
Chhota udepur: ગુજરાતમાં ભાજપના નેતાઓ અને પોલીસ વચ્ચેના સંબંધો પર વારંવાર પ્રશ્નો ઉભા થતા રહે છે. આવી જ એક ઘટના છોટાઉદેપુર જિલ્લામાં સામે આવી છે, જેમાં ભાજપના સાંસદ જશુ રાઠવાના જૂના વીડિયોને શેર કરવાના આરોપમાં એક યુવાનની પોલીસ ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે રજૂઆત કરવા પહોંચેલા અર્જુન રાઠવા અને પોલીસ અધિકારી વચ્ચે ઉગ્ર બોલચાલી થઈ, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
BJP સાંસદ જશુ રાઠવાના વીડિયો મામલે યુવકની ધરપકડ
મળતી માહિતી મુજબ, હિતેશ રાઠવા નામના યુવાને સાંસદ જશુ રાઠવાના જૂના વીડિયોને સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. આ વીડિયોમાં સાંસદની કથિત અપમાનજનક ટિપ્પણીઓ હોવાનો આરોપ છે. આ ફરિયાદ પર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને ગઈકાલે હિતેશને ધરપકડ કરી લીધી. આ ઘટના રાત્રિભર ચાલી, જેના કારણે યુવાનને રાત પૂરી કરવી પડી.
અર્જુન રાઠવાએ પોલીસ અધિકારીને બરાબરના ખખડાવ્યા
આ મામલાને લઈને અર્જુન રાઠવા પોલીસ સ્ટેશન પહોંચ્યા, જ્યાં તેમણે યુવાનની રજૂઆત કરવાનો પ્રયાસ કર્યો. જોકે, આ દરમિયાન પોલીસ અધિકારી સાથે તીખી બોલચાલી થઈ. વાયરલ વીડિયોમાં અર્જુન રાઠવા પોલીસ અધિકારીને ઉગ્ર અવાજમાં કહેતા જોવા મળે છે: “આ છોકરો નિર્દોષ છે. સાંસદએ ગાળ બોલ્યો છે, તેનો વીડિયો છે તે તેને મૂક્યો છે. તારે આ ફરિયાદ દબાવી દેવી છે.”
સાંસદ જશુ રાઠવાનો જૂનો વીડિયો શેર કરવા બદલ હિતેશ રાઠવા નામના યુવકની પોલીસે ગઈકાલે ધરપકડ કરી. આ મામલે રજૂઆત કરવા જતા અર્જુન રાઠવાની પોલીસ અધિકારી સાથે ઉગ્ર બોલાચાલી થઈ. #JashuRathwa #HiteshRathwa #ArjunRathwa #viralvideo #thegujaratreport pic.twitter.com/v3Myw3uVyn
— The Gujarat Report (@TGujarat_Report) September 16, 2025
પોલીસ અધિકારીની દલીલ
પોલીસ અધિકારીએ જવાબમાં કહ્યું: “હું તમને જે રિયલ સ્ટોરી છે તે કહેવા માંગું છું. પ્લીઝ રેકોર્ડિંગ ના કરોને.” આ પર અર્જુન રાઠવાએ કહ્યું: “ના કરવા દો, એમાં તારી રીયલ સ્ટોરી પણ આવી જશે.” વધુમાં, અર્જુનએ પોલીસ અધિકારીને પડકાર્યા: “તમે તેને રાતનો પકડી રાખ્યો છે, તે કયો નિયમ છે તમારો મને બતાવો? ભાજી મૂળા છીએ અમે… તારા અધિકારીને બોલાવ.” આ પછી પોલીસ અધિકારીએ તેમના ઉપલા અધિકારીને ફોન કર્યો.
શું ખરેખર પોલીસ ભાજપના ઈશારે કામ કરે છે ?
આ ઘટના રાજ્યમાં પોલીસ અને ભાજપ નેતાઓ વચ્ચેના સંબંધો પર નવી ચર્ચા શરૂ કરી દીધી છે. આરોપ છે કે ભાજપના નેતાઓની ફરિયાદોને પોલીસ તરત જ લે છે અને તાત્કાલિક કાર્યવાહી કરે છે, જ્યારે સામાન્ય નાગરિકોની ઘણી ફરિયાદો પણ નોંધાતી નથી. આ કિસ્સો છોટાઉદેપુર જેવા આદિવાસી વિસ્તારમાં બન્યો હોવાથી સ્થાનિક સ્તરે તણાવ વધ્યો છે. વાયરલ વીડિયોમાં અર્જુન રાઠવાની પોલીસ અધિકારીને “ખખડાવતા” જોવા મળે છે, જેના કારણે અધિકારીને ચૂપ રહેવું પડ્યું.
પોલીસની કાર્યવાહી પર ઉઠ્યા સવાલો
સોશિયલ મીડિયા પર આ વીડિયો ઝડપથી ફેલાઈ રહ્યો છે, જેમા વિપક્ષી પક્ષો અને સ્થાનિક લોકો પોલીસની તુરંત કાર્યવાહી પર સવાલ ઉભા કરી રહ્યા છે. આ ઘટના રાજ્યમાં પોલીસની તટસ્થતા અને રાજકીય દબાણ વચ્ચેના સંતુલન પર પ્રશ્નો ઉભા કરે છે.
ભાજપના નેતાઓની કેમ વધી રહી છે આટલી દાદાગીરી ?
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં આવા કિસ્સાઓ વધી રહ્યા છે જેમાં ભાજપના નેતાઓને સોશિયલ મીડિયામાં કોમેન્ટ કરવા અને વીડિયો પોસ્ટ કરવા પર નેતાઓ દાદાગીરી બતાવતા હોય છે અને પોસ્ટ કરનારને હેરાન કરવામાં આવે છે. ત્યારે સવાલે તે થાય છે કે, શું આ લોકશાહી છે જનતા જેમને ચૂંટીને મોકલે છે તેઓ પોતાની સમસ્યા પણ નથી કહી શકતા કે એક કોમેન્ટ પણ નથી કરી શકતા. શું ભાજપમાં હોય એટલે તેમને દાદાગીરી કરવાની પરવાનગી મળી જાય છે ?
આ પણ વાંચો:
PM Modi: મોદીના સ્વાગત માટે વિદ્યાર્થીઓને વરસાદમાં ઉભા રાખ્યા, બાળકોના સ્વાસ્થ્યનું શું?







