China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ

China Restaurant Fire:  ચીનના લિયાઓનિંગમાં એક દુ:ખ દુર્ઘટના ઘટી છે. અહીં એક રેસ્ટોરન્ટમાં આગ લાગવાથી 22 લોકોના મોત થયા છે. આગમાં ભયંકર રીતે 3 લોકો દાઝી ગયા છે. આગ લાગવાના કારણ અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આગ લાગ્યા બાદ ઘટનાસ્થળે નાસભાગ મચી ગઈ હતી. ઇમારતની બારીઓ અને દરવાજામાંથી જ્વાળાઓ નીકળતી જોવા મળી હતી.

ફાયર બ્રિગેડના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા

આગની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડના અધિકારીઓનું કહેવું છે કે મૃત્યુઆંક વધી શકે છે. રેસ્ટોરન્ટની આસપાસની ઇમારતો ખાલી કરાવી દેવામાં આવી છે.

રેસ્ટોરન્ટના રસોડામાં આગ લાગી હતી

મળતી માહિતી મુજબ આગ રેસ્ટોરન્ટના રસોડામાં લાગી હતી. લિયાઓનિંગ અગાઉ એક મુખ્ય ઔદ્યોગિક કેન્દ્ર હતું. હાલમાં, વસ્તીના સ્થળાંતરને કારણે તે મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. ચીનમાં આગના અકસ્માતો વારંવાર બનતા રહે છે. કર્મચારીઓ સામાન્ય રીતે તાલીમના અભાવે અથવા તેમના ઉપરી અધિકારીઓના દબાણને કારણે સલામતી સુવિધાઓની અવગણના કરે છે.

ચીનમાં આ પહેલા પણ મોટી આગ લાગી હતી

એપ્રિલ મહિનામાં જ ઉત્તર ચીનના હેબેઈ પ્રાંતમાં એક નર્સિંગ હોમમાં આગ લાગી હતી. આમાં ઓછામાં ઓછા 20 લોકોનું દર્દનાક મૃત્યુ થયા હતા. આ વર્ષે જાન્યુઆરીમાં ચીનના હેબેઈ શહેરના ઝાંગજિયાકોઉમાં એક ખાદ્ય બજારમાં આગ લાગી હતી. આ આગની ઘટનામાં 8  લોકોના મોત થયા હતા અને 15 અન્ય ઘાયલ થયા હતા.

આ પણ વાંચોઃ

Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?

Power outage: વિકસિત દેશો અંધકારમાં ડૂબ્યા, ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલમાં વીજળી ગુલ, જાણો કારણ

MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ

TATA કંપનીએ દ્વારકાના ગામોને બરબાદ કર્યા, ખેડૂતો પાયમાલ, સરકાર શું કરે છે?

Mehsana: ભલે ગોળી મારી દે, પણ ‘પાકિસ્તાન’ પાછા નહીં જઈએ, મહેસાણામાં રહેતાં હિંદુઓની વેદના

પાકિસ્તાનના PM શાહબાઝ શરીફ હોસ્પિટલમાં દાખલ, ગૃપ્ત લેટરમાં શું થયો ખુલાસો? | Shahbaz Sharif

  • Related Posts

    Satyapal Malik: પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું નિધન, મોદીના સમર્થક કટ્ટર ટીકાકાર કેવી રીતે બની ગયા હતા?
    • August 5, 2025

    Satyapal Malik passed away: જમ્મુ અને કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું મંગળવારે 79 વર્ષની વયે લાંબી બીમારી બાદ અવસાન થયું. તેમણે મંગળવારે બપોરે 1 વાગ્યે નવી દિલ્હીની રામ મનોહર લોહિયા…

    Continue reading
    Dahod ની આંગણવાડીઓમાં બાળકોના જીવને જોખમ, અનેક જર્જરીત હાલતમાં, શું તંત્ર મોટી દુર્ઘટનાની રાહ જોવે છે?
    • August 5, 2025

    Dahod: વિકસિત અને ગરવી ગુજરાતના દાવાઓ વચ્ચે ટ્રાઇબલ બેલ્ટ ગણાતા દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં આંગણવાડી કેન્દ્રોની દુર્દશા ચિંતાનો વિષય બની રહી છે. ગરબાડા નગરના નવાગામ ફળિયામાં આવેલી એક આંગણવાડીની જર્જરીત…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    120 Bahadur:’હમ પીછે નહીં હટેંગે’ અંતિમ શ્વાસ સુધી ચીન સામે લડ્યા બહાદુર સૈનિકો, ફરહાન અખ્તર મેજર શૈતાન સિંહની ભૂમિકામાં છવાયો

    • August 5, 2025
    • 3 views
    120 Bahadur:’હમ પીછે નહીં હટેંગે’ અંતિમ શ્વાસ સુધી ચીન સામે લડ્યા બહાદુર સૈનિકો, ફરહાન અખ્તર મેજર શૈતાન સિંહની ભૂમિકામાં છવાયો

    Satyapal Malik: પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું નિધન, મોદીના સમર્થક કટ્ટર ટીકાકાર કેવી રીતે બની ગયા હતા?

    • August 5, 2025
    • 3 views
    Satyapal Malik: પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું નિધન, મોદીના સમર્થક કટ્ટર ટીકાકાર કેવી રીતે બની ગયા હતા?

    Russia Ukraine war: રશિયા ચીન-પાકિસ્તાનના ભાડૂતી સૈનિકો લાવ્યું, ઝેલેન્સકીના દાવાનો પાકિસ્તાને શું આપ્યો જવાબ?

    • August 5, 2025
    • 9 views
    Russia Ukraine war: રશિયા ચીન-પાકિસ્તાનના ભાડૂતી સૈનિકો લાવ્યું, ઝેલેન્સકીના દાવાનો પાકિસ્તાને શું આપ્યો જવાબ?

    Dahod ની આંગણવાડીઓમાં બાળકોના જીવને જોખમ, અનેક જર્જરીત હાલતમાં, શું તંત્ર મોટી દુર્ઘટનાની રાહ જોવે છે?

    • August 5, 2025
    • 10 views
    Dahod ની આંગણવાડીઓમાં બાળકોના જીવને જોખમ, અનેક જર્જરીત હાલતમાં, શું તંત્ર મોટી દુર્ઘટનાની રાહ જોવે છે?

    ‘ભારતની જમીન પર ચીનનો કબજો’, રાહુલના નિવેદનનો કોર્ટે આધાર માગ્યો, શું આપશે જવાબ? | Supreme court

    • August 5, 2025
    • 20 views
    ‘ભારતની જમીન પર ચીનનો કબજો’, રાહુલના નિવેદનનો કોર્ટે આધાર માગ્યો, શું આપશે જવાબ? | Supreme court

    Banaskantha: આદિવાસી સમાજના વિરોધમાં ધારાસભ્ય પણ જોડાયા, કાંતિ ખરાડી કલેક્ટર કચેરીના પગથીયે બેસી ગયા

    • August 5, 2025
    • 14 views
    Banaskantha: આદિવાસી સમાજના વિરોધમાં ધારાસભ્ય પણ જોડાયા,  કાંતિ ખરાડી કલેક્ટર કચેરીના પગથીયે બેસી ગયા