chaitar vasava case: ‘ભાજપમાં જોડાવો નહીં તો જેલમાં રહો’ ભાજપની ચૈતર વસાવાને ખુલ્લી ઓફર!

chaitar vasava case: દેડિયાપાડાના AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. કેમકે તેમની જામીન અરજી પર સુનાવણી થઈ શકી નથી. ભાજપના તાલુકા પ્રમુખ સંજય વસાવા સાથે થયેલી ઉગ્ર બોલાચાલી બાદ તેમના પર મારામારીનો આરોપ હતો અને આ કારણથી તેઓ હાલ જેલમાં બંધ છે. તેમની જામીન મંજુરી સુનાવણી પણ અટકી ગઈ છે. કેમકે હાઈકોર્ટના વકીલોની હડતાળ તેમને નડી રહી છે. ત્યારે ચૈતર વસાવાને જામીન ન મળતા આપ નેતાઓ ભાજપ પર ભડક્યા છે.

ચૈતર વસાવાને જામીન ન મળતાં રાજકારણ ગરમાયું

આદિવાસી સમાજના લોકપ્રિય નેતા ચૈતર વસાવાને જામીન ન મળતાં આદિવાસી સમાજ અને આપ પાર્ટી હવે ઉગ્ર વિરોધ કરી રહી છે. આ મુદ્દે ફરીવાર રાજકારણ ગરમાયું છે. લોકો કહી રહ્યાં છે કે ચૈતર વસાવાને ખોટા કેસમાં ફસાવીને જેલમાં રાખવાનું ભાજપે ષડયંત્ર રચ્યું છે. હવે લોકો એ પણ કહેવું છે કે ભાજપની તાનાશાહી સામે ચૈતર વસાવા સાથે આજે આખું ગુજરાત ઊભું છે.

AAP પાર્ટીએ સરકાર પર રોષ ઠાલવ્યો

AAP પાર્ટી તેમની જામીન માટે તનતોડ પ્રયાસો કરી રહી છે. છતાં જામીન ન મળતાં હવે પાર્ટીએ સરકારનો વિરોધ કરી રોષ ઠાલવ્યો છે. હવે પાર્ટીએ ભાજપને ચારેબાજુથી ઘેરી લીધી છે. અને આકરા આક્ષેપો કરી રહી છે. તેમનું કહેવું છે કે ભાજપ ચૈતર વસાવાને જાણી જોઈને ખોટી રીતે હેરાન કરે છે. કેમકે તે સરકાર વિરુદ્ધ ઉઠતા અવાજને દબાવી દેવા માંગે છે. જેથી ભવિષ્યમાં કોઈ તેમના પર અવાજ ના ઉઠાવે અને સવાલો ન કરે.

ઈસુદાન ગઢવીએ શું કહ્યું?

ભાજપનો વિરોધ કરતાં ઈસુદાન ગઢવી  કહે છે કે, AAP ધારાસભ્ય ચૈતર વસાવાને વધુમાં વધુ સમય જેલમાં રાખવા માટે ભાજપે ષડયંત્ર રચ્યું હોય એવું લાગે છે. કેમકે જે ગ્લાસ કોઈને વાગ્યું નથી, એ ગ્લાસ ફેંકવાના ગુનામાં ચૈતર વસાવા પર અનેક કલમો લગાવી દેવામાં આવી છે અને જેલમાં બંધ કરી દેવામાં આવ્યા છે.ચૈતર વસાવાને જેલમાં પૂરી રાખવા પાછળ ભાજપનો ઈરાદો સાફ સમજાય છે. ભાજપ આદિવાસી સમાજને મેસેજ આપવા માંગે છે કે ધારાસભ્ય હોવા છતાં ચૈતર વસાવાને જેલમાં પૂરી શકીએ છીએ તો કોઈપણ વ્યક્તિ અવાજ ઉઠાવશે તેને પણ જેલમાં પૂરી દઈશું.વધુમાં તેમણે કહ્યું કે, આમ કરી ભાજપ તેમને ડરાવવા માંગે છે. તેમને ખબર નથી કે આદિવાસી સમાજ અને આમ આદમી પાર્ટીને ભાજપનો કોઈ ડર નથી. આદિવાસી સમાજે અંગ્રેજોને ભગાડ્યા હતા, ભાજપની શું હેસિયત? તમે ચૈતર વસાવાને 5-25 દિવસ જેલમાં રાખી શકો છો પરંતુ એના બદલામાં આદિવાસી સમાજ ભાજપને પોતાના ગામમાં પણ ઘૂસવા નહીં દે કેમકે,આદિવાસી સમાજના એક એક યુવાન આ વાત ખૂણે ખૂણે પહોંચાડે કે કઈ રીતે ભાજપ ધારાસભ્ય ચૈતર વસાવાને વધુમાં વધુ દિવસ જેલમાં પૂરી રાખવા માંગે છે.

આદિવાસી સમાજ આગામી ચૂંટણીમાં ભાજપને આપશે જવાબ: ઈશુદાન ગઢવી

વધુમાં તેમણે જણાવ્યું કે હત્યારાઓ અને બળાત્કારીઓ જેલની બહાર આવી જાય છે પરંતુ લોકો માટે અવાજ ઉઠાવનાર ધારાસભ્ય ચૈતર વસાવાને જેલમાં પૂરી રાખવામાં આવ્યા છે. આ વાતનો જવાબ આદિવાસી સમાજ આગામી ચૂંટણીઓમાં ભાજપને આપશે. AAP ધારાસભ્ય ચૈતર વસાવા આદિવાસી સમાજ અને ગરીબોનો વંચિતોનો અવાજ છે જેને અટકાવવો એટલું સહેલું નથી.

ડૉ. કરન બારોટે શું કહ્યું?

ચૈતર વસાવાના જેલવાસ મામલે ડૉ. કરન બારોટનું પણ નિવેદન સામે આવ્યું છે. તેઓ કહે છે કે AAP ધારાસભ્ય ચૈતર વસાવા ભાજપના નેતાઓની જેમ પિંજરામાં બંધ પોપટ નથી, ચૈતર વસાવા સમગ્ર ગુજરાત અને આદિવાસી સમાજનો મજબૂત અવાજ છે, તે જેલમાં નહી રહે વધારે મજબૂતાઈથી જલ્દી બહાર આવશે.

આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે, ભાજપે ચૈતર વસાવાને બે વિકલ્પ આપ્યા છે, ભાજપમાં જોડાવો નહીં તો જેલમાં જાઓ. જોકે તેમને આ વાતનો સ્વીકાર ન કર્યો હતો. હવે જયારે તે ન્યાય માટે લડે છે ત્યારે તેમના સાથે આવું વર્તન થાય છે. આદિવાસી સમાજ અને ગુજરાતના યુવાનો સાથે અત્યાચાર થઈ રહ્યા છે, તેના વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો માટે ભાજપે તેમને જેલમાં નાખ્યા.

ભરુચના સાંસદ મનસુખ વસાવા લાલઘૂમ

આ મામલે હવે ભરુચના ભાજપ નેતા મનસુખ વસાવાનું નિવેદન સામે આવ્યું છે તેઓ પોતાની જ પાર્ટીના નેતાઓને કહે છે કે “ચૈતર સામે બોલો નહીં તો બધા પતી જઈશું”: BJPના નેતાઓ સામે જ ભરુચના સાંસદ મનસુખ વસાવા લાલઘૂમ થયા અને કહ્યું મે એકલા જ તેમની સામે બોલવાનો ઠેંકો નથી લીધો. તેમને ભાજપના અન્ય નેતાઓને ટકોર કરી છે. તેમના આ નિવેદન સામે આપ પાર્ટીને અને આદિવાસી સમાજનું કહેવું છે કે ભરુચવાળા દાદાને ચૈતર વસાવાનો ડર લાગે છે. તેમને ખબર પડી ગઈ છે કે એક હાથથી તાળી નહી પડે.

ચૈતર વસાવા પહેલા પણ ભોગવી ચૂક્યા છે જેલવાસ

ચૈતર વસાવા સાથે આવું પહેલીવાર નથી બન્યું કે તેમને જેલમાં પુરાવવું પડયું હોય. તેમને અગાઉ પણ ધારાસભ્ય ચૈતર વસાવાને જેલમાં મોકલવામાં આવ્યા હતા અને ફરીથી તેમને જેલમાં મોકલવામાં આવ્યા છે. હવે ચૈતર વસાવા બહાર આવશે અને ડબલ જોરથી અવાજ ઉઠાવશે કે ભાજપની ઓફરનો સ્વીકાર કરશે તે જોવું રહ્યું…

અહેવાલ : સુમન ડાભી

આ પણ વાંચો:

Bihar: રાહુલ ગાંધીના નારાની સમગ્ર બિહારમાં ગૂંજ, બસમાં મુસાફરો, ડ્રાઈવર અને કંડક્ટરે “નરેન્દ્ર મોદી – વોટ ચોર” ના લગાવ્યા નારા

UP News: ઝાડ પરથી થયો પૈસાનો વરસાદ! લોકો રુ. 500 રૂપિયાની નોટો લૂંટવા કરી પડાપડી

Jammu Kashmir Flood : વૈષ્ણોદેવી માર્ગ પર ભૂસ્ખલનમાં 30 લોકોના મોત, આજે પણ વાદળ ફાટવાનો ભય

Surat: ભાઈએ ત્રણ વર્ષના બાળકનું કર્યું અપહરણ, ટ્રેનના શૌચાલયની કચરાપેટીમાંથી મળી બાળકની લાશ!

UP News: પ્રયાગરાજમાં ગંગા નદી પર પુલના નિર્માણ દરમિયાન દુર્ઘટના, થાંભલાને લઈ જતી ટ્રકે મારી ગઈ પલ્ટી, કર્મચારીઓનું શું થયું?

That Critical Moment Of Crisis: કટોકટીની નિર્ણાયક પળ, આ માર્ગ પકડશો તો હારીને પણ જીતી જશો!

Related Posts

Bhuj College Girl Murder : ‘તે મને કેમ બ્લોક કરી દીધો…’ યુવકે કોલેજની યુવતીને રહેંશી નાખી
  • August 29, 2025

Bhuj College Girl Murder : ભુજ શહેરમાં એક ચોંકાવનારી ઘટનાએ સમગ્ર કચ્છ જિલ્લામાં સનસનાટી મચાવી દીધી છે. એક કોલેજની યુવતીની તેના પાડોશી યુવકે છરી વડે ગળું કાપી હત્યા કરી છે.…

Continue reading
chaitar vasava case: ગુજરાતની ‘એન્જિન ફેલ સરકાર’ ના ‘ ખેલ ‘કૌભાંડીઓને ‘બેલ’-આદિવાસી અવાજને ‘જેલ’: રેશ્મા પટેલ
  • August 29, 2025

chaitar vasava case: દેડિયાપાડાના AAPના ધારાસભ્ય ચૈતર વસાવા આ દિવસોમાં ખુબ ચર્ચામાં છે. તેનું કારણ છે તેમના પર થયેલો મારામારીનો કેસ. એક તરફ ચૈતર વસાવાની જામીન અરજી પર વારંવાર સુનાવણી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

 Rupee Bottom: ભારત-અમેરિકા ટેરિફ વોરથી રૂપિયો ઐતિહાસિક તળિયે: ડૉલર સામે 88.29ની નીચી સપાટીએ

  • August 29, 2025
  • 4 views
 Rupee Bottom: ભારત-અમેરિકા ટેરિફ વોરથી રૂપિયો ઐતિહાસિક તળિયે: ડૉલર સામે 88.29ની નીચી સપાટીએ

Auqib Nabi: ચાર બોલમાં ચાર વિકેટ, ભારતીય ખેલાડીની દુલીપ ટ્રોફીમાં પહેલીવાર સિદ્ધિ

  • August 29, 2025
  • 9 views
Auqib Nabi: ચાર બોલમાં ચાર વિકેટ, ભારતીય ખેલાડીની દુલીપ ટ્રોફીમાં પહેલીવાર સિદ્ધિ

‘યુક્રેનમાં મોદીનું યુદ્ધ’, ટ્રમ્પ સલાહકારે વિશ્વ ગુલ્લુ મોદીની ફજેતી કરી નાખી | US | Peter Navarro

  • August 29, 2025
  • 11 views
‘યુક્રેનમાં મોદીનું યુદ્ધ’, ટ્રમ્પ સલાહકારે વિશ્વ ગુલ્લુ મોદીની ફજેતી કરી નાખી | US | Peter Navarro

Haryana: ત્રણ વર્ષના માસૂમને કચડી નાખ્યું, કાર છોડીને આરોપી ફરાર

  • August 29, 2025
  • 10 views
Haryana: ત્રણ વર્ષના માસૂમને કચડી નાખ્યું, કાર છોડીને આરોપી ફરાર

Bhuj College Girl Murder : ‘તે મને કેમ બ્લોક કરી દીધો…’ યુવકે કોલેજની યુવતીને રહેંશી નાખી

  • August 29, 2025
  • 26 views
Bhuj College Girl Murder :  ‘તે મને કેમ બ્લોક કરી દીધો…’ યુવકે કોલેજની યુવતીને રહેંશી નાખી

chaitar vasava case: ગુજરાતની ‘એન્જિન ફેલ સરકાર’ ના ‘ ખેલ ‘કૌભાંડીઓને ‘બેલ’-આદિવાસી અવાજને ‘જેલ’: રેશ્મા પટેલ

  • August 29, 2025
  • 23 views
chaitar vasava case: ગુજરાતની ‘એન્જિન ફેલ સરકાર’ ના ‘ ખેલ ‘કૌભાંડીઓને ‘બેલ’-આદિવાસી અવાજને ‘જેલ’: રેશ્મા પટેલ