
વિશ્વને હચમચાવી દેનાર કોવિડ-19 રોગચાળા બાદ ચીનમાં HMPV નામના વાયરસે દસ્તક આપી છે. હવે ભારતમાં તેનો પહેલો કેસ સામે આવ્યો છે. બેંગલુરુની એક હોસ્પિટલમાં આઠ મહિનાની બાળકીમાં HMPV વાયરસ મળી આવ્યો છે.
આરોગ્ય વિભાગનું કહેવું છે કે અમે અમારી લેબમાં તેનું પરીક્ષણ કર્યું નથી. ખાનગી હોસ્પિટલમાં આ કેસનો રિપોર્ટ આવ્યો છે. તમને જણાવી દઈએ કે HMPV સામાન્ય રીતે બાળકોમાં જ જોવા મળે છે. HMPV તમામ ફ્લૂ નમૂનાઓમાં 0.7 ટકા હિસ્સો ધરાવે છે. આ વાયરસનો સ્ટ્રેન શું છે તે હજુ સુધી જાણી શકાયું નથી.
આ પણ વાંચો- ચીનમાં ઝડપથી ફેલાયો HMPV વાઇરસ, ભારત સરકાર હાઇ અલર્ટ પર
આ પણ વાંચો- શું ચીન ફરીથી કંઇક છૂપાવી રહ્યું છે? ચીનમાં કોવિડ જેવો ભયંકર વાયરસ ફેલાઇ ગયો હોવાના ગંભીર દાવાઓ







