
- ગુજરાત સ્થાનિક સ્વરાજ ચૂંટણી: છોટા ઉદેપુરમાં એક વોટથી જીત્યો ઉમેદવાર
છોટા ઉદેપુરના એક ઉમેદવાર ફક્ત એક મતથી જીત મેળવી છે. છોટાઉદેપુરની નગરપાલિકાના વોર્ડ નંબર 5માં સમાજવાદી પાર્ટીના ઉમેદવાર મુફિસ શેખનો ફક્ત એક વોટથી વિજય થયો છે. જણાવી દઈએ કે છોટા ઉદેપુર નગરપાલિકાની કુલ 7 વોર્ડની 28 બેઠક પર ચૂંટાઈ હતી. જેમાં ભાજપ 8 બેઠક, સપા 6 બેઠક, બસપા 4 બેઠક તેમજ કોંગ્રેસ 1 બેઠક અને અન્યના ખાતામાં 9 બેઠક આવી હતી.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ વખતે પણ ભાજપનો દબદબો યથાવત રહ્યો છે અને કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા છે. રાજ્યમાં 68 નગરપાલિકાની ચૂંટણીમાંથી 62 નગરપાલિકામાં ભાજપનો વિજય થયો છે અને માત્ર 1 બેઠક પર જ કોંગ્રેસ જીત હાંસલ કરી શકી છે. આ સિવાય સપા બે બેઠકો પર કિંગમેકર સાબિત થઈ છે. આ સિવાય 2 બેઠકો પર અપક્ષ ઉમેદવારે પોતાનો દબદબો યથાવત રાખ્યો છે. તેમજ ડાકોર નગર પાલિકામાં ભાજપ અને અપક્ષ વચ્ચે ટાઈ થઈ છે.
ઉલ્લેખનિય છે કે, ગુજરાતમાં 68માંથી ફક્ત 66 નગર પાલિકામાં જ ચૂંટણી યોજાઈ હતી. જ્યારે બે બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા હતાં. તો 66માંથી 62 નગરપાલિકાઓમાં બીજેપીએ જીત મેળવી લીધી છે.
આ પણ વાંચો- મમતા બેનર્જીએ મહાકુંભને ‘મૃત્યું કુંભ’ ગણાવીને CM યોગીને કહ્યું; તમે શું આયોજન કર્યું ?







