મોત, ઘણાને ઈજાઓ

Surat: એમેઝોન પ્રાઇમ ફ્રેન્ચાઇઝી મેળવવા માટે બેંક લૂંટી, આ રીતે પોલીસે આરોપીને ઝડપ્યો

પ્રખ્યાત અભિનેતા Mukul Dev નું 54 વર્ષની વયે અવસાન, ફિલ્મ ઉદ્યોગમાં શોકનું મોજું

Gujarat Rain:આજે ગુજરાતમાં વરસાદનું યલો એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા સુચના

Vadodara: 12 વર્ષથી સરકારી જમીન પર દબાણ કરનાર યુસુફ પઠાણ પર તંત્રની મીઠી નજર, નોટીસ સુધ્ધા પણ નથી આપી

Sabarkantha: રેતી ખનન માફિયાઓ સામે પૂર્વ સાંસદની લાલ આંખ, ગેરકાયદે ખનન બંધ કરો નહીં તો….!

Sabarkantha: પ્રાંતિજમાં ડમ્પરે બાઈકને ટક્કર મારી, બે યુવાન કાળનો કોળિયો બન્યા, પિતાને ઈજાઓ

Sabarkantha Accident: પ્રાંતિજ નજીક કારની ટક્કરે રિક્ષાએ મારી પલટી, રિક્ષાચાલક ગંભીર!

Vadodara: મંદિરમાં ઘૂસી વિધર્મીએ પુજારીને માર માર્યો

પાણી બંધ કરશો, તો તમારા શ્વાસ બંધ કરીશું, Pakistani સેનાની આતંકી ભાષા

Gondal: અમીત ખૂંટના પરિવારે સામૂહિક આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી!, શું કરી માગ?

અમદાવાદમાં કોરોનાના 20 કેસ, કુલ 31 કેસ એક્ટિવ, કેસમાં ઉછાળો કેમ આવ્યો? | Corona

અમદાવાદમાં કોરોનાના 20 કેસ, કુલ 31 કેસ એક્ટિવ, કેસમાં ઉછાળો કેમ આવ્યો? | Corona

જ્યોતિ મલ્હોત્રાના પિતાએ કહ્યું મારી પાસે વકીલ રાખવા પૈસા નથી, તપાસમાં પોલીસને શું મળ્યું? | Jyoti Malhotra

  • Related Posts

    Loss to farmers: ખેડૂતોને લૂંટવા નીકળી પડ્યા વચેટિયા! 3 રૂપિયે કિલો બટેટા ખરીદી ₹22માં કિલો વેચી રહયા છે!! આ ઉઘાડી લૂંટ માટે કોઈ કાયદો બનશે ખરો?
    • March 17, 2026

    ■ગુજરાતમાં બટાકાના ભાવ 60 ટકા ઘટી જતા રૂ.6500 કરોડનું ખેડૂતોને નુકસાન ■વધારે વાવેતર અને ખાડી યુદ્ધને લીધે નિકાસ અટકતા વચેટિયાઓને જલસો પડી ગયો છે. (દિલીપ પટેલ દ્વારા) અમદાવાદ, 17 માર્ચ…

    Continue reading
    ACB: ગુપ્તચર ખાતાના PI લાંચ લેતા ઝડપાયા! DYSP બને તે પહેલાંજ ‘ખેલ’ થઈ ગયો!! IBના અધિકારી ACBની જાળમાં ફસાયા!
    • March 15, 2026

    ACB: સરકારી ખાતાઓમાં ઉંચા સરકારી પગાર અને પદ-પ્રતિષ્ઠા અને સગવડો મળતી હોવાછતાં કેટલાક એટલા બધા લોભિયા હોય છે કે પગારથી સંતોષ થતો નથી અને બે નંબરના પૈસા ક્યાંથી આવે તેમાં…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

    • March 18, 2026
    • 2 views
    Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

    BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

    • March 18, 2026
    • 4 views
    BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

    NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

    • March 18, 2026
    • 4 views
    NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

    PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

    • March 18, 2026
    • 6 views
    PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

    Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન

    • March 18, 2026
    • 5 views
    Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન

    Iran War Update: અલી લારીજાની બાદ હવે કોનો વારો ? ઇઝરાયલે કહ્યું, “અમે મોજતબાને પણ મારી નાખીશું!” નેતન્યાહુનો નવો વિડીયો જાહેર, ઈરાનીઓને કહ્યું “નવરોઝ મુબારક”

    • March 18, 2026
    • 5 views
    Iran War Update: અલી લારીજાની બાદ હવે કોનો વારો ? ઇઝરાયલે કહ્યું, “અમે મોજતબાને પણ  મારી નાખીશું!” નેતન્યાહુનો નવો વિડીયો જાહેર, ઈરાનીઓને કહ્યું “નવરોઝ મુબારક”