
ગુજરાતમાં અકસ્માતોએ રફતાર પકડી છે. સતત અકસ્માતોની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે એક કારને ખેડા નજીકથી પસાર થતાં અમદાવાદ-ઈન્દોર હાઈવે પર અકસ્માત નડ્યો છે. કારમાં સવાર 4 લોકોના ઘટના સ્થળે જ મોત થઈ ગયા છે. અકસ્માત એટલો ભયંકર છે કે કારના ફૂરચેફૂરચા ઉડી ગયા છે. આ અકસ્માત ગત રાત્રે સર્જાયો હતો.
તમામ મૃતક વ્યક્તિ બાલાસિનોરના
મળતી માહિતી અનુસાર, ખેડા જીલ્લાના કઠલાલ પોલીસ મથક હદમાં આવતાં અમદાવાદ ઇન્દોર હાઇવે પર સીતાપૂર નજીક અકસ્માતમાં 4 લોકોના મોત નિપજ્યા છે. તમામ મૃતક વ્યક્તિઓ ચારેય મૃતક મહીસાગરના બાલાસોરના ઓથવાડ ગામના રહેવાસી છે.
આ પણ વાંચોઃમોરક્કોથી સ્પેન જતી બોટ ડૂબી જતાં 40 લોકોના મોત; મૃત્યું પામનારા તમામ પાકિસ્તાની નાગરિક
કેવી રીતે સર્જાયો અકસ્માત
ગત રાત્રીએ હાઇવે પર નીલગાય આવી જતા ઈકો કાર ચાલકે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવ્યો હતો, જેને કારણે અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતા કઠલાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
કોણ છે મૃતકો?
આ ગમખ્વાર અકસ્માતમાં ઠાકોર સંજયભાઈ જશવંતભાઈ, ઠાકોર વિનુભાઈ ગબાભાઈ, ઠાકોર રાજેશકુમાર સાલભાઈ, ઠાકોર પુનાભાઈ ઉર્ફે પુજેસિંહ અર્જુનસિંહના મોત થયા છે. આ ચારેય યુવકના મોતથી પરિવાર અને ગ્રામજનોમાં શોકનો માહોલ છે.
આ પણ વાંચોઃ એલન મસ્કનું સ્વપ્ન રોળાયું; સ્પેસએક્સનું ‘સ્ટારશિપ’ ટેસ્ટ ફેલ