
એકના ડબલા કરવાની લાલચ આપી 6 હજાર કરોડનું મહાકૌભાંડ આચરનાર આરોપી અંતે ઝડપાઈ ગયો છે. મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાને CID પોલીસે મહેસાણામાંથી દબોચી લીધો છે. ત્યારે તેને આશરો આપનાર કિરણસિંહ નામના શખ્સ સામે કાર્યવાહી હાથ ધરાઈ છે.
ગુજરાતમાં ચર્ચાસ્પદ બનેલા રૂપિયા 6 હજાર કરોડના BZ કૌંભાડનો મુખ્ય સૂત્રધાર ભૂપેન્દ્ર ઝાલાને આજે કોર્ટમાં રજૂ કરાશે. સાથે જ 6 હજાર કરોડના કૌભાંડના અનેક ખુલાસા થશે. ગઈકાલે CID ક્રાઈમે મહેસાણાના વિસનગરના દવાડા ગામના એક ફાર્મ હાઉસમાંથી તેને પકડ્યો હતો.
ભૂપેન્દ્ર ઝાલાની નિવેદન સહિતની પ્રક્રિયા ત્રણ કલાક સુધી ચાલી હોવાનું જાણવા મળી રહ્યુ છે. જેમાં પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે. મહાઠગ મોટાભાગની વાતોને પોલીસ સમક્ષ નકારી રહ્યો છે. શિક્ષકોને વિદેશ પ્રવાસ પર ન મોકલ્યાનું વારંવાર રટણ કરી રહ્યો છે.