
જામનગર શહેરના જાહેર માર્ગ પર બે આખલાઓ બાખડતાં લોકોમાં ડર જોવા મળ્યો હતો. રાહદારીઓ અને વાહનચાલકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. શહેરમાં રખડતાં પશુઓના કારણે રાહદારીઓ અને વાહનચાલકો માટે પરેશાનીઓ વધી ગઈ છે.
જામનગર શહેરના મેન્ટલ હોસ્પિટલ પાસે બે આખલાં બાખડતાં રાહદારીઓ અને વાહનચાલકોમાં ફફડાટ જોવા મળ્યો હતો. શહેરના મુખ્ય માર્ગ અને મહોલ્લાઓમાં રખડતા પશુઓએ અડિંગો થઈ રહ્યો છે. જેને કારણે ટ્રાફિકમાં અડચણ સાથે અકસ્માતનું જોખમ પણ વધ્યું છે, ત્યારે ગઈકાલે શહેરમાં આખલા યુધ્ધ સર્જાતાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. બે આખલાઓએ જાણે સમગ્ર જાહેર માર્ગને બાનમાં લીધો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.
થોડી વાર માટે ટ્રાકિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. ત્યારે રખડતા પશુઓને વહેલી તકે તંત્ર પકડીને પાંજરાપોળમાં મૂકે તેવી લોકમાગ ઉઠી છે.